________________
મૂળશુદ્ધિ ભાગ-૧ દેવદિન કથા
૧૮૩ કપૂર વિ. થી બનાવેલો ધૂપ સળગી રહ્યો છે, સાધકો અનેક પૂજાના ઉપકરણો લઈને રહેલા છે, રત્નની પ્રતિમાવાળું મનોહર યક્ષનું ભવન જોયું. દેવદિન્ન અંદર પેઠો. તેટલામાં પ્રત્યક્ષ થઈ યક્ષે કહ્યું જો આમ છે તો આ નજીકના રત્નપુરમાં જા. એમાં શક નામે રાજા છે. તું જે કાંઈ પણ જેટલું માંગીશ તે સર્વ ચાર ગણુ આપશે. તેથી તે નગરમાં ગયો. તે આખુય નગર અસિ મસિ કૃષિના વ્યાપાર વગરનું હોવા છતા પણ પંચ વિષયક સુખ સેવવામાં મસ્ત બનેલું તથા વિવિધ ક્રીડામાં રત રહેલું છે. ત્યાં વિવિધ કૌતુક દેખતો રાજમહેલે પહોંચ્યો. ઇંદ્રની જેમ વિવિધ વિનોદથી વિલાસ કરતો તથા માગ્યા કરતા ચાર ગણું આપતો એવો રાજા જોયો. તેને જોઈ એક પુરુષને પૂછ્યું કે વ્યાપાર વિ.થી ધન કમાયા વિના નગરજનો લહેર કરે છે, તો આ પૈસા ક્યાંથી મેળવે છે? તેણે કહ્યું શું તું પાતાલમાંથી આવ્યો છે? જે કારણથી તું આવું પૂછે છે?
કુમારે કહ્યું તમે ક્રોધ ના કરો. હું ખરેખર જહાજ ટૂટી જવાથી સમુદ્રમાંથી આવ્યો છું. તેથી જે પરિસ્થિતિ છે તે સર્વ મને કહો. પુરુષે કહ્યું -
આ અમારો રાજા નજીકના વનમાં રહેલા મનોરથ યક્ષને દરરોજ સત્ત્વથી સાધે છે. અને તુષ્ટ થયેલો યક્ષ ચારગણું આપે છે. કુમારે વિચાર્યું - જો આમ છે તો “આ અર્થીને પ્રાર્થના કરવાનું શું કામ ?” તેજ યક્ષને સાધું પણ દેખી તો લઉં “રાજા કેવી રીતે સાધે છે.” યક્ષ પાસે જઈ ઝાડના ઓઠે લપાઈને ઉભો રહ્યો. ત્યાં પહેલો પહોર પૂરો થતાં તલવાર લઈ રાજા આવ્યો. પૂજીને યક્ષને વિનંતિ કરી -
ભો ! મહાયશસ્વી ! અચિન્ત શક્તિવાળા ! ઉત્તમ શક્તિશાળી જનસમૂહનું રક્ષણ કરનાર! મને પ્રત્યક્ષ થાઓ. એમ કહી જલ્દી ધગધગતા અગ્નિકુંડમાં પડ્યો. યક્ષે શક્તિથી બહાર કાઢ્યો. કુંડનું પાણી છાંટ્યું અને ફરી સારો થઈ ગયો. યક્ષે કહ્યું કે મહાસત્ત્વશાળી ! વર માંગ રાજાએ કહ્યું તમારા પ્રભાવથી જે માંગે તેનાથી ચાર ગણુ આપું. “એમ થાઓ એ પ્રમાણે યક્ષે કહ્યું ત્યારે પ્રણામ કરી રાજા ઘેર ગયો.
બીજા દિવસે તેજ પ્રમાણે યક્ષને વિનંતી કરી. દેવદિત્ર અગ્નિકુંડમાં કુદ્યો, તેજ પ્રમાણે યક્ષે વરદાન આપ્યું. દેવદિત્રે કહ્યું તમારી પાસેજ રહેવા દો. એમ કહી બીજી વાર કુદ્યો, ફરી વરદાન આપ્યું. એમ ત્રીજી વેળાએ પણ વરદાન આપ્યું. ચોથી વાર કૂદવા જતાં યક્ષે પકડ્યો અને કહ્યું હે ભદ્ર ! આ ત્રણ શીર્ષથી યુક્ત (ત્રણ વાર કુદ્યો માટે) પ્રધાન શક્તિ મને ઇંદ્ર આપી છે. એના પ્રભાવથી ત્રણ વરદાન આપુ, પણ અધિક નહિ તેથી જે ગમે તે માંગ.
કુમારે કહ્યું તો એક વરદાનથી રાજાને જે સિદ્ધિ છે તે એકવાર સાધવાથી જીવનભર રહે એવું મને આપ, બીજાથી હું જીવું ત્યાં સુધી કોઈને આ સિદ્ધિ આપવી નહિ. ત્રીજુ વરદાન પછી માંગીશ “તથાસ્તુ' એમ યક્ષે હા કહી ત્યારે છુપાઈને રહ્યો. એ અરસામાં રાજા આવ્યો.યક્ષે રોક્યો, રાજાએ કહ્યું શા માટે અટકાવો છો ? કારણ કે ત્રણે પણ વરદાન મહાનસત્ત્વશાલીને આપી દીધા છે. ત્યારે દુભાયેલા મને રાજ ઘેર ગયો, શયામાં બેઠો. તપેલી રેતીમાં પડેલા મીણની જેમ,