________________
મૂળશુદ્ધિ ભાગ-૧
તેઓએ કહ્યું કે બેટી ! તારો ધણી બહુ દૂર દેશમાં ગયો છે તેથી છ મહીનામાં આવવો શક્ય નથી. માટે તું આવી પ્રતિજ્ઞા ન કર. તે બોલી પ્રતિજ્ઞા તો કરેલી જ છે. તેથી તે બાબતમાં કોઈએ કાંઈ કહેવું નહિ, તેણીનો નિશ્ચય જાણી બધા મૌન રહ્યા. એક દિવસ જો૨દાર ઠંડીમાં અલ્પવસવાળી તે બાલખંડિતા સાધ્વીના ઉપાશ્રયની અંદર ખુલ્લા પ્રદેશમાં રાત્રે કાઉસગ્ગમાં રહી.
૧૮૨
તે વખતે રતિશેખર નામનો મહાનાસ્તિકવાદી પ્રચંડ વાણવ્યંતર ત્યાં આવ્યો. રૂપ દેખી મોહ વશ થવાથી પ્રગટ થઈ કહેવા લાગ્યો કે બાલા ! તું મને સ્વીકાર, કા૨ણ કે તારા ગુણથી હુઁ પ્રસન્ન થયો છું. હે સુંદર શરીરવાળી ? હૈં રતિશેખર નામનો દેવ છું. આજથી માંડી દેવ પણ હું તારો નૌકર બનીને રહીશ. તેથી તું મને સ્વીકાર, કારણ કે આ સુંદર શરીર ફરીથી મળવું મુશ્કેલ છે. પંચભૂતના સમૂહથી આ શરીર બનેલું છે. તેથી કોઈ ધર્મ નથી, પરલોક નથી અને મોક્ષ પણ નથી. આમ બોલવા છતાં બાલપંડિતા તેને જવાબ આપતી નથી. ત્યારે પાપીએ બળજબરીથી ભોગવવાનો પ્રયત્ન કર્યો, પણ તેણીના તપ તેજથી અવગ્રહ ભેદવા સમર્થ ન થયો. ત્યારે વિલખો થઈ રોષે ભરાઈ એ પ્રમાણે વિચારવા લાગ્યો, કે આ દુષ્ટપતિવ્રતાના પતિને મારું તો તેનાં વિરહમાં ઝુરી ઝુરીને મરશે. ત્યારે વિભંગજ્ઞાનથી સમુદ્ર મધ્યે કુમારને જાણી જલ્દી તેનાં વાહણમાં આવી પહોંચ્યો. વિકરાલ રૂપ કરી કહેવા લાગ્યો રે રે ! ઈષ્ટદેવને યાદ કર ! તારા જહાજને હમણાં જ દરિયામાં ડુબાડું છું. કુમારે કહ્યું તું કયા અપરાધનાં લીધે આવુ કરી રહ્યો છે ? દેવે જવાબ આપ્યો. તારી દુષ્ટપત્નીના દુર્વ્યવહારના લીધે, મેં પૂર્વે વિચાર્યુ તેમજ થયુ લાગે છે, જેથી દેવ પણ આવું બોલે છે. જો તે ખબાર ચિત્તવાળી છે તો તેણીને શિક્ષા કેમ નથી કરતો ? તપના પ્રભાવે તેણીનો હુઁ પરાભવ કરવા સમર્થ નથી. આ કોઈ મિથ્યાદ્રષ્ટિ મહાપાપી દેવ છે. મારી પ્રિયાને ચારિત્રધર્મથી ભ્રષ્ટ કરી શક્યો નથી, માટે ક્રોધે ભરાઈ અહીં આવ્યો છે. તેથી કદાચિત એ પ્રમાણે પણ ક૨શે. એમ વિચારી પંચપરમેષ્ઠિનું સ્મરણ કરવા લાગ્યો. ત્યારે પેલો દેવ જહાજ ઉંધુ ક૨ી સ્વસ્થાને ગયો.
પાટીયું પકડી વિક્સુત્રો અન્ય અન્ય દ્વીપે પહોંચ્યા. દેવદિશને પણ પાટીયું મળ્યું અને પંચ નમસ્કાર ગણતો ગણતો કાંઠે આવ્યો. કર્મ સંયોગે લવણ સમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત દેવે તેને જોયો. “સાધર્મિક છે” એમ માની ખુશ થઈ કહેવા લાગ્યો હે ભદ્ર ! હૈં રત્નાકર છું તારી પંચનમસ્કારની ભક્તિથી હુઁ ખુશ થયો છું. તેથી અહીંથી પાંચસો યોજન દૂર રત્નપુરની નજીકના વનમાં રહેલા મારા મિત્ર મનોરથ યક્ષ પાસે જા. તે મારા કહેવાથી જે તું માંગીશ તે સર્વ સંપાદન કરી આપશે.
ܕ
હે ભગવાન્ ! હૈં આટલો દૂર કેવી રીતે જઈશ. ત્યારે સુસ્થિત દેવે એક અમૃતરસવાળું દાડમ આપ્યું. અને આના બીજ ખાતા ખાતા જજે. તેથી તેનાં મહાપ્રભાવથી ભુખ, તરસં, થાક લાગશે નહિં. અને જલ્દી ત્યાં પહોંચી જઈશ,દેવદિશ પણ જેવો આદેશ' એમ કહી જવા માટે પ્રવૃત્ત થયો. થોડાજ દિવસમાં જંગલમાં પહોંચી ગયો. વિવિધ મણિઓથી બનાવેલું, જેમાં કાલાગરુ