________________
મૂળશુદ્ધિ ભાગ-૧
૧૭૮
દાન આપે છે. મહાજન વધામણી આપવા આવે છે.
આચારને વિષે મતિ કૃત્યોથી પુષ્ટ થયા છે. તથા સ્વજનોના દિલ ઉપચારથી જીતાય છે. અર્થાત્ વશ થાય છે. અથવા સ્વજનો ઉપચાર વિનયને “આવો, બેસો” ઇત્યાદિ રૂપ વિનય સ્વીકારે છે. બધા બંદીઓને છોડાવે છે, મુનિવરોને વહોરાવે છે, જિન પ્રતિમાઓને પૂજે છે. બધાને માન આપે છે. ઘણું શું વખાણીએ ૨ાજા પણ રાણી સાથે ત્યાં વધામણી દેવા આવે છે.વધામણી ઉત્સવ પૂરો થતા બારમા દિવસે દેવદિન્ન નામ પાડ્યું. આઠ વર્ષનો થતા કલાચાર્યને સોંપ્યો, સઘળી કલાઓ ગ્રહણ કરે છે.
રજાના દિવસે વ્યાખ્યાનમાં ગયો. ત્યાં દાનધર્મના વખાણ થઈ રહ્યા હતા. દાનથી પ્રાણીઓ પણ વશ થાય છે. દાનથી વેર નાશ પામી જાય છે. દાન સર્વ દુઃખને હણી નાખે છે. દાનથી ચક્રીપણું અને ઇન્દ્રપણું પ્રાપ્ત થાય છે.દાનથી યશ વધે છે. શત્રુ પણ ભાઈ બની જાય છે. દાન અનુક્રમે મોક્ષમાં લઈ જાય છે. એમ સાંભળી દેવદિશે વિચાર્યું અહો ! દાનજ આલોકમાં સર્વ દુઃખને દૂર કરવામાં સમર્થ છે. અને શિવસુખ આપે છે એવું અહીં વર્ણવ્યું છે. તેથી હું તેમાંજ પ્રયત્ન કરું, તેથી ભૂખ્યાને ભોજન વિ. (વિદ્યાર્થી વિગેરેને) આપવા લાગ્યો. વળી વૃદ્ધિ પામતા ભાંડાગારમાંથી દ્રવ્ય લઈ ગરીબ દીન ભિખારી વિ.ને આપે છે. જિનપ્રતિમાને પૂજેછે. ભક્ત વસ્ત્ર પાત્ર વિ.થી સાધુ સાધ્વીની ભક્તિ કરે છે. સાધર્મિકોનું સન્માન કરે છે. તેથી ઘણા ધનનો નાશ દેખી ખજાનચીએ શેઠને કહ્યું સ્વામી ! દેવદિન્ન દાન વ્યસનથી ઘણું ધનનાશ કરે છે. શેઠે કહ્યું તું વારીશ નહિં, તું તેને આપ, આપનારને લક્ષ્મી પૂરાય છે. પણ તેની ગણતરી હું કેવી રીતે જાણીશ. શેઠે કહ્યું પહેલાથી ગણીને તૈયાર રાખજે. તે પણ તેજ રીતે કરવા લાગ્યો, અને દેવદિશ પણ જેમ ઠીક લાગે તેમ આપવા લાગ્યો. એમ સમયનું પાંદડું સરકવા લાગ્યું. આ બાજુ તૃષ્ણાભિભૂત નામના ખજાનચીની મુગ્ધા નામની સ્ત્રીની કુક્ષિમાં જન્મેલી ઘણી રૂપાળી બાલા નામે કન્યા છે. અતિ પંડિત હોવાથી લોકોએ તેનું બાલપંડિતા એવું નામ રાખ્યું. ભ્રમણ કરતી તે દેવદેિશની નજરમાં પડી. દેખીને તેણે વિચાર્યું કે વિધાતાએ આણીનું રૂપ હાથનો સ્પર્શ કર્યા વગર ઘડ્યું લાગે છે. કારણ કે હાથથી ઘડેલાની આવી શોભા ન હોય. સર્વ રમણીયોનું રૂપ લાવણ્ય લઈને બ્રહ્માએ આને બનાવી લાગે છે. નહિંતર આવું રુપ ક્યાંથી હોય ? વિકાર વગરની પણ તે જ્યાં ત્યાં મંદગતિથી જાય છે. ત્યાં ત્યાં યુવાનો કામને પરવશ બની જાય છે. ઘણું શું કહેવું ? ઘણાં માણસોને વશક૨વા માટે કામ દેવની સ્ફુરિતતેજવાળી મહૌષધી પ્રજાપતિએ બનાવી છે. તેજ ધન્ય છે, તેજ સૌભાગ્યશાળી છે, તેનું જીવન સફલ છે. જે ભ્રમરની જેમ આણીના વદનકમલમાં પરાગનો રસ પીએ, જે આણીના અંત વિસ્તૃત સ્તનસ્થલ ઉપર લાકડીથી ફટકારેલા સાપની જેમ આળોટતો નથી તેનું જીવન શું કામનું ? સુરતસુખરૂપી અમૃત જલથી ભરેલી દિવ્યનદી સમાન આ સ્ત્રીના સર્વે અંગોમાં હંસની જેમ સ્નાન ક્રીડા કરે છે, તે ધન્ય છે. એમ અત્યંત અનુરક્ત થયેલો વિચારવા લાગ્યો આ મારી કેમ થશે ? હા જાણ્યું તેણીના પિતાને દાનાદિ કરું.