________________
મૂળશુદ્ધિ ભાગ-૧ દેવધર કથા
૧ ૭૩ અને ભામંડલ રાજાને આ જણાવ્યું. ત્યારે પરાભવથી ઉત્પન્ન થયેલા આમર્ષના વશથી તે જ પળે રાજાએ પ્રસ્થાનની ભેરી વગડાવી ત્યારે રાજાના સૈન્ય નીકળવાનો આરંભ કર્યો.
નવા વાદળાની જેમ ગંભીર ગર્જનાથી આકાશ મંડલને ભરનારા, સોનાનાં આભરણોથી વિજલીની જેમ ચમકનારા, મદરૂપી પાણીને ઝરાવનારા હાથીઓ ચાલ્યા. મન અને પવન સરખી તેજ ગતિવાળા, તીક્ષ્ણ ખુરથી પૃથ્વીની રેતીને ઉખાડનારા કુષ્ઠલાકાર મુખથી જોરદાર છેષારવ કરનારા ઘોડાઓ બહાર નીકળ્યાં, મંજિરા (પૈડામાં ઘૂઘરી/ઝાલર) ના અવાજથી દિશાના આંતરા પૂરનારા, વિવિધ ધ્વજપતાકાથી શોભતા, સર્વજાતનાં હથિયારોથી ભરેલા, ઉંચા રથો નીકળ્યાં. ગર્વિષ્ઠ દુષ્ટ શત્રુના સુભટોનો નાશ કરવામાં નામ મેળવનારા, તાન ચડાવનારા, ચપલ પાયદલો નીકળ્યાં. હાથીની ગર્જના-રથોનો રણકાર- ઝણકાર, ઘોડાનો વેપારવ, સુભટોનો સિંહનાદ તથા વાજિંત્રોના અવાજથી અચાનક આકાશ ફુટવા લાગ્યું. ખળભળેલા સમુદ્રના અવાજ સરખો અવાજ સાંભળી દેવધરે કંચુકીને પુછયું “શું આભ ફુટી રહ્યું છે, શું ધરતી ફાટી રહી છે ? શું કુલ પર્વતો તુટી રહ્યા છે ? શું પ્રલયકાલ આવ્યો છે ? કે જે કારણે આવો શબ્દ સંભળાય છે.
ત્યારે પરમાર્થને જાણી સવિસ્તર બીના કહી સંભળાવી. ત્યારે પરાભવથી ઉત્પન્ન ક્રોધના કારણે ફડફડતા (ફરકતા) હોઠવાળા ભવાં ચડાવી વારંવાર રૃરિ જોઈ ખુશ થનારા દેવધરે કહ્યું અરે ! જલ્દી હાથી તૈયારકરો જેથી પિતાજીની પાછળ પાછળ જાઉં, સ્નાન કરી વિલેપન અને અલંકારથી સજેલા દેહવાળો ધોળાપુષ્પોથી શોભતો ઉંચી કોલિટીના રેશમી વસ્ત્રોને ધારણ કરનારો, તડકાને રોકનારા છત્રવાળો, યમ રાજાની જીભ સરખી તલવારવાળો દેવધર હાથી હોદે ચડી રાજા પાસે ગયો, તેને આવતો દેખી રાજા વિચારવા લાગ્યો, હું ધન્ય છું કે મને આવો જમાઈ મલ્યો. દેવશ્રીએ પૂર્વે સારા કર્મ કર્યા લાગે છે. જેના ભાગ્યે આવો વર સાપડ્યો.
એ અરસામાં પગે પડી દેવધરે વિનંતી કરી.... હે રાજનું ! મદોન્મત્ત હાથીને છોડી શિયાળિયા ઉપર ક્યારેય સિંહ છલાંગ ન મારે, તેથી મને આદેશ આપો કે જેથી દુરાચારીને સબબ શિખડાવું | શિક્ષા આપું. વળી હું વાણીયો છું, એમ માની તેણે મારો દેશ લુંટ્યો છે, તેથી મારે જ ત્યાં જવાનું હોય, હર્ષથી રોમાંચિત શરીરવાળા રાજાએ કહ્યું હે વત્સ ! તું આવી વાત ના કર, હું જાતે નહિ જાઉ તો મને સંતોષ થશે નહિ, એવું જાણી દેવધર મૌન રહ્યો તો મને સૈન્યના મોખરે રહેવાની અનુમતિ આપો, હે પુત્ર ! આ સારું નથી, કારણ હું તારો વિયોગ સહી શકુ એમ નથી, અગ્ર સૈન્ય તો સાત ગાઉ આગળ નીકળી ગયું છે. દેવધરે કહ્યું હું દરરોજ શીઘ્રવાહનથી આપને પ્રણામ કરવા આવીશ. તેનો નિશ્ચય જાણી રાજાએ હા કહી. સતત પ્રયાણ દ્વારા દેશની સંધિ પાસે પહોંચ્યાં. ગુપ્તચરો પાસે તે વાત જાણી શત્રુ રાજા બોલ્યો ! કે અરે, અમારી શક્તિને નહિ જાણનારા સેનાનાં મોખરે આવનાર તે નીચજાતિના માણસને પકડો. એમ કહેતાની સાથે સઘળું સૈન્ય તૈયાર થઈ ગયું. લાંબુ વિચાર્યા વગર જ સૈન્ય સાથે તે શુત્રરાજા ત્યાં આવ્યો. તે દેખી દેવધરનું સૈન્ય જલ્દી તૈયાર થઈ યુદ્ધ કરવા લાગ્યું.