________________
મૂળશુદ્ધિ ભાગ-૧ અષ્ટપ્રકારી પૂજા
૮૫ ત્યારપછી દરરોજ જિનવંદન પૂજન સ્નાત્રયાત્રા વિ.કરતી, ગુરુજનને આરાધતી, સુસાધુ પાસે સિદ્ધાંતને સાંભળતી, સુપાત્રાદિમાં દાન આપતી, દીન, અનાથ વિ. દુઃખીજનોના મનોરથને પૂરતી સાધર્મિકોની ભક્તિ કરતી માં બાપને પ્રતિબોધ પમાડતી તેણીનાં કેટલાક દિવસો ગયા.
એક દિવસ ત્યાં મહાપુર નગરનો રાજા રિપુવિજય નો પ્રતિનિધિ આવ્યો. ઉચિત પ્રતિપત્તિ કરીને વિનંતી કરી કે હે રાજન્ ! તમારી પુત્રીના ગુણો સાંભળી, આકર્ષિત થયેલા રિપુવિજય રાજાએ તેણીને વરવા માટે મને મોકલ્યો છે. જો તમને યોગ્ય લાગતું હોય તો રાજાને તમારી પુત્રી આપો. રાજાએ પણ “એમ થાઓ એમ સ્વીકારી સત્કારીને પ્રતિનિધિને વિસર્જન કર્યો. ત્યાર પછી શુભ દિવસે મોટા સૈન્ય સાથે રત્નપ્રભાને મોકલી. અને શુભ દિવસે લગ્ન થયા. .ત્રિવર્ગને સંપાદન કરવામાં સમર્થ, સ્વભાવથી સારવાળું એવાં વિષયસુખને અનુભવતાં તેઓનો કાળ વીતવા લાગ્યો.
એક વખત કંચુકી પાસેથી “ચારશાનના ધણી વિજયસિંહસૂરિ પધાર્યા છે.” એવું જાણી તેઓ વાંદવા ગયા. વાંદીને યથોચિત સ્થાને બેઠા. ધર્મલાભ આપવા પૂર્વક આચાર્ય ભગવંત બોલ્યા કે .. જન્મ મરણરૂપ જલસમૂહવાળો. દારિદ્રરૂપી મોટા મોંઢાવાળો, સેંકડો વ્યાધિરૂપ જલચરપ્રાણિઓનાં સમૂહયુક્ત એવો આ ભવસમુદ્ર મહાભયંકર છે. આ ભવસમુદ્રમાં પોતાનાં પાપથી જ પરવશ થયેલો નરક તિર્યગ્નોના ભવોમાં ભમતો ઘણી મુશ્કેલીથી કર્મવિવરની મહેરબાનીથી મનુષ્યપણું જીવ મેળવે છે. અને મહાનુભાવો ! તમે કુલાદિયુક્ત એવો મનુષ્ય અવતાર મેળવ્યો છે, તો પ્રમાદ છોડી ધર્મમાં ઉદ્યમ કરો. I૧૩ આવી ધર્મદેશના સાંભળી રાજા અને રાણીને સંયમના પરિણામ જાગ્યા. અને સૂરિપુરંદરને વિનંતી કરી કે મોટા પુત્રને રાજ્ય સોંપી તમારા ચરણ કમળમાં ચારિત્ર સ્વીકારી હાથીનાં કર્ણ સરખા ચંચલ મનુષ્યપણાને સફળ કરીએ. ત્યાં સુધી આપ સ્થિરતા કરો.
ભગવાને કહ્યું તમે વિલંબ કરશો નહિં. તેઓ રાજમંદિર ગયા. મંત્રી વિ.ને સ્વાભિપ્રાય જણાવીને પુરંદર નામના પ્રથમ પુત્રનો રાજગાદી ઉપર અભિષેક કર્યો. મોટી શોભાપૂર્વક પાલખીમાં બેસી રાજા રાણી સૂરિ પાસે ગયા. આચાર્યશ્રીએ આગમવિધિથી દીક્ષા આપી. રત્નપ્રભા સાધ્વીની પ્રવર્તિનીને સોંપણી કરી. જયાં તે સાધ્વી ક્રિયાકલાપનો અભ્યાસ કરીને, વિવિધ તપચરણને આચરી, ગુરુજનને આરાધી, સંલેખના કરી નિરતિચાર ચારિત્રપાળી અનશન આદરી શુભધ્યાનના યોગે દેહપિંજરાને છોડી દેવલોકમાં ગઈ. એવી રીતે કલ્યાણ પરંપરાને પામી તે ધન્યા સિદ્ધ થઈ. “ઈતિ ધન્યા કથાનક સમા”
શ્રેષ્ઠ પુષ્પોના અભાવમાં અન્ય પુષ્પાદિથી કરેલી પૂજા પણ મોટા ફળને આપનારી બને છે. જોકે ઉત્તમપુષ્પાદિ સુલભ હોય તો તેનાથી જ પૂજા કરવી જોઈએ.
હવે ધૂપપૂજા બતાવે છે. ધૂપ એટલે અગ્નિના સંપર્કથી સળગી ઉઠે તેવા ચંદન-સારંગમદ મીનોગાર, અમારુ વગેરે દ્રવ્યના સમૂહના સંયોગથી ધૂપ પૂજા કરવી. ઉક્તચ... કપૂર, અગર, ચન્દન વિ. સુગન્ધિ દ્રવ્યોના સમૂહથી નિર્મિત, અગ્નિના સંપર્કથી વિકસિત થયેલ ચપલ ધૂપપટલથી દિશા ભાગોને વ્યાપ્ત કરનાર, ઘણી સુગંધથી આકૃષ્ટ ભ્રમર સમૂહથી ઘેરાયેલ, તેમજ નાસિકાને આનંદ ઉપજાવનાર એવાં ધૂપથી ધન્યજનો હર્ષથી સદા જિનેશ્વરની પૂજા કરે છે. (૧૦૧).