________________
૧૪૭
મૂળશુદ્ધિ ભાગ-૧
एयं जिणिदागमपोत्थयाणं, किच्चं दिसादसणमेत्तमुत्तं । सुसावगो सासणभत्तिमंतो, करेज्ज णाऊण जहारिहं ति ॥७०॥
એ પ્રમાણે જિનામના પુસ્તકો સંબંધી કર્તવ્યનું દિશાસૂચન કર્યું. આ કર્તવ્યોને જાણીને સુશ્રાવકો શાસન પ્રત્યે હૈયામાં વસેલી ભક્તિથી યોગ્યતા પ્રમાણે કરે II૭૦
(સાધુ કૃત્ય નામે ચોથું સ્થાન) ત્રીજામાં પુસ્તકનું કર્તવ્ય પૂર્વે કહ્યું અને તેને સાધુ મુખથી સાંભળવું જોઈએ. અને તે સાધુઓને જ વહોરાવાના હોય છે. એથી સાધુકૃત્યની પ્રરૂપણાં કરે છે.
मुणीण णाणाईगुणालयाणं, समुद्दचंदाइनिर्दसणाणं । जयं जया जाण जहाणुरूवं, तयं तया ताण तहा विहेह ॥७१॥
જ્ઞાનાદિ ગુણોનાં ભંડાર, અને જેમને સમુદ્ર - ચંદ્ર વિ. ની ઉપમા આપવામાં આવે એવાં મુનિ ભગવંતોને જ્યારે જે યોગ્ય હોય ત્યારે તે કરવું. ૭૧
શા માટે યથાયોગ્ય કરવાનું ? તેનો ઉત્તર કહે છે ? जं जोणिलक्खागहणम्मि भीमे, अणोरपारम्मि भवोवहिम्मि । कल्लोलमाला व सया भमंता, दुक्खं व सोक्खं व सयं सहंता ॥७२॥ मणुस्सजम्मं जिणनाहधम्मं, लहंति जीवा खविऊण कम्मं । महाणुभावाण मुणीण तम्हा, जहासमाही पडितप्पियव्वं ॥७३॥।
ચોરાશી લાખ યોનિથી ગહન, ભયંકર, પારવગરનાં, ભવસમુદ્રમાં તરંગોની જેમ સદા ભ્રમણ કરતા, જાતે જ સુખ-દુઃખ ઉમિયાને સહતા જીવો કર્મ ખપાવી મનુષ્ય જન્મ પછી જિનધર્મને પ્રાપ્ત કરે છે. માટે મહાનુભાવ મુનિઓને મનની સમાધિ રહે, તે પ્રમાણે વિનય વૈયાવચ્ચ કરવા જોઈએ. //૭૨૭૩
કર્મની પ્રધાનતાથી આનુપૂર્વીથી ક્યારેક શુદ્ધિને પ્રાપ્ત કરી જીવો મનુષ્યપણું મેળવે છે. જેમ મોટા સમુદ્રમાં ચપલ તરંગથી પ્રેરિત ધક્કો લાગેલ સમોલ ચાલે, વળે, સ્કૂલના પામે, દોડે છે, આમ ભમતા ભમતા ટિયોગે અકસ્માતુ ફરીથી કેમ કરીને ધૂંસરીના છિદ્રને પામે છે. તેમ ભવસાગરમાં પડેલાને મનુષ્ય જન્મ દુર્લભ છે, તેમાં પણ પછી કોઈક ધન્ય પુરુષ જ જિનધર્મને પામે છે.
વસ્તુસ્થિતિ આવી હોવાથી અચિજ્ય શક્તિવાળા સાધુ ભગવંતોને સમાધિ રહે તે રીતે વિનય વૈયાવચ્ચાદિથી વિનય બહુમાન કરવું જોઈએ.
વિનયધર્મનું મૂળ હોવાથી વિનયને કહેવાની ઈચ્છાવાળા કહે છે કે મૂળમાંથી ઝાડનો ૧. સમોલ = જોતરું ભરાવવા ધુંસરીના છિદ્રમાં નાંખવામાં આવતો લાકડાનો ખીલો.