________________
મૂળશુદ્ધિ ભાગ-૧
મૂળદેવ કથા
૧૫૫
પ્રચ્છન્ન રૂપમાં ભરત તો નથી આવ્યો ને ? તેથી મારા મનોરથો આના વિશે અવશ્ય પૂરા થશે. અન્ય પણ સંદિગ્ધસ્થાનો પૂછ્યા. તે સર્વ સંશયો દૂર કર્યા. લજ્જા પામેલો વિશ્વભૂતિ ‘મારે નાટકનો સમય થઈ ગયો છે' એમ કહી તે ઉઠી ગયો.
દેવદત્તાએ દાસીને કહ્યું હલા ! અંગમર્દકને બોલાવ, જેથી અમે બંને સ્નાન કરીએ. મૂળદેવે કહ્યું જો આજ્ઞા આપો તો હું જ તમારા અંગનું મર્દન કરી આપું. શું તમે આ પણ જાણો છો. ? જાણતો નથી પણ તેનાં જાણકાર માણસો પાસે હું ૨હેલો છુ. ત્યારે શતપાક, સહસ્રપાક વિ. તેલો આણ્યા. તેણે મર્દન કરવાનું શરું કર્યું. અપૂર્વ હાથ ફેરવવાની કલાથી દેવદત્તાનું મન જિતી લીધું. તેણીએ વિચાર્યું અહો ! કેવું જોરદાર એનું વિજ્ઞાન છે. અરે ! કેવો હાથનો સ્પર્શ છે ! તેથી આ કોઈક ગુપ્તવેશે સિદ્ધપુરુષ હોવો જોઈએ. કેમ કે આવા વામનરૂપવાળાને આવી સુંદર કલા ન હોય. તેથી આનું સ્વરૂપ ખુલ્લું કરાવું તે માટે તે તેના પગમાં પડી અને કહ્યું હે મહાનુભાવ ! અસમાન ગુણોથી તમે ઉત્તમપુરુષ જણાઓ છો. અને તમે વાત્સલ્ય અને દાક્ષિણ્યવાળા છો. તેથી તમારા આત્મસ્વરૂપને દેખાડો ? મારું હૃદય તમા૨ા દર્શન માટે ઘણું ઉત્કંઠિત બન્યું છે. વારંવાર આગ્રહ કરવાથી સ્મિત રેળાવી વેશપરિવર્તન કરનારી ગુટિકા કાઢી મૂળદેવ મૂળરૂપે પ્રગટ થયો. જે સૂર્ય જેવા તેજવાળો, કામદેવની જેમ સ્ત્રીજનોનાં મનને હરવાવાળો, ચંદ્રની જેમ માણસોના મનને આનંદ આપનાર, બુદ્ધની જેમ શાસ્ત્રોક્ત અંગવાળો, અનુપમ રૂપ લાવણ્ય અને યૌવનવાળો છે. તેને જોઈ હર્ષાવેશે તેની રોમરાજી ખીલી ઉઠી. અને તેનાં પગમાં પડી. હે સ્વામી ! આપે મહાકૃપા કરી ! ત્યારપછી જાતે જ મૂળદેવનું અંગમર્દન કર્યું. મોટી વિભૂતિથી બંને જણાએ સ્નાન કર્યું. દેવદૂષ્ય (રેશ્મી) વસ્ત્રો ધારણ કર્યા, થોડું થોડું જમ્યા અને અપૂર્વ નાટક ગાંધર્વ વિગેરે દેવદત્તાને શિખવાડ્યું. ત્યારે ફરી દેવદત્તા બોલી હે મહાભાગ ! તમને છોડી બીજા પુરુષમાં મારું મન લાગતું નથી. તેથી આ સત્ય છે.
આંખો દ્વારા કોણ નથી દેખાતું ? કોની સાથે વાર્તાલાપ નથી થતો. પણ રહસ્યભૂમિમાં આનંદ અંકુરો ઉગાડે તે મનુષ્ય વિરલા જ હોય. .(૧૩) તેથી મારા આગ્રહથી તમારે અહીં રોજ આવવાનું. મૂળદેવે કહ્યું ગુણાનુરાગી ! વિદેશી નિર્ધન શિરોમણી એવાં અમારા ઉપર રાગ કરવો શોભતો નથી. અને સ્નેહ સ્થિર રહેતો નથી. પ્રાયઃ કરીને સર્વને પણ કાર્યની અપેક્ષાએ જ સ્નેહ હોય છે. કહ્યું છે કે -
ફળ નાશ પામી જતાં વૃક્ષને પંખીઓ છોડી દે છે. સુકા તળાવને સારસો, કરમાયેલા પુષ્પને ભમરાઓ, દાઝેલા વનભાગને મૃગલાઓ છોડી દે છે. નિર્ધન પુરુષને વેશ્યા, ભ્રષ્ટ રાજાને સેવકો ત્યજી દે છે. સર્વજન કાર્યવશથી એક બીજા પ્રત્યે પ્રેમભાવ દર્શાવે છે. કોણ કોનું છે? કોણ કોને પ્યારો છે ? દેવદત્તાએ મૂળદેવને કહ્યું સત્પુરુષો માટે સ્વદેશ કે પરદેશ કારણ નથી કહ્યું છે –
‘આ દેશ આપણો અને તે પરાયો' એવું તો કાપુરુષને લાગે છે. હે પ્રિય ! જ્યાં વાણિજ્યની