________________
મૂળશુદ્ધિ ભાગ-૧ દેવધર કથા
૧૬૯ “કર્મ પરિણતિ કેવી વિચિત્ર છે, કે જેથી આ વાણિયાની છોકરી પણ રાજલક્ષ્મીને પ્રાપ્ત કરશે. અને ભોગવીને દુર્ગતિમાં જશે. તેથી આણીને પરણી લઉં જેથી આ રાજલક્ષ્મીને અને દુર્ગતિને પામે નહિ” એમ વિચારી તેને પ્રવર્તિનીને કહ્યું હે ભગવતી ! હું આણીને પરણું? ત્યારે પ્રવર્તિની બે કાન બંધ કરીને બોલી કે શ્રાવક ! અજ્ઞાનીને જેમ પૂછે છે. આ બાબતમાં અમારે કશું ન કહેવાય. અનુપયોગ બદલ દેવધરે “
મિચ્છામિ દુક્કડમ્” આપ્યો. ત્યાર પછી લક્ષ્મી પાસે ગયો. અને વિનયપૂર્વક કહ્યું કે માતા ! મને રાજશ્રી આપો. લક્ષ્મીએ કહ્યું મેં તો સાધ્વીજીને સોંપી દીધી છે. દેવધરે કહ્યું પણ સાધ્વીઓ તેણીને દીક્ષા આપશે નહિ. તેણે (લક્ષ્મીએ) કહ્યું તમે કેવી રીતે જાણ્યું ? તેણે (દવધરે) કહ્યું તેઓએ (સાધ્વીએ) જ કહ્યું છે, લક્ષમીએ કહ્યું જો એમ છે તો હું તે સાધ્વીઓને પૂછી જોઉં, તેણે કહ્યું ભલે તે પ્રમાણે થાઓ, અન્યથા ઉંધુ ન ભડાવતા લક્ષમીએ પ્રવર્તિનીને પૂછયું શું સત્ય છે. રાજશ્રીને દીક્ષા નહિ આપો પ્રવર્તિનીએ કહ્યું સત્ય છે, લક્ષ્મીએ પણ સાધ્વી પાસે જઈ ખાત્રી કરી ત્યારે લક્ષ્મીએ દરિદ્ર હોવા છતા ગુણવાળો શ્રાવક તથા આ શ્રમણ્યપુત્ર છે. અને બીજો કોઈ મહદ્ધિક નોકરાણીનો હાથ ગ્રહણ કરશે નહિ. એમ વિચારી દેવધરને રાજશ્રી આપી, કર્મ-ધર્મ યોગે તેજ ફાગણ સુદ અગ્યારસે લગ્ન લેવાયા. વિવાહ સંબંધી મંગલ કાર્યો કરતી વખતે રાજશ્રી એ પ્રમાણે ભાવના ભાવવા લાગી.
સંયમ લેવાના દઢ નિશ્ચયવાળી, એવી ભાગ્ય વિહુણીએ મારે જો અંતરાય કર્મ ન હોત તો આજે સ્વજન અને શ્રાવકજન મને દીક્ષાનો વેશ આપતા હોત. સંવિગ્નો પ્રશંસા કરતા હોત, એમ ભાવના ભાવવા લાગી. વળી લગ્ન દિવસે પીઠી ચોલતી વખતે વિચારવા લાગી આજ મારે અત્યારે દીક્ષા અભિષેકનો મહોત્સવ ચાલી રહ્યો છે. સ્વજનો સાથે સર્વ આભરણોથી સજેલી વાજતે ગાજતે અત્યારે દેરાસર ઝઈ રહી છું. માતાના ઘેર બેઠેલી વિચારે છે કે ત્રણ પ્રદક્ષિણા દઈને હવે હું ગુરુ સાથે ભક્તિથી ચૈત્યવંદન કરી રહી છું. ચતુર્વિધ સંઘસમક્ષ મને અત્યારે ગુરવડે રજોહરણ વગેરે ચારિત્ર વેશ અર્પણ કરાઈ રહ્યો છે, હવે લોચ કરાઈ રહ્યો છે. હસ્તમેળાપ વખતે વિચારે છે તેજીવ હા ! આ તે સમય છે જ્યારે તું ગુરુજનની પાછળ પાછળ બોલી સામાયિકને ગ્રહણ કરી રહી છે. ફેરા ફરતી વખતે સમવસરણમાં પ્રદક્ષિણા આપતા સમસ્ત સંઘ વાસક્ષેપ નાંખી રહ્યો છે. એમ વિચારે છે ત્યાર પછી સર્વજનો વંદન કરી રહ્યા છે. અને પછી ગુરુ મહારાજ હિતશિક્ષા આપી રહ્યા છે. અને પોતે સંવેગપૂર્વક સાંભળી રહી છે.
હા ! જીવ ! લક્ષણ વગરનો ! સર્વવિરતિ વિધાનને લેવા લલચાયેલા તને રાક્ષસ જેવા બલવાન અંતરાય કર્મે કેવી રીતે ઉપદ્રવ કર્યો ? એમ ભાવના ભાવતી રીવાજ પ્રમાણે પરણી. વિનંતી કરતા શેઠે આશ્રય સ્થાન તરીકે પોતાના વંડાના એક ભાગમાં રહેલી ઝૂંપડી આપી. પતિમાં અનુંરત રાજશ્રીને દેવધર ત્યાં લાવ્યો.
રાજશ્રી સાથે વિષયસુખ અનુભવતો રહે છે, ત્યારે શેઠને સુઝયુ કે આ મહાનુભાવ દેવધર મારો સાધર્મિક મહાસત્ત્વશાળી, ઉદાર ચિત્તવાળો અને ઘણાં ગુણોવાળો છે. તેથી આની પાસે