________________
૧૬૮
મૂળશુદ્ધિ ભાગ-૧
ભવિતવ્યતાના યોગે ત્યાં આવી. ત્યારે પોતાના વાંછિત-મનોરથ પૂરા થતાં હોવાથી ખીલેલી રોમરાજીવાળી,સંભ્રમથી ડગમગતી ઉતાવળે ચાલવા તૈયાર થયેલી, આનંદથી આંસુડાની ધારાને વરસાવતાં નયણોવાળી, તે બાળાએ ત્રિકરણ શુદ્ધિ પૂર્વક શુદ્ધ દાન (લાડુ) તેમને વહોરાવ્યું. ત્યારે પાત્ર અને ચિત્તથી (ભાવથી) શુદ્ધ એવા તે દાનથી આલોક સંબંધી વિશિષ્ટ ભોગ ફળ ઉપાર્જન કર્યું “આજે હું ધન્ય બની. પૂર્ણ બની... કારણ કે મારા હાથે આવું સરસ કામ થઈ ગયું. “એ પ્રમાણે સુકૃત અનુમોદનાથી વારંવાર તે કર્મને પુષ્ટ કર્યું” માસીએ પણ “આ ધન્ય છે,” જે નાની છોકરી હોવા છતા આવું દાન કરે છે. એમ માનીને તેણીની પ્રશંસા કરી, છતાં પણ ભરણપોષણ નહિ કરી શકવાના કારણે લક્ષ્મીએ તે કન્યા સુવ્રતા નામની પ્રવર્તિની સાધ્વીજીને સોંપી અને કહ્યું હું ભરણ પોષણ કરવાને સમર્થ નથી, જો તમને યોગ્ય લાગે તો આને ગ્રહણ કરો. પ્રવર્તિનીએ તેનો સ્વીકાર કર્યો. તેને ત્યાંજ મૂકી લક્ષમી પોતાના ઘેર ગઈ. જમવાના સમયે પ્રવર્તિનીએ કહ્યું બેટી ! તું જમી લે, તે બોલી હે ભગવતી ! આવા ભંયકર કોટીના શિયાળામાં ઠંડા પવનથી ધ્રુજતી સાધ્વીઓએ ભારે કષ્ટથી આ ભોજન લાવ્યું છે. તેને ગૃહસ્થપણામાં રહેલી હું કેવી રીતે જમું.
- પ્રવર્તિનીએ કહ્યું બેટી ! સારા દિવસે દીક્ષા આપીશું, તેથી તું જમી લે. ત્યારે રાજશ્રી જમી પ્રવર્તિનીએ તેનામાં પાપભીરુતા જોઈને કર્ણપિશાચી વિદ્યાને પૂછયું શું આ યોગ્ય છે કે નહિ? કર્ણપિશાચી વિદ્યાએ કહ્યું હજી આને દીક્ષા ન આપો.પ્રવર્તિનીએ પણ ફરી પૂછીશ, માટે મૌન રહી, એટલામાં ઉનાળો આવ્યો. ત્યારે પ્રચંડ સૂર્યના કિરણોથી તપેલી, પરસેવાથી મેલા શરીરવાળી, ભૂખ તરસથી પીડાયેલી, ગોચરીના ભારથી વ્યાકુલ બનેલી, વહોરીને પાછી ફરેલી એવી સાધ્વીને જોઈ રાજશ્રી કહેવા લાગી. “હે ભગવતી ! આવા કષ્ટથી એઓ ગોચરી લાવે છે.” તે ગૃહસ્થપણામાં હું ખાઉં તેનાથી મને ભારે આશાતના લાગે છે, માટે મને જલ્દી દીક્ષા આપો. પ્રવર્તિનીએ કહ્યું ધીરી થા. વર્ષ માત્રમાં ફાગણ સુદ અગ્યારસે તારા માટે શુભ મુહુર્ત આવે છે. એમ શાંત કરી ફરીથી વિદ્યાને પુછ્યું? વિદ્યાએ કહ્યું હજી પણ આના ભોગફળ બાકી છે.
પ્રવર્તિનીએ પણ ચૈત્ય તથા સાધુ સાધ્વીની ભક્તિ કરશે એમ માની વર્ષાકાળ સુધી મૌન રહી, ત્યારે વરસાદ પડ્યો, ત્યારે પણ તેણીના ભોગફળ બાકી છે. વિદ્યાએ કહ્યું પાંચશો પાંચ રાણીઓમાં પટરાણી થશે. પચાસ વર્ષના ભોગાવળી કર્મ બાકી છે. જિનશાસનની ઉન્નતિ કરશે એમ માની પ્રવર્તિની ઉદાસીન ભાવે રહી (આ છોકરીને છોડી દઉં ઇત્યાદિ વિચારણા કર્યા વિના તથા કોઈને જણાવ્યા વિના રાજશ્રીને પોતાની પાસે રાખી) એક દી સાધ્વીને વંદન કરવા આવેલાં દેવધરે રાજશ્રીને જોઈ, તેણે કહ્યું હજી આણીને દીક્ષા કેમ નથી આપતા ? પ્રવર્તિનીએ કહ્યું આ અયોગ્ય છે. આમ છે તો પછી અવિરતિનું પોષણ કેમ કરો છો ? શાસનની ઉન્નતિ કરનારી થવાની છે, માટે, તેણે કહ્યું કેવી રીતે ? વધારે કહેવાય એમ નથી. જયાં સુધી તમે નહિ કહો ત્યાં સુધી હું ભોજન નહિ કરું” એમ આગ્રહ કરતાં યથાવસ્થિત વાત કરી, ત્યારે દેવધરે વિચાર્યું
A
છે.