________________
૧૬૦.
મૂળશુદ્ધિ ભાગ-૧
એ અરસામાં તપથી સુકાયેલા દેહવાળા મા ખમણના પારણા માટે ગામમાં આવતા - મહાતપસ્વીને જોયા. તેમને જોઈ હર્ષ રોમ ખડા થઈ ગયા. એમ વિચારવા લાગ્યો. અહો ! હું ધન્ય છું. હું કૃતાર્થ બન્યો કે જેથી આવા દેશ કાલમાં આ મહાત્મા નિરખવા મળ્યા. તેથી ચોક્કસ મારે કલ્યાણ માર્ગ ખુલ્લો થશે. એમને વહોરાવાથી સઘળા દુઃખો ખપી જશે. આ મહાપાત્ર છે.
કારણ કે – દર્શનજ્ઞાનથી શુદ્ધ, પંચમહાવ્રતને પાલનારા, ધીર, ક્ષમા, નમ્રતા, સરલતા તથા નિસ્પૃહતાવાળા, સ્વાધ્યાય, ધ્યાન, તપ, યોગમાં મસ્ત રહેનારા, શુદ્ધ વેશ્યાવાળા, પાંચ સમિતિ અને ત્રણ ગુણિને ધારનારા, ઉપકરણ સિવાય કોઈ પણ વસ્તુની માલિકી વિનાના, ગૃહસંગથી દૂર રહેનારા એવા પાત્ર રૂપી શુભ ખેતરમાં વાવેલુ, વિશુદ્ધ શ્રદ્ધારૂપી પાણીથી સિંચાયેલું દ્રવ્યરૂપી ધાન્ય આલોક અને પરલોકમાં અનંત ફળ આપનારું બને છે. છે તેથી કાલોચિત આજ અડદ તેમને આપુ કારણ કે આ ગામ દાન આપનારું નથી. અને આ મહાત્મા તો બે ચાર ઘેર જઈ પાછા ફરી જશે, જયારે હું તો બે ત્રણવાર ફરીફરીને મેળવી લઈશ. અને બીજા ગામ પણ નજીક છે. તેથી આ સર્વ એમને આપી દઉં. પ્રણામ કરી અડદ મુનિ ભગવંતને આપ્યા. સાધુએ પણ તેના પરિણામની વૃદ્ધિ અને દ્રવ્યાદિની શુદ્ધિ જાણી હે ધર્મશીલ! થોડુ આપજે. એમ કહી પાત્ર ધર્યું. તેણે પણ વધતા ભાવે સર્વ આપી એમ બોલ્યો - “ધન્ય પુરુષોનાં અડદો સાધુનાં પારણા માટે થાય છે.”
એ અરસામાં આકાશમાં રહેલી ઋષીની ભક્તિ અને મૂળદેવની ભક્તિથી ખુશ થયેલી દેવીએ કહ્યું કે પુત્ર મૂળદેવ ! તે સારું કર્યું ! તેથી આ ગાથાના ઉતરાર્ધથી જે તને ગમે તે માંગ ! હું તને સર્વ આપીશ. ત્યારે મૂળદેવે કહ્યું જો આ પ્રમાણે છે “તો દેવદત્તા વેશ્યા, હજાર હાથી અને રાજ્ય આપો.” (૨૦)
દેવતાએ કહ્યું તું નિશ્ચિત રહે. આ ઋષિના ચારિત્રના પ્રભાવે ટુંકા ગાળામાં જ તને સર્વ મળી જશે. મૂળદેવે કહ્યું હે ભગવતી હા આમ જ થશે ! તે દેવી ઋષિને વાંદી પાછી ફરી. સાધુ પણ ઉદ્યાનમાં ગયા. મૂળદેવને પણ બીજી ભિક્ષા મળી ગઈ. જમીને બેન્નાતટ ચાલ્યો. અનુક્રમે ત્યાં પહોંચ્યો. - રાત્રે મુસાફરખાનામાં સુઈ ગયો. છેલ્લા પહોરે સ્વપ્ન દેખ્યું કે નિર્મલ પ્રભાવથી જીવલોકને પ્રકાશિત કરનારો પૂર્ણચંદ્ર મોઢા દ્વારા પેટમાં પ્રવેશ્યો.
એક ભિક્ષુકે પણ એજ સ્વપ્ન જોયું અને તેણે ભીખ માંગનારા ભિક્ષુઓને કહ્યું, ત્યારે એક જણાએ કહ્યું તે સારું સ્વપ્ન જોયું છે. જેથી તું ઘી ગોળથી ભરેલો પુડલો મેળવીશ તેણે પણ કહ્યું આ પ્રમાણે છે. આ લોકો સ્વપ્નના પરમાર્થને જાણતા નથી. એથી મૂળદેવે કહ્યું નહિ. કાપેટિકે - ભગવા વસ્ત્ર ધારી ભિક્ષુએ ઘરરૂપે તણાયેલા તંબુમાંથી તેવોજ પુડલો મેળવ્યો. અને તે તુષ્ટ થયો. ભિક્ષુઓને કહ્યું.