________________
મૂળશુદ્ધિ ભાગ-૧
દેવધર કથા તેને કહ્યું ચલો રાજા બોલાવે છે.ત્યારે અરે ! રાજા કેમ બોલાવે છે. ખરેખર તે પુરુષ મર્યો નહિ હોય. એવી શંકાવાળો રાજા પાસે ગયો. રાજાએ મૂલ્યવાન આસન આપ્યું. મોટી ભક્તિથી સન્માન કરી કહ્યું કે તમારી બેન અમને આપો. તેણે વિચાર્યું આ તેજ રાજા હોવો જોઇએ એથી કાર્ય પરમાર્થને જાણી બહેન આપી અને પરણાવી. તેને પણ મહંત તરીકે રાખ્યો. ત્યાર પછી રાજાએ તે રાણીના મોઢેથી ચોરેલા બધા આભરણ, વસ્ત્ર કઢાવી લીધા, રાજા હવે કાંઈ બાકી નથી ? તેણીએ કહ્યું હે દેવ ! આટલું જ છે. ત્યારે અનેક રીતે હેરાન કરી તે ચોરને દેહાંત દંડ આપ્યો. એ પ્રમાણે સાધુએ પણ ગુણલાભ થાય ત્યાં સુધી દેહનું પાલન કરવું. તેના અભાવે સંલેખના અનશન વિ.થી નિગ્રહ કરવો જોઈએ. આ પ્રસંગથી કહ્યું.
મૂળદેવ પણ ઉદાર રાય લક્ષ્મી અનુભવી છેલ્લે ગૃહસ્થ ધર્મપાળી દેવલોકમાં ગયો. આ પ્રમાણે આલોક સંબંધી સાધુ દાન ફળનું દષ્ટાન્ત પૂર્ણ થયું. ૨૪ “મૂળદેવ કથાનક સમાપ્ત”
આદિશબ્દથી દેવધર, દેવદિત્ર, અભિનવ શ્રેષ્ઠી વિ. દાખલાઓ જાણવા. તેમાં દેવધરની કથા આ પ્રમાણે છે.
(દેવધર કથાનક છે આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં કલિંગદેશમાં રમ્યતા વિ. ગુણોથી દેવનગરીને ઝાંખી પાડે એવી કાંચનપુરી નામે નગરી છે. ત્યાં ભારે પરાક્રમથી અભિમાની, શત્રુસમૂહનો નાશ કરનાર, સર્વ ભૂમિ ઉપર પ્રેમ રાખનારો રૂપાદિ ગુણોથી ઈંદ્રને ઝાંખો પાડનાર, ભામંડલ નામે રાજા છે. પોતાની છાયાની જેમ હંમેશને માટે અનુસરનારી કીર્તિમતી નામે રાણી છે. આ બાજુ તે નગરમાં ત્યાં મહાજનમાં મુખ્ય સુંદર નામે શેઠ છે. તેને સુંદરી નામે સ્ત્રી છે. તેણીને ઉત્પન્ન થયેલા સંતાનો મરી જ જાય છે. અનેક ઉપાયો કરવા છતાં એક પણ જીવતો નથી. એક વખત માનસિક દુઃખથી પીડાયેલી તે વિચારવા લાગી.
મારા જન્મને ધિક્કાર હો, દુઃખ પ્રચુર મારા નિષ્ફળ પ્રસવને પણ ધિક્કાર હો. જે કારણે અપુણ્યશાળી મારે એક પણ સંતાન જીવતો રહેતો નથી. ખરેખર બીજા જન્મમાં મેં કોઈકના રત્નો વિ.હરણ કર્યા હશે. તેથી મારા સંતાનો વિના નિમિત્તે મરી જાય છે. અતિ હર્ષના વશે જે કાંઈ અકાર્ય કર્યા હોય તેઓને આવો દુસ્સહ વિપાક જલ્દી ઉદયમાં આવે છે.
એ પ્રમાણે ચિંતાતુર થઈ તે વેળાએ તેણીની પ્રિયસખી દેશાવર ગયેલા સૂરપાલ રાજપુત્રની સ્ત્રી પ્રિયમતી ત્યાં આવી. હે સખી ! તું ઉદાસ કેમ દેખાય છે ? સુંદરીએ કહ્યું પિતા, માતા, ભાઈ બહન, પત્ની પુત્ર વિ. માટે કાંઈક રહસ્ય રખાય છે. પણ બેનપણીથી કાંઈ પણ છુપું રાખવાનું હોતું નથી. તે બેન ! સંતાનનું મરણ મારા મોટા ખેદનું કારણ છે. પ્રિયમતીએ કહ્યું હે સખી ! જન્માંતરમાં જે કર્મ જે રીતે ઉપાર્જન કર્યું હોય તે પ્રમાણે ભોગવવું જ પડે એમાં કોઈ સંદેહ નથી. તું સંતાપ ના કરીશ. મારો પતિ મને ગર્ભવતી મૂકી પરદેશમાં ગયો છે. તેથી