________________
૧૬૪
મૂળશુદ્ધિ ભાગ-૧ ( નિધૃણશર્મા પણ “મૂળદેવ રાજા થયો છે” એવું સાંભલી બેન્નાતટ આવ્યો. રાજાએ જોયો તેથી લોક વ્યવહાર, ભય, લજ્જા (શરમ) દાક્ષિણ્ય, ત્યાગ સ્વભાવ આ પાંચ જેમાં નથી તેની સાથે સંબંધ ન જોડવો. એમ વિચારી જે ગામની ભક્તિ જોવાઈ નથી એવું ગામ આપ્યું. આપની મહેરબાની એમ કહી તે ગામ ભણી ગયો.
કોઈક વખતે નગર દરરોજ ચોરો વડે ચોરાવા લાગ્યું. આરક્ષકો ચોરનું પગલુ પણ પકડી શકતા નથી. ત્યારે રાજાએ વિચાર્યું. મારું શહેર પણ અનાથની જેમ ચોરતું હોય તો મારો પુરુષાર્થ પાંડિત્ય બુદ્ધિ વિ. નકામી છે. હું તો આ સર્વ કાર્યમાં હોંશીયાર છું, તેથી મારી નગરી લુંટનાર ચોરોની ભારે ધિક્કાઈ કહેવાય. એમ વિચારી નીલ વસ્ત્ર પહેરી ચોરની તપાસ માટે રાત્રે નીકળી પડ્યો. નગરીના શંકાશીલ સર્વ ઠેકાણે ફરી ઘણો જ થાકી ગયેલો શૂન્ય દેવકુલમાં એક ઠેકાણે સુઈ ગયો.
એ અરસામાં મંડિક નામનો મોટો ચોર આવ્યો. પગથી આને ઉઠાડ્યો, રે ! તું કોણ છે ? મૂળદેવે કહ્યું હું ભીખારી છું. જો એમ છે તો ચાલ મનુષ્ય કરું (મનુષ્ય સુખ અપાવું) આપની કૃપા ! બંને એક શેઠિયાના ઘેર ગયા. ખાતર પાડીને “મંડિકે ઘણું ધન કાઢ્યું. અને મૂળદેવના માથે ઉપડાવ્યું. માર્ગે ચલાવ્યો અને પોતે હાથમાં તલવાર લઈ તેની પાછળ ચાલ્યો. જીર્ણ બાગમાં ગયા. ભૂગર્ભના દ્વારને ખોલી અંદર પેઠો ત્યાં તેની રૂપાળી જુવાન બહેન રહે છે. ચોરે બહેનને કહ્યું મહેમાનના પગ ધો. તે પણ કુઆના કાંઠે રહેલા સુંદર આસન ઉપર મૂળદેવને બેસાડી પગ ધોવા લાગી. ત્યારે અત્યંત કોમલ ચરણ સ્પર્શ અનુભવતી આ કોઈક શ્રેષ્ઠ પુરુષ હોવો જોઈએ. એ પ્રમાણે વિચારીને તેના સર્વાગ જોયા. તેથી તેનાં ઉપર ઘણો રાગ થવાથી ઇશારો કરી ધીરે ધીરે કહ્યું કે બીજા જે માણસો અહીં આવે છે તેમને પગ ધોવાના બહાને કુઆમાં હું નાંખી દઉં છું. પણ તમને નહિ નાખુ. તેથી મારા ઉપરોધથી જલ્દી અહીંથી ખસી જાઓ. નહિ તો આપણા બંનેનું બગડશે. તેથી અવસર જાણી રાજા જલ્દી નીકળી ગયો. બહેન પણ પોતાની ભૂલના ભયથી રોવા લાગી. અરેરે આ માણસ તો નાઠો ! નાઠો ત્યારે ધન છુપાવવાનું પડતુ મુકી તલવાર લઈ મંડિકે પીછો કર્યો. રાજા પણ ચોરને નજીક આવતો જાણી નગરના ચાર રસ્તે રહેલાં મોટા થાંભલાને બરોબર પુરુષની જેમ વચ્ચે કરી પોતે નાશી ગયો. મંડિક પણ ક્રોધથી ઘેરાયેલાં નયણવાળો હોવાથી “તે પુરુષ છે” એમ જાણી તીક્ષ્ણ તલવારથી થાંભલાના બે ટુકડા કરી ઘેર ભાગી ગયો. ચોર જડી ગયો એથી રાજાને પણ હૃદયમાં શાંતિ થઈ. અને રાજમહેલમાં ગયો.
સવારે રાજવાટિકાના બહાને તેને જોવા નીકળ્યો. ઘણાં પટ્ટાઓથી વીંટળાયેલી જંઘાવાળો, થોરની લાકડીવાળો, ધીરે ચાલતો, અર્ધા ખુલેલા મુખવાળો,દરજીની દુકાને સીવવાનું કામ કરતો, મંડિકને રાજાએ દેખ્યો. રાત્રે દવાનાં અજવાળામાં જોયેલો હોવાથી ઓળખી લીધો. ઘેર આવી ફલાણા દરજીને બોલાવા માટે કોટવાલને મોકલ્યો.