________________
મૂળદેવ કથા
૧૫૯
મૂળશુદ્ધિ ભાગ-૧ કહ્યું છે કે
સકલ જગતના મસ્તકે રહેલા દેવ અસુર વિદ્યાધરથી ગવાયેલા પ્રતાપવાળો સૂર્ય પણ ભાગ્યવશે રાહુ ગ્રહ કલ્લોલનો કોળીયો બને છે. (સૂર્યગ્રહણ થાય છે.)
-
સાગર, સરિતા, સરોવર ભરાય છે ને ખાલી થાય છે. ધની, ધનવાન, સૂર્ય, દિવસો, અને દેવોની પણ એક સરખી દશા હોતી નથી. અહીં હંમેશ માટે કોણ સુખી ? લક્ષ્મી કોની થઈ છે ? સ્નેહ સંબંધો કોના સ્થિર રહ્યા છે ? કોની ભૂલ નથી થતી ? તુંજ બોલ ભાગ્ય કોને હેરાન પરેશાન નથી કરતું ? અર્થાત્ કરે છે, એમ વિચારી તેણે મૂળદેવને કહ્યું તું આવી અવસ્થામાં આવ્યો છતાં અત્યારે તને છોડી મુકુ છું. તેથી મારી જો આવી અવસ્થા આવે ત્યારે છોડી દેજે.
ત્યારે દુભાયેલા મને વિચારવા લાગ્યો. હતતેરી જો ! આને મને કેવો છેતર્યો. અને વિચારતો વિચારતો નગર બહાર ગયો. સરોવરે ન્હાયો. પેટ પૂજા કરી, તેથી પરદેશ જાઉં અને આનું ખોટુ કરવાનો ઉપાય કરું.”
એમ વિચારી બેન્નાતટ ભણી ચાલ્યો. ગામ, નગર વિગેરેમાંથી જતા જતા બાર યોજન લાંબુ વન આવ્યું. જો કોઈ માત્ર વાત કરવાવાળો મળી જાય તો અનાયાસે વન પારપામી જવાય. એમ વિચા૨ ક૨તો બેઠો છે. ત્યારે ભાથાની પોટલી સાથે એક બ્રાહ્મણ ત્યાં આવ્યો. તેણે પૂછયું ઓ ! ભટ્ટજી તમે કેટલા દૂર જવાના છો. બ્રાહ્મણે કહ્યું વનને પેલે પાર વીરનિધાન નામે સ્થાન છે ત્યાં જવાનુ છે. ઓ ભાઇ ! આપણે બંને સાથે જઈએ. ત્યાર પછી બંને નીકળ્યા. મધ્યાહ્ન સમયે જતાં-ચાલતા એવા તેઓએ તળાવ જોયું, હાથ-પગ ધોઈ તળાવની પાળી ઉપર રહેલા ઝાડની છાયામાં બેઠા. બ્રાહ્મણે પણ ભાથાની પોટલી છોડી વાટકામાં ચણા કાઢ્યા. પાણીથી ભીના કરી ખાવા લાગ્યો. મૂળદેવ વિચારવા લાગ્યો. બ્રાહ્મણ તો આવા ભૂખડી બારશ (ભૂખ્યા ડાંસ) જેવા હોય તેથી પોતે ખાધા પછી મને આપશે. ભટ્ટ તો ખાઈને પોટલી બાંધી રવાના થયો. મને ઢળતા પહોરે આપશે... એમ વિચારી તેની પાછળ ચાલ્યો. ત્યારે પણ તે એકલો જ જમ્યો. પણ મૂળદેવને આપ્યુ નહિં. કાલે આપશે, એવી આશાએ ચાલે છે. રાત પડી ત્યારે એક બાજુ બંને સુઈ ગયા. સવારે પાછા ચાલવા લાગ્યા. બપોરે જ્યારે થાક્યા પણ બ્રાહ્મણ તો એકલોજ ખાવા લાગ્યો. ત્રીજા દિવસે મૂળદેવે વિચાર્યુ કે હવે તો જંગલ લગભગ પુરું થવા આવ્યુ છે. તેથી આજે તો મને જરૂર આપશે. પણ તેને આપ્યુ નહિં. જંગલ પાર થઈ ગયું. તેથી બંનેના માર્ગ જુદા પડી ગયા. બ્રાહ્મણે કહ્યું આ વાટ તમારી છે, અને આ મારી. આના પ્રભાવે હૈં જંગલ ઉતર્યો એમ વિચારી મૂળદેવે કહ્યું કે ભટ્ટ ! મારું નામ મૂળદેવ છે. તારા પ્રભાવે હૈં વન પાર પામ્યો છું. તેથી મારાથી કોઈ કામ સ૨ી શકાતુ હોય તો બેન્નાતટ આવજો. ભાઈ ! તમારુ નામ શું છે ? ભટ્ટે કહ્યું સદ્ધડ નામ છે. લોકોએ નિષ્ઠશર્મા પ્રસિદ્ધ કર્યુ છે. મૂળદેવે કહ્યું મારું કામ પડે તો બેન્નાતટ આવજો. એમ કહી તે બેન્નાતટ ભણી ચાલ્યો. અને ભટ્ટ પોતાના ગામ ભણી ચાલ્યો. મૂળદેવે વચ્ચે વસતિવાળું સ્થાન દેખ્યુ. અને ભિક્ષા માટે ગામમાં પ્રવેશ કર્યો. આખા ગામમાં ભમ્યો. ત્યારે હલકા અડદ મલ્યા. બીજું કાંઈ ભોજન મળ્યું નહિં. જલાશય તરફ ચાલ્યો.