________________
૧૫૪
મૂળદેવ કથા
મૂળશુદ્ધિ ભાગ-૧ રૂપવાળો છતાં અદ્ભુત લાવણ્યવાળો તેને દેખી દેવદત્તા વિસ્મય પામી અને આસન અપાવ્યું. તે બેઠો અને તંબોલ આપ્યું માધવીએ પોતાનું રૂપ દેખાડી રસ્તાની વાત કહી, તેથી દેવદત્તા ઘણી વિસ્મય પામી. તેની જોડે વાતની શરૂઆત કરી. મૂળદેવે મધુર વિદગ્ધ ઉક્તિઓથી તેણીનું હૃદય આકર્ષી લીધું.
કહ્યું છે કે – નમવામાં કુશલ, મશ્કરી કરવામાં ચતુર, મીઠી સુંદરવાણીની આદતવાળો/ લીલાવાળો એવો હોંશીયાર પુરુષોનો આલાપ પણ કામણ છે, એથી બીજાને વશ કરવા જડીબુટ્ટી વિ. મૂળીયાની તેમને જરૂર નથી. (૨૮૩)
એ અરસામાં ત્યાં એક વીણાવાદક આવ્યો. તેણે વીણા વગાડી ખુશ થઈ દેવદત્તાએ કહ્યું કે વીણાવાદક ! સરસ સરસ તારી કલા સુંદર છે. ત્યારે મૂળદેવ બોલ્યો વાહ ! ઉજૈનીના માણસો બહુ હોંશીયાર છે કે જેઓને સારા નરસાના ભેદની ખબર પડે છે. દેવદત્તાએ કહ્યું એમાં શું ખામી છે ? તેણે કહ્યું વાંસ જ અશુદ્ધ છે અને તંત્રી ગર્ભવાળી છે. અને તેને કહ્યું કેવી રીતે જાણ્યું? તેણે કહ્યું હું જાણું છું તેણે વીણા આપી. તંબુરો લઈ વાંસમાંથી પત્થર અને તારોમાંથી વાળ કાઢ્યો. અને બરાબર કરી જાતે વગાડવાનું શરૂ કર્યું. પરિવાર સાથે દેવદત્તાનું મન પરાધીન વશ કરી દીધું. હંમેશ માટે રમત સ્વભાવવાળી, બાજુમાં રહેનારી, લટકતા કાનવાળી, હાથિણી પણ ધૂણવા લાગી, ઘણીજ આશ્ચર્ય પામેલી દેવદત્તા અને વીણાવાદક કહેવા લાગ્યો. આ તો ગુપ્તવેશી બ્રહ્મા જ લાગે છે. તેના પગમાં પડી તે વિનવવા લાગ્યો સ્વામી ! હું તમારી પાસે વિણા કલા શીખીશ. મૂળદેવે કહ્યું મને બરાબર આ કલા આવડતી નથી. આનો પાર પામેલા પુરુષો આને બરોબર જાણે છે. દેવદત્તાએ કહ્યું કે કોણ છે ? તમે તેણે ક્યાં દીઠા ? મૂળદેવે કહ્યું પાટલીપુત્રમાં વિમસેન નામે કલાચાર્ય છે. તેમનાં પડખા સેવનાર હું મૂળદેવ છું.
એ અરસામાં વિશ્વભૂતિ નામે નાટ્યાચાર્ય આવ્યો. દેવદત્તાએ કહ્યું આખુ ભરત નાટક આને મોટું છે. આ મોટો સૂત્રધાર છે. મૂળદેવે કહ્યું વાત સાચી છે. આની આકૃતિ જ વિજ્ઞાનના અતિશયોને કહી બતાવે છે. ભરત નાટક સંબંધી વિચાર ચાલુ કર્યો ત્યારે વામન રૂપ દેખી મૂળદેવનો વિશ્વભૂતિ તિરસ્કાર કરવા લાગ્યો. મૂળદેવે વિચાર્યું આ તો પંડિતાઈનો ગર્વ રાખે છે. તેથી આને શિક્ષા કરું.
ત્યારે ફરી પૂછ્યું. “ફલાણા ફલાણાનો અવિરોધ કેવી રીતે ઘટે?” તેણે જેમ તેમ કાંઈક જવાબ આપી દીધો, ત્યારે મૂળદેવે કહ્યું આવા જ્ઞાનનું તું અભિમાન કરે છે? ત્યારે પેલો વિશ્વભૂતિ ચૂપ થઈ ગયો.
દેવદત્તાએ મૂળદેવને કહ્યું કે મહાભાગ્યશાળી ! તારા વડે સુંદર કહેવાયું, પરંતુ આ આ પ્રમાણે જ છે. પણ આનો બીજો કોઈ પરિહારનો ઉપાય જ નથી. મૂળદેવે કહ્યું પરિહાર કોણ કરે છે ? આવો પ્રશ્ન હોય તો ફલાણું આ પ્રમાણે અને ફલાણું આ પ્રમાણે હોય છે. બસ બીજી વાત જ ક્યાં છે. તેથી ખુશ થયેલી દેવદત્તા આ પ્રમાણે વિચારવા લાગી. શું આ