________________
૧૫૨
असणाइणं दाणेणं इहई भोगसंपया । इट्ठा दिट्ठा य दिट्ठता मूलदेवाइणो बहू ॥ ८५ ॥ परलोगम्मि सत्थाहो धणो गामस्स चिंतओ । सेयंसो चंदणा दोणो संगमो कयउन्नओ ॥८६॥
મૂળશુદ્ધિ ભાગ-૧
અશનાદિનું દાન આપવાથી આલોકમાં ઈષ્ટભોગ સંપદા પ્રાપ્ત થાય, તેનાં વિષે મૂળદેવ વિ. ઘણાં દાખલા મળે છે.
પરલોક સંબંધમાં ધનાસાર્થવાહ (આદિજિનનો જીવ) નયસાર (ગ્રામચિંતક) શ્રેયાંસકુમાર, ચંદના આ બંનેને પરલોક રૂપે મુક્તિપદની પ્રાપ્તિ થઈ. દ્રોણ નામનો નોક૨, સંગમક (શાલિભદ્રનો જીવ) કૃતપુણ્ય ઈત્યાદિ દાખલાઓ છે.
ભાવાર્થ કથાઓથી જાણવો. ત્યાં પહેલાં મૂળદેવની વાર્તા કહે છે.
મૂળદેવ કથાનક
પાટલિપુત્ર નામે નગર છે. જાણે કે જે મનોહરતાનો સંકેત સૂચવે છે, લક્ષ્મીનું જાણે કુલઘર છે. સર્વકુશલ આચાર (રિવાજ)નું મંદિર, વિવિધ વિલાસનું રહેઠાણ, સજ્જન પુરુષો રૂપી રત્નોની ખાણ, ધર્મનુંઘર, સઘળી વિદ્યાની ઉત્પાદ ભૂમિ છે.
ત્યાં સર્વકલામાં કુશલ, વિજ્ઞાન, રૂપ લાવણ્ય, વર્ણ અને યૌવનવાળો, દક્ષ, વિનીત, સરલ, ત્યાગી, કૃતજ્ઞ, ગુણાનુરાગી, પંડિત, વિદગ્ધ, પ્રિયવાદી, શોભાવાળો સૌભાગ્યશાળી, દીન દુ:ખીઓ ઉ૫૨ વાત્સલ્યવાળો, જુગારનો વ્યસની, ચોરીમાં આસક્ત, મહાધૂર્ત, સાહસિક મૂળદેવ નામે ચતુર રાજકુમાર છે.
કહ્યું છે.. મનોહર કલાઓથી સુંદર, સોળે કલાએ ખીલેલા ચંદ્રસમો મૂળદેવ ત્યાં વસે છે. જે વિદ્વાનોની વચ્ચે મહાવિદ્વાન, ધર્મીઓને વિષે ધર્મમાં રત રહેનાર, રૂપવાનો મધ્યે કામદેવ, શ્રમણો મધ્યે શ્રમણ, માયાવીયો મધ્યે માયાવી, ચોરોની વચ્ચે મહાચોર, જુગારીઓ મધ્યે મોટો જુગારી, સરલસ્વભાવી માણસો પાસે સરલ, દીનકૃપણ ઉપર કૃપાવાળો, ધુતારાઓની વચ્ચે મોટો ધુતારો, સાહસિકો મધ્યે મહાસાહસિક, જેમ દ્રવ્યોના આધારે દર્પણના રૂપ બદલાય છે એ પ્રમાણે જેવાની જોડે મળે તેવો મૂળદેવ બની જાય છે.
અનેક કુતુહલોથી લોકને આશ્ચર્યમાં નાંખતો જુગારમાં મસ્ત બનીને મરજી મુજબ ત્યાં હરેફરે છે. જુગારનો વ્યસની હોવાથી બાપે ખખડાવ્યો, તેથી નગરથી નીકળી ગયો.
ત્યાંથી તે શ્રેષ્ઠ ઉજ્જૈની નગરીમાં ગયો.
જે નગરીમાં કલંક માત્ર ચંદ્રમાં છે. ચંચલતા માત્ર રતિના ઝઘડામાં છે. કરનું ગ્રહણ વિવાહમાં જ છે એટલે ત્યાં કોઈ જાતનું પ્રજા ઉ૫૨ (ટેક્સ) કરવેરો નથી. માણસ માત્ર સ્વપ્નમાં જ ઠગાય છે. વિભમ્ર માત્ર કામી સ્રીઓમાં જ છે. વિગ્રહ, નિપાત અને ઉપસર્ગનું દર્શન માત્ર શબ્દ શાસ્ત્રોમાં જ થાય છે.
જેમાં પોતાના બાહુબલથી સર્વ અભિમાની શત્રુ રાજાઓને જેણે દબાવી દીધા છે. અને જેનો દશે દિશામાં પ્રકાશ ફેલાયેલો છે. તેમજ અર્થીજનોની આશાપૂરવામાં કલ્પવૃક્ષ સમાન