________________
મૂળશુદ્ધિ ભાગ-૧
૧૫૧
શુદ્ધ, બેંતાલીસ દોષથી રહિત પ્રાસુક= નિર્જીવ અને સાધુને જે વસ્તુ કલ્પ્ય હોય તેમજ સ્વયં - જાત માટે લાવેલું પાની વિ. વસ્તુઓથી અવસરે ઘેર પધારેલાં સાધુજનોને શ્રદ્ધાથી ધન્ય પુરુષો સન્માન કરે.
દાન સર્વ પ્રયોજન ને સિદ્ધ કરનાર છે.
કહ્યું છે કે - તરસ્યાને પાણી, ભૂખ્યાને ભોજન, માર્ગમાં રથ, થાક લાગતા શય્યા, પાણીમાં નાવડી, રોગમાં અસરકારક દવા, વિદેશમાં મિત્ર, તાપમાં છાયા, ઠંડીમાં અગ્નિ, ભયમાં રક્ષણ, અંધકારમાં પ્રકાશ તેની જેમ સામે આવી પડતા ભયવાળા આ ભવ (સંસાર)માં રખડતા પ્રાણીઓને દાન ચિંતામણી સમાન છે.
દાનભૂતને વશ કરે છે, સૌભાગ્યને પ્રગટાવે છે. વિઘ્નોનો નાશ કરે છે. યશ ફેલાવે છે. સ્વર્ગ - મોક્ષને આપે. બીજું પણ મનમાં જે જે છે તે બધુ દાન આપે છે. ત્રિભુવનમાં દાન સમાન કોઈ ચિંતામણિ મણિ નથી.
આદિ શબ્દથી સૂચન કરાયેલી વસ્તુઓ ગ્રન્થકાર પોતે જ જણાવે છે. असणं खाइमं पाणं साइमं भेसहोसहं ।
वत्थं पडिग्गहं चेव रओहरण कंबलं ॥८३॥
અશન, ખાદિમ, પાન, સ્વાદિમ દવા વસ્ત્ર પાત્ર ઓઘો અને કાંબલી.
કહ્યું છે કે - અશન, ભાત, સાથવો, મગ, જગારી, ખાજા, ખીર, સૂણ, ખાખરા, વિ. અશન કહેવાય છે.
ભૂંજેલા ચણા ગઉવિ., ગોળથી સંસ્કૃતદાંતણ વિ., ખજૂર નાલિયેર દ્રાક્ષ વિ., કાકડી, કેરી, પનસ વિ. અનેક જાતના ખાદિમ છે.
રાબ, જવ વિ. નું ધોવણ, અનેક જાતની મદિરા વિ., સર્વજાતનું પાણી, કાકડી વિ.ના રસથી મિશ્રિત પાણી આ બધું પાનમાં આવે છે.
દાંતણ, અનેક જાતના નાગરવેલના પાન, સોપારી, ઇલાયચી વિ. તંબોલ, તુલસી સુરસા (તુલસીના પાન આવે છે.) અજમો, જેઠીમધ, પિપર, સુંઠ વિ. સ્વાદિમ છે. ભેષજ - અનેક દ્રવ્યથી તૈયાર થયેલ, નારંગીનો અર્ક વિ., અથવા કોઈપણ જાતનું પથ્ય, ઓસડ એક જ દ્રવ્યથી તૈયાર થયેલ.
पीढगं फलगं चेव सेज्जा संथारगं तहा ।
धम्मोवगरणं णाणा णाणाईण पसाहणं ॥८४॥
આસન, પાટ, શરીર પ્રમાણ તે શય્યા અને અઢી હાથ પ્રમાણ સંથારો જે ઉનનો હોય છે, તેવા પ્રકારના બીજા પણ ધર્મનાં ઉપકરણ તેમજ જ્ઞાનાદિના સાધન હોય તે સાધુને આપવા જોઈએ II૭૯-૮૪ (આમ ૬ ગાથાનો અર્થ થયો.)
હવે દાન દેનારને આલોકને પરલોક સંબંધી જે ફળ મળે છે તેના વિષેના દ્રષ્ટાંતો ગાથાવડે કહે છે.