________________
૧૪૬
મૂળશુદ્ધિ ભાગ-૧
આગમ વિહાણેણં - જે શાસ્ત્ર વાંચવાનો ગૃહસ્થને અધિકાર હોય તેજ શાસ્ત્ર તેઓ વાંચે, નહિ તો આશા ભંગ, અનવસ્થા - એક ને દેખી બીજો ત્રીજો એમ બધા વાંચવા માટે, તેથી વ્યવસ્થા (મર્યાદા) પડી ભાંગે. મિથ્યાત્વ વિરાધના વિ. મહાદોષ ઉભો થાય. આજ્ઞાભંગથી ધર્મનો પણ અભાવ થાય.
કહ્યું છે કે – આજ્ઞાથી જ ચારિત્ર ટકે છે. આજ્ઞાનો ભંગ થતા બધુ નાશ પામે છે, આજ્ઞાને ઓળંગનારો કોના આદેશને માનવાનો હતો ?
તથા અધિકારીએ જ ધર્મ કરવો અનધિકારીને આજ્ઞાભંગ થવાથી ધર્મદ્વારા દોષ જ ઉભા થાય. કારણ ધર્મ આજ્ઞાથી (પ્રતિબદ્ધ) વણાયેલો જ છે. આજ્ઞા અભાવે ધર્મ જ નથી.
અનવસ્થા: એકે અકાર્ય કર્યું તેનો આધાર લઈ બીજો કરે. લોકો શાતા (અનુકુલતા)નાં રાગી હોવાથી બધા તેમ કરતા સંયમતપ પૂર્વક ગુરુ પાસે શ્રુતગ્રહણની પરંપરા ટૂટી ભાંગે, તેથી સંયમ તપ પણ કોઈ ન કરે.
કહેવા પ્રમાણે ન કરવાથી મિથ્યાત્વ લાગે છે.
જે કહેલા પ્રમાણે નથી કરતો તેનાથી બીજો કોણ મિથ્યાત્વી છે? કારણ કે તે બીજાને શંકા જગાડવાથી મિથ્યાત્વને વધારે છે.
દેવતાદિથી ઉપદ્રવ (વિરાધનાને) પામે છે. ઉન્માદ - મગજ ખસી જાય અથવા તો લાંબા સમયની માંદગી આવે. અથવા સર્વજ્ઞ પ્રભુએ પ્રરુપેલાં ધર્મથી ભ્રષ્ટ થાય છે.
મુસ્લીમ વગેરે દ્વારા ધમાલ - હુમલા, લડાઈ ઈત્યાદિ ઉપદ્રવ પ્રસંગે મોટા પ્રયત્નોથી - આદરથી પેટી દાભડા વિ.માં સુરક્ષિત સ્થાને મૂકીને પુસ્તકોનું રક્ષણ કરવું જોઈએ.
अन्नेसि भव्वसत्ताणं जहाथामं पगासए । सव्वं वावारमुज्झित्ता कुज्जा सज्झायमुत्तमं ॥१८॥
અન્ય ભવ્ય પ્રાણીઓને યથાશક્તિ સમજાવવું જોઈએ. ઘરનાં સર્વ કાર્ય (ગૌણકરી) છોડીને ઉત્તમ સ્વાધ્યાય કરવો જોઈએ. કારણ સ્વાધ્યાયથી પણ આગમની ભક્તિ થાય છે. I૬૮
જેથી કરીને શ્રાવક વર્ણકમાં કહ્યું છે તેનું વિવેચન કરવું. पुव्यरत्ताऽवरत्तम्मि चिंतेज्जा पणिहाणवं । भावेज्जा भावणासारं परं अप्पाणमेव य ॥१९॥
“હે દેવાનુપ્રિય ! પ્રવચનનો આ અર્થ છે, પરમાર્થ છે.” સામર્થ્ય હોય તો રાત્રિના પહેલા અને છેલ્લા પહોરે આગમને ચિત્તમાં ધારી સમાધિવાળો સ્વપરની ભાવનાથી વિચારણા કરે. પર - જડ પદાર્થ નશ્વર છે. સ્વ- આત્મા હું શાશ્વત છું, જ્ઞાનાદિ ગુણવાળો છું. છતાં અત્યારે જડના રાગે જિન બની શકતો નથી. અનુપ્રેક્ષા પણ સ્વાધ્યાય છે. ઈત્યાદિ. આ પણ સિદ્ધાંતકૃત્ય છે. દા .
પ્રકરણનો ઉપસંહાર અને ઉપદેશને ગાથા દ્વારા કહે છે -
'
-