________________
મૂળશુદ્ધિ ભાગ-૧ વસુદત્ત કથા
૧૨૩, અને ચિત્તમાં ખેદ થવા લાગ્યો. બાપના અનુરોધે દરરોજ વ્યાખ્યાનમાં જાય છે, પણ કાંઈ સાંભળવું ગમતું નથી. *
હે તાત ! જગતમાં જીવાદિનો જ વિરહ હોવાથી કાગડાના દાંતની પરીક્ષા જેવું આ અગડે બગડે શું સાંભળો છો. પોતાની બુદ્ધિથી અનેક પ્રકારના કલ્પિત શાસ્ત્રો રચી: અનેક પાંખડીઓ ભોળા માણસોનું ભક્ષણ કરે છે, બોલવામાં ઉસ્તાદ માયાવી પુરુષો સંતનો વેશધારી લોકોનો વિશ્વાસ મેળવવાં “આ સર્વજ્ઞનું વચન છે,” એમ કહે છે, ખરેખરતો કોઈ સર્વજ્ઞ જ નથી, તો તેણે રચેલું શાસ્ત્ર ક્યાંથી હોય ? -
તેથી ઉન્મત્તના વચનની જેમ એમાં તમને આદર કેવી રીતે થાય? વળી ઓ પિતાજી! આ સાંભળતા મારા કાનમાં ભારે વેદના થાય છે અને અંગો અંગ આગથી દાઝી રહ્યું છે, તેથી હું તો ઘેર જાઉં છું.
ત્યારે શેઠે વિચાર્યું આ તો કોઈ અભવ્ય જીવ લાગે છે. આને પકડી રાખવાનો કોઈ ફાયદો નથી. ઉઠીને ઘેર ગયા. યોગ્ય વયે લગ્ન થયા. વિષય સુખ અનુભવતો ધર્મ મોક્ષ પુરુષાર્થથી વિમુખ અગમ્ય અભસ્થ વિ.માં પ્રવૃત્તિ કરનારો તથા જીવઘાત કરવામાં મસ્ત રહેનારો આર્ત - રૌદ્ર ધ્યાનને વશ થયેલો મરીને સાતમી નરકમાં ગયો. ૩૩ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુભોગવી ત્યાંથી માછલો થયો.
ત્યાંથી મરી આ જ ભારતમાં રિખપુર નગરમાં (ભીખ માંગનારો) ચક્રચલાવનાર (ચિત્ર બતાવી પૈસાભેગા કરનાર) ગોભદ્ર બ્રાહ્મણની જવલનપ્રભા નામની પત્નીની કુખે પુત્ર થયો. તેનું અગ્નિદેવ નામ પડ્યું. શરીર તો વધ્યું પણ મુંગો અને કુર ચિત્તવાળો હોવાથી વિષવૃક્ષની જેમ સર્વને ત્રાસ ઉપજાવનારો થયો. પિતાની પરંપરામાં આવેલી ચક્ર ચલાવનાની વૃત્તિ કરે છે.
એક વખત રાજાનાં પ્રિયપુરુષે તેની આગલ રમતમાં ઘાસનું તણખલું નાંખ્યું. ત્યારે તે ક્રોધે ભરાઈને તેને લાકડીથી પ્રહાર કરીને મારી નાંખ્યો. તેથી રાજાએ પણ તેનાં નેત્રો ઉપાડી હાથ પગ કાન નાક છેદીને કર્દથના કરીને મરાવ્યો અને ઘોરપરિણામવાળો તે છઠ્ઠી નરકમાં ઉપન્યો, ત્યાંથી ફરી માછલો થયો. માછીમારે જીવતો જ તેને પકડ્યો, અને તપેલા તેલ વગેરે સીંચી નાશ કર્યો, ત્યાંથી ભરવાડના વાડામાં ભરવાડ તરીકે ઉપન્યો. પણ તે મહામૂર્ખ પત્થર જેવો જડબુદ્ધિવાળો હતો. તે કૃત્ય-અકૃત્ય કશું જાણતો નથી. એમ કરતા એક યુવાન થયો. યૌવનના ઉન્માદથી તથા મૂર્ખતાનાં લીધે મા બહેનને પણ મારવા લાગ્યો.
એક વખત પોતાનાં ઘરની પાછળ સ્નાન કરતી ગામમુખીની પત્ની જોઈ. વાડ ઓળંગી તેની પાસે ગયો. બલાત્કારે ભોગવતાં તેણીએ બુમ પાડી તેટલામાં ઠાકોર આવ્યો. તેના અંડકોષનો છેદ કર્યો અને લિંગને પીલી નાંખ્યું, એમ વેદના ભોગવતો મરી પાંચમી નરકમાં ગયો.
ત્યાંથી નીકળી પ્લેચ્છજાતિમાં જાત્યંઘ પુત્ર થયો. આનું પાલન પોષણ કરવું ભારે પડશે. એમ જાણી માતાએ જાતે તેનું ગળું મરડી મારી નાંખ્યો અને નરકમાં ગયો. એ રીતે અભવ્ય હોવાના લીધે અનંતકાલ સંસારમાં ભમશે.
(વસુદત્ત કથા સમાપ્ત) આ અર્થનાં નીચોડ માટે ગાથા કહે છે...