________________
૧૩૮
મૂળશુદ્ધિ ભાગ-૧ આ લોકમાં અસંખ્ય ગોલા છે, એક એક ગોલામાં અસંખ્ય નિગોદ છે, અને એક એક નિગોદમાં અનંતા જીવો છે. ઈત્યાદિ વિસ્તારથી સૂરિએ વ્યાખ્યા કરી ત્યારે ઈન્દ્ર વિશેષજ્ઞાનને જાણવા સારુ ફરી પણ પૂછયું વૃદ્ધ હોવાનાં કારણે હું અનશન કરવા ઈચ્છું છું. તેથી મારું કેટલું આયુષ્ય છે તે જોઈને જણાવો.
ત્યારે શ્રુતથી દિવસ, પક્ષ, માસ, વર્ષ, સોવર્ષ, પલ્યોપમ એમ વધતાં વધતાં બે સાગરોપમનું આયુષ્ય જોઈ વિશેષ ઉપયોગ દઈ સૂરિએ જાણ્યું કે આ સૌધર્મેન્દ્ર છે.
' સૂરિએ કહ્યું તમે તો ઈન્દ્ર છો. ત્યારે ચલાયમાન કુંડલ વિ. આભૂષણોથી શોભતું પોતાનું રૂપ ઈન્ડે પ્રગટ કર્યું. પૃથ્વીતલ ઉપર નમેલાં ભાલ - હાથ - પગવાળા, ભક્તિથી ખીલેલી રોમરાજીવાળા ઈન્દ્ર પંચાંગ પ્રણિપાત કર્યા. હો ! ગુણ ગરિમાવાળા આપે તો આ અત્યન્ત દુઃષમ કાલમાં પણ જિનાગમને ધારી રાખ્યો છે. તે મુનીન્દ્ર ! તમને મારા કોટિ કોટિ પ્રણામ છે. અતિશય વિનાનાં પ્રભાવ વગરનાં કાલમાં જેનું જ્ઞાન આવું નિર્મલ છે, જે ત્રણ લોકને આશ્ચર્યમાં નાંખી દે છે એવા આપને મારા વંદન હો.
અદ્દભુત ચરિત્રથી જિનશાસનની ઉન્નતિ કરનારા તમારા ચરણ કમળમાં હું નમસ્કાર કરું છું. એમ સ્તુતિ કરી સૌધર્મેન્દ્ર આચાર્યશ્રીનાં ગુણોનું રટણ કરતો આકાશમાં ઉડી સૌધર્મદેવલોકમાં ગયો.
સૂરીશ્વર પણ પોતાનું અલ્પ આયુષ્ય જાણી સંલેખના કરી અનશન વિધિથી સ્વર્ગે સીધાવ્યા. (કાલકાચાર્ય કથા સમાપ્ત).
આ પ્રમાણે હોય તો વિશિષ્ટ પ્રયોજન આ આગમથી સિદ્ધ થશે નહિ કારણ કે અત્યારે અલ્પ અને અતિશય વગરનું શ્રત છે. આવી કુશંકા દૂર કરવા ગાથા કહે છે.
पयमेगं पि एयस्स भवणिव्वाहयं भवे । इत्तोऽणंता जओ सिद्धा सुव्वंते जिणसासणे ॥२॥
આ આગમનું એકપદ પણ સંસારથી પાર પમાડનાર છે, કારણ કે “આગમથી અનંતા સિદ્ધ થયાં' એવું જિનશાસનમાં સાંભળવા મળે છે.
તત્વાર્થની કારિકામાં કહ્યું છે કે - આ જિનાગમ માંહેલું એક પદ પણ ભવથી પાર પમાડનાર છે. માત્ર સામાયિક પદથી અનંતા સિદ્ધ થયા છે. એવું સંભળાય છે. આનો ભાવાર્થ રૌહિણેયના કથાનકથી જાણવો. તે આ પ્રમાણે.
-. .રોહિણય ચોર કથાનક) આ જંબુદ્વીપમાં ભરતવર્ષમાં જનપદોમાં ગુણનાસ્થાનરૂપે મગધ નામે દેશ છે. ત્યાં ત્રણે લોકમાં વિખ્યાત રમ્યાતાદિગુણોથી સ્વર્ગ નગરી સમી રાજગૃહી નગરી છે. શત્રુ વગરનો, વીર , પ્રભુનાં ચરણમાં ભ્રમરની જેમ મસ્ત બનનાર સાયિક સમકિત ધારી શ્રેણિક મહારાજા છે. તેને રતિના રૂપને જીતનારી ગુણ રત્નરાશિથી ભરેલી સુનંદા, ચેલ્લણા નામે પટરાણી છે. સુનંદાને ગુણોનો ભંડાર અભયકુમાર નામે પુત્ર છે. જેની બુદ્ધિ બૃહસ્પતિને ટક્કર મારે એવી છે. ત્યાં વૈભારગિરિની ગહન ગુફામાં વસનારો લોહખુર નામે ચોર છે. જે રુદ્ર, શુદ્ર, કુર, ભયાનક,