________________
મૂળશુદ્ધિ ભાગ-૧ રોહિણેય કથા
૧૪૧ ચામર દર્પણ લટકી રહ્યા છે. કામદેવ સરખા રૂપવાળા સેંકડો યુવાનો રહેલા છે. નવી યુવાનીથી ભરપૂર સ્વછંદ બનેલી એવી સોળે શણગાર સજી અપ્સરા સરખી વેશ્યાઓ રહેલી છે. મુચ્છના - (ધીમે ધીમે ધ્વનિનું નીકળવું,.) યુક્તવેણ = વિણાની રવ-ધ્વનિથી યુક્ત - તાલ – ગેય - લયવાળું, કાનના- કરણના અંગહારથી શોભતું નવરસ મય, નૃત્ય-યુક્તનાટક જેમાં ચાલી રહ્યું છે. જે વાગતા ઢોળ, તબલા વિ. થી રમણીય છે. અને શયનના આસન યુક્ત છે, જેમાં ચારેકોરથી સૂરજનો પ્રકાશ આવરી લેવાયો છે. શ્રેષ્ઠ રત્નનાં પ્રસરતા કિરણનાં પ્રકાશથી અંધકાર દૂર કરવામાં આવ્યો છે. વધારે શું કહીએ જાણે પ્રત્યક્ષ દેવ વિમાન જ લાગે. (૨૭).
અભયકુમારે તેને (રોહિૌયને) મદિરા પાઈ અને બેશુદ્ધ થતાં દેવદૂષ્યની અંદર પલંગ ઉપર સુવડાવી દીધો. નશો ઉતરતા દેવદુષ્ય દૂર કરી દેખવા લાગ્યો. ત્યારે પૂર્વે નહિ જોયેલ ઋદ્ધિ જોઈ? તે વખતે અભયકુમારે શિખવાડેલ તે સ્ત્રી પુરુષો કહેવા લાગ્યા જય જય નંદા, જય જય ભદ્રા, નહિ જિતેલાં શત્રુ વર્ગને જીતો, જિતેલા મૃત્યવર્ગનું પાલન કરો, સર્વ વિઘ્નોને જીતેલા હે દેવ ! તમે પોતાનાં વિમાન મળે નિશ્ચિતપણે રહો. તમે અમારા સ્વામી છો. અમે તમારા નૌકર છીએ. તમે દેવ તરીકે ઉપન્યા છો. તેથી આ અપ્સરાઓને, આ રત્નના ઢગલાને, આ વિમાનને, આ પાંચ પ્રકારનાં ભોગોને ભોગવો. આ સાંભળી તે વિચારવા લાગ્યો કે શું હું દેવ તરીકે ઉપન્યો છું ? તેટલામાં નાટક શરું થયું (ખડુ થયું) જેટલામાં પેતરો ચાલુ થયો. ત્યારે સોનાનાં દંડવાલા એક પુરુષે કહ્યું અરે આ શું કરી રહ્યા છો ? તેણે કહ્યું પ્રભુ સમક્ષ મારી કલા દેખાડું છું. ભલે દેખાડ, પણ પહેલા દેવલોકનો આચાર દેવે (સ્વામીએ) કરવો જોઈએ. આચાર કેવો છે? એ પણ ભૂલી ગયા, તેઓએ કહ્યું આચાર એવો છે કે પોતે પૂર્વભવમાં કરેલાં સુકૃત એ દુષ્કૃતનું નિવેદન કરે અને પછી દેવ કૃદ્ધિ ભોગવે. અહો ! તમારી વાત સાચી છે. સ્વામી મેળવવાથી આનંદમાં ઉત્સુક બની ગયા. જેથી અમે ભૂલી ગયા. તેથી તે આર્ય! મહેરબાની કરી દેવલોકનો આચાર કરાવો. જેથી અમે અમારું કાર્ય આચરીયે.
તેણે (દંડધારીએ) રોહિણેયને કહ્યું કે દેવ ! કૃપા કરી પૂર્વે કરેલું કહો ? અને પછી આ દેવકૃદ્ધિ ભોગવો, ત્યારે રોહિણેય વિચારવા લાગ્યો. શું આ સાચું છે? કે મને ઓળખવા સારું આ પ્રપંચ અભયકુમારે ઉભો કર્યો છે. ? જો સાચી હકીકત હોય તો કહેવામાં વાંધો નહિં. પણ જો પ્રપંચ ષડયંત્ર હોય તો ભારે મુસીબત આવી જાય-પણ આ જાણવું કેવી રીતે ? એમ વિચારતા કાંટો કાઢતી વખતે પ્રભુએ ભાખેલું દેવસ્વરૂપ સાંભળ્યું હતું, તે યાદ આવ્યું. દેવસ્વરૂપનું વર્ણન એમની જોડે મળે તો એઓ પૂછે તે સર્વ સાચું કહીશુ. નહિ તો અંટસંટ ઉત્તર આપી દઈશ. અને તેમની સામે જોયું તો તેઓ પલકારા મારતા(ઉન્મેષ નિમેષ કરતા), કરમાયેલી માલાવાલા, મેળવાનું શરીર હોવાથી હાથમાં પંખો રાખેલો છે અને ભૂમિને અડીને રહેલા છે. એવું દેખવાથી તે સમજી ગયો આ બધી અભયકુમારની ચાલ છે. તેથી અંટસંટ ઉત્તર આપું. એમ વિચારે છે ત્યારે તેઓએ ફરી પૂછ્યું હે દેવ ! મોડું કેમ કરો છો. આ બધા દેવ, દેવી ઉત્સુક થઈ ઉભા છે.