________________
મૂળશુદ્ધિ ભાગ-૧ રોહિણેય કથા
૧૪૩ મોઢે વાત જતા એમ પરંપરાએ સાંભળતા તમને પણ જેનો ખ્યાલ છે. પણ પ્રભુના એક વચનના પ્રભાવે બૃહસ્પતિની બુદ્ધિને ટક્કર મારનાર એવી બુદ્ધિવાળા અભયકુમારની યોજના નકામી નીવડી. મારા સિવાય બીજા કોઈએ તમારું નગર લુંટ્યું નથી. તેથી મને એક આપનો સાક્ષી આપો. તેને સર્વધન બતાવી દઉં. ત્યાર પછી દીક્ષા વડે મનુષ્ય જન્મને સફલ કરું. ત્યારે શ્રેણીક રાજાએ અભયકુમારના મોં તરફ જોયું ત્યારે અભયકુમાર અને કુતુહલથી નગરલોકો રોહિૌયની સાથે ગયા. ગિરી નદી વન-કુંજ = વનવગડા, ઘટાદાર લતા ગૃહ, સ્મશાન વિ. માં ચોરીને સંતાડેલું સર્વ ધન બતાવ્યું અભયકુમારે જેનું જેનું હતું તેને આપ્યું. રોહિણેયે પણ પોતાનાં માણસોને વસ્તુસ્થિતિ જણાવી. તેઓને પ્રતિબોધી-બુઝવીને પ્રભુ પાસે આવ્યો. શ્રેણીક મહારાજાએ તેનો દીક્ષા મહોત્સવ કર્યો. અને વિધિપૂર્વક દીક્ષા લઈ વિશેષ સંવેગના લીધે ઉગ્ર તપ કરવા લાગ્યો.
રોહિૌય મુનિનો ઉગ્રતપ - ક્યારેક છઠના પારણે છઠ અટ્ટમ, પાંચ, ઉપવાસ, ચાર ઉપવાસ, આંબિલ, નીવી, ક્યારેક માસખણ, પાસખમણ, ક્યારેક બે માસ, ત્રણ માસ, ચારમાસ, પાંચ માસ, છ માસના ઉપવાસ કરે છે. વળી એકાવળી વિ. તપ કરે છે. આવો ઘોર તપ કરવા સાથે શિયાળામાં ઠંડીને, ઉનાળામાં ગર્મીને સહન કરે છે, અને વર્ષાકાલમાં ઢંકાયેલા સ્થાને રહે છે. તેનાં લોહી માંસ સુકાઈ ગયા છે. એવા રૂક્ષ શરીરવાળો હોવા છતાં તપના તેજથી દીપી રહ્યો છે. સદા ગુરુ આજ્ઞાને વફાદાર રહેનાર રોહિણેયનો અંતકાલ આવી ગયો. ત્યારે વીરપ્રભુને પૂછી સંખના કરી ઉચ્ચકોટિના ભાવવાળો તે ગીતાર્થ સાધુઓ સાથે પર્વત ઉપર જઈ શુદ્ધશિલા ઉપર વિધિપૂર્વક પાદપોપગમન અનશન સ્વીકારી જિનેશ્વર સિદ્ધભગવંત વિ. ને મનમાં ધારી સ્થિર રહ્યો. શરીર છોડી સ્વર્ગમાં ઝગમગતા શરીરવાળો દેવ થયો. ત્યાંથી ચ્યવી મનુષ્યપણામાં ઉંચી કોટીની સમૃદ્ધિ અને ધર્મ પ્રાપ્ત કરી દેવ થશે. એમ દેવપણું, મનુષ્યપણું પ્રાપ્ત કરી અનુક્રમે શિવસુખને પામશે.
રોહિૌય કથાનક સમાપ્ત” विहीए सुत्तओ तम्हा पढमं पढियव्यओ ।
सोच्चा साहुसगासम्मि कायव्यो सुद्धभावओ ॥६३॥
| વિધિપૂર્વક મૂળપાઠ (સૂત્રથી) પહેલાં ભણવું પછી સાધુ પાસે સાંભળી તેમાં ઉપદેશેલાં અનુષ્ઠાનોને શુદ્ધ ભાવથી કરવા જોઈએ.
વિધિ - વાચનાની ભૂમિ પૂજવી, વાચનાચાર્યનું તથા સ્થાપનાચાર્યનું આસન પાથરવું, યોગ્ય કાલનું નિવેદન કરવું. “યોગ્યકાલે વિનયથી બહુમાનથી, ઉપધાનથી, ગુરુને ઓળંધ્યા વિના સ્પષ્ટ અને શુદ્ધ (યથાવસ્થિત) સૂત્ર અર્થ અને ઉભયને ભણવા એમ આઠ પ્રકારનો જ્ઞાનાચાર છે.” (દશ. નિ.૧૮૪) જ્ઞાનનાં અતિચાર લગાડ્યા વિના ભણવું. સૌપ્રથમ પાઠરૂપે (સૂત્રથી) આગમનો અભ્યાસ કરવો જોઈએ. કારણ કે વ્યાખ્યાનકાર પાસે શ્રવણ વિ. કરવું ઇત્યાદિ સમસ્ત અનુષ્ઠાનોમાં સર્વ પ્રથમ મૂળસૂત્ર છે, અથવા તો અનુષ્ઠાનોની પૂર્વે આની (મૂળસૂત્રની) જરૂર