________________
મૂળશુદ્ધિ ભાગ-૧ કાલકાચાર્ય કથા
૧૩૭. બીજે ખાલી કરાવ્યું, એમ કરતાં પ્રસ્થક સાવ ખાલી થઈ ગયું. ગુરુએ પૂછ્યું કાંઈ સમજ પડી? તેણે કહ્યું ના સાહેબ, ગુરુએ કહ્યું જેમ આ વાલુકાથી પુરો ભરેલો પ્રસ્થક હતો તેમ સુધર્મા સ્વામીનું શ્રુતજ્ઞાન સંપૂર્ણ અતિશયવાળું હતું, તેમની અપેક્ષાએ જંબુસ્વામીનું શ્રુતજ્ઞાન થોડું ઓછું અને અલ્પ અતિશયવાળું હતું, તેમનાથી પ્રભવસ્વામીનું વધારે ઓછું અને વધારે ઓછાં અતિશયવાળું હતું. કેમ કે શ્રુતકેવલી ભગવંતના પણ પસ્થાન પતિત ભાંગાઓ ભાખ્યા છે. (એક શ્રુતજ્ઞાનીથી બીજો અનંતગુણ અધિકજ્ઞાનવાળો હોય છે. ત્યાં શબ્દજ્ઞાન સરખું હોવા છતાં વિચારણાથી અત્યધિક વિસ્તરેલું હોય છે. તેઓ એક શબ્દના આધારે અનેક અર્થ કાઢી સુમેલ કરી દે. એમ અનુક્રમે ઓછું થતું થતું મારાથી તારા ગુરુનું જ્ઞાન ઓછું તેનાથી પણ ઓછું તારું જ્ઞાન છે. વળી દુષમકાળના પ્રભાવે પ્રાયઃ કરીને અતિશય વગરનું શ્રત રહ્યું છે. તેથી આવા ઋતથી ગર્વ ના કર.
કહ્યું છે કે – છેક સર્વજ્ઞ સુધી તરતમયોગે મતિ વૈભવ હોય છે, તેથી એમાં હું જ પંડિત છું, એવો ગર્વ ન કરવો. (૨૨૬)
એ પ્રમાણે ઉત્તમ ચરિત્રવાળા, આજ્ઞાને શિરોધાર્ય કરનાશ એવાં અનેક શિષ્યોથી પરિવરેલાં આચાર્ય ગામ નગર વિગેરેમાં વિચરી રહ્યા છે. એક વખત ચળકતા શરીરવાળા લટકતી માળાવાળા, હાર, અર્થહાર, ત્રણ સરવાળો હાર, નેકલેસ ગળાની દોરોથી છવાયેલા વક્ષસ્થલવાળા, ભુજાબંધથી શોભતાં ભુજાયુગલવાળા, કુંડલ વડે એના ગાલ ઘસાઈ રહ્યા છે, શ્રેષ્ઠ રત્ન કિરણોથી ઉત્કૃષ્ટ જે મુકુટ તેનાથી શોભતાં મસ્તકવાળાં, ઘણું શું કહીએ ? તેના બધા અંગો શણગારેલા છે, સુંદર સ્વચ્છ વસ્ત્રને ધારણ કરનારાં સુધર્મસભાની ત્રણ પર્ષદા મધ્યે સાત સેનાઓ તેમના સાત સેનાપતિ, ત્રાયસિંશત, અંગરક્ષક, સામાનિકદેવ, બીજાપણ સૌધર્મ સ્વર્ગ નિવાસી લોકપાલ વિગેરે દેવદેવીના મધ્યે શ્રેષ્ઠ સિંહાસન ઉપર ઈન્દ્રની ઋદ્ધિથી શોભતાં ઈન્દ્ર મહારાજ બેઠેલા છે.
- તે વિપુલ અવધિજ્ઞાનથી લોકાઈને દેખતાં પૂર્વ વિદેહમાં પર્ષદા સમક્ષ ધર્મદેશનાં કરતાં સમવસરણમાં બિરાજમાન સીમંધરસ્વામીને જોયા. જોતાંની સાથે જ ઉભા થઈ ત્યાં રહ્યાં છતાં વંદન કર્યું અને પછી ઋદ્ધિ સાથે સપરિવાર ત્યાં આવી વંદન કરી યોગ્ય સ્થાને બેઠા. તે સમયે પ્રભુ નિગોદનું સ્વરૂપ સમજાવી રહ્યા હતા. તે સાંભળી વિસ્મયથી ઈન્દ્રના નેત્રો વિકસિત થયા અને હાથ જોડી વિનયથી પૂછ્યું હે ભગવન્! આ અતિશયરહિત દુઃષમકાળમાં ભરતક્ષેત્રમાં સૂક્ષ્મ નિગોદનું વર્ણન કરવા અત્યારે કોઈ સમર્થ છે ?
ભગવાને કહ્યું હે ઈન્દ્ર ! આ ભરતક્ષેત્રમાં સૂક્ષ્મ નિગોદનું વર્ણન કાલકસૂરિ કરી શકે છે. તે સાંભળી ઈન્દ્ર કૌતુકથી આવી બ્રાહ્મણ રૂપ કરી સૂરિને વંદન કરી પૂછ્યું હે ભગવન્! જિનેશ્વરે સિદ્ધાન્તમાં જે નિગોદ જીવો કહ્યાં છે તે મને સમજાવો? મને તેના વિષે ઘણું કુતુહલ છે. ત્યારે સૂરિ મેઘ જેવી ગંભીર મધુર વાણીથી બોલ્યા “જો કૌતુક હોય તો તે મહાભાગ ! તું ઉપયોગ પૂર્વક સાંભળ.
* ૧૦