________________
મૂળશુદ્ધિ ભાગ-૧ કાલકાચાર્ય કથા
૧ ૨૫ આવા દુષમકાળમાં પણ આગમ જો તારણહાર હોય તો ભવસાગરથી તરી જાય છે.
સ્વભાવથી કુર અને વિષયમાં લટ્ટ બનેલાં પણ જિનવચનથી મન વાસિત થતાં ત્રણે લોકનાં જીવોને સુખ આપનાર બને છે. જો એમ છે તો શું થયું ?
तम्हा ताणं महाणाहो बंधु माया पिया सुही । गई मई इमो दीवो आगमो वीरदेसिओ ॥६०॥
તેથી આગમને વીર પ્રભુએ મહાનાયક, બંધુ, મા, બાપ, મિત્રસમાન, સુગતિ સન્મતિ આપનાર હોવાથી ગતિ, મતિ, ભવસમુદ્રમાં આશ્વાસન આપનાર હોવાથી બેટ દ્વીપ) અને અજ્ઞાન અંધકારને દૂર કરનાર દીવડો કહ્યો છે.
सूरिपरंपरेणेसो संपत्तो जाव संपयं । किंतु साइसओ पायं वोच्छिन्नो कालदोसओ ॥११॥
આચાર્યની પરંપરાથી આ સિદ્ધાંત આપણને પ્રાપ્ત થયો છે. પણ કાળદોષથી પ્રાયઃ કરીને અતિશયવાળા મહાપરિણાધ્યયન વગેરે ગ્રન્થનો વિચ્છેદ થઈ ગયો છે. ' આ વાત કાલાકાચાર્ય અભિમાની પોતાનાં પ્રશિષ્ય સાગરચંદ્ર આચાર્યને પ્રતિબોધ કરતાં કહે છે.
(કાલકાચાર્ય કથાનક) આ જંબુદ્વીપનાં ભરત ક્ષેત્રમાં ધરાવાસ નામનું નગર છે. શત્રુસમૂહની સ્ત્રીઓને વૈધવ્ય રૂપી દીક્ષા આપવામાં ગુરુ સમો વૈરિસિંહ નામે રાજા છે. તેને અંતઃપૂરમાં પ્રધાન સુરસુંદરી નામે પટ્ટરાણી છે. અને કાલક નામનો સકલ કલામાં પારગામી પુત્ર છે.
- એકવાર તે ઘોડા ખેલાવી પાછો ફરતો હતો ત્યારે આ આંબાના બાગમાં પાણી ભરેલાં વાદળ જેવી ગંભીર અને મધુર ધ્વનિ સાંભળી કૌતુકથી જોવા માટે અંદર ગયો. ત્યારે ત્યાં સુસાધુ સમુદાયથી પરિવરેલાં ઘણાં લોકોને ધર્મદેશનાં આપતાં એવાં ગુણાકર આચાર્ય ભગવંતને નયણે નિરખ્યાં. વંદન કરીને બેઠો, આચાર્ય ભગવંતે પણ કુમારને ઉદ્દેશી વિશેષથી ધર્મદેશનાં શરૂ કરી.
જેમ કસોટીનાં પત્થરે સોનાને ઘસવાથી, છેદવાથી, તપાવાથી અને તાડના કરવાથી સોનાની પરીક્ષા થાય છે તેમ શ્રત, શીલ, તપ, દયા આ ચાર ગુણોથી ધર્મની પરીક્ષા વિદ્વાનો કરે છે. ||૨૦૬
આદિ અંત વગરનો જીવ પ્રવાહથી અનાદિ કાલથી કર્મ વડે લેપાયેલો છે, તે પાપથી દુઃખી થાય છે. અને ધર્મથી સુખી થાય છે.
સોનાની જેમ કષ છેદ તાપથી શુદ્ધ થયેલ ચારિત્ર ધર્મ, મૃતધર્મ અને તપ એમ ખરેખર ત્રણ પ્રકારનો ધર્મ જાણવો. તે ધર્મ પ્રાણિવધ વિ. પાપસ્થાનનો નિષેધ કરે અને ધ્યાન ધરવું, ભણવું, વિ. નું વિધાન કરે આ ધર્મની કષપરીક્ષા (ચકાસણી) થઈ. જે બાહ્ય અનુષ્ઠાનથી વ્રત નિયમોનો બાધ ન થાય તેમજ જેમાં શુદ્ધિ સંભવતી હોય તે ધર્મ છેદ પરીક્ષામાં પાસ થયો કહેવાય.