________________
કાલકાચાર્ય કથા
૧૨૮
મૂળશુદ્ધિ ભાગ-૧
રાજા છે તો તેથી શું થયું ?
એનો દેશ રમ્ય છે તો તેથી શું થયું ? રમ્ય-રાણીવાસ છે તો તેથી શું થયું ? નગરી સારી વસેલી છે તો તેથી શું થયું ? માણસો સારા વેશવાળા છે તો તેથી શું થયું. ? ભિક્ષા માટે ફરું તો તેથી શું થયું ? જો હું સૂના ઘરમાં સુઈ જાઉં તો તેથી શું થયું.?? એ પ્રમાણે સૂરિને બોલતા દેખી નગરજનો કહેવાં લાગ્યા. કર્યું. કારણ કે બહેન આપત્તિમાં પડવાથી પોતાનાં ગચ્છને મૂકી કાલકસૂરિ પાગલની જેમ ભમે છે તે ખેદ જનક છે.
અરેરે ! રાજાએ સારું નથી આ સકલગુણના નિધાન !
બાળ, ગોપાળ, સ્ત્રી વિ. પાસેથી રાજાની નિંદા સાંભળી મંત્રીઓએ રાજાને કહ્યું કે રાજન્! આ બરાબર નથી કર્યું. આ સાધ્વીને છોડી દો. એનાં લીધે ભારે નિંદા થઈ રહી છે. વળી મોહ વશ બનેલો જે માણસ ગુણીજનનું અહિત કરે છે, તે જાતને દુઃખ દરિયામાં ડુબાડે છે. ત્યારે રાજા ગુસ્સે થઈને કહેવા લાગ્યો કે આવી શિખામણ તારા બાપને આપજે. તે સાંભળી “સમુદ્ર મર્યાદા ઉલંધે તો કોણ રોકી શકે” એવું દિલમાં ધારી મંત્રીઓ ચૂપ થઈ ગયા. (૩૧)
તે વાતની માહિતી મળતાં સૂરિ નગરથી નીકળી નિરંતર વિહાર કરતાં કરતાં ઈરાન કાંઠે શકકૂલ નામના કુલમાં પહોંચ્યા. ત્યાં જે સામંત હોય તે શાહી અને તેમનો અધિપતિ તે શાહાનુશાહી કહેવાય છે.
કાલકસૂરિ એક શાહી પાસે રહ્યા અને મંત્ર તંત્રાદિથી તેને પ્રસન્ન કર્યો. એક વખત વિવિધ ગોષ્ઠી કરતો સૂરિ સમીપે ખુશમિજાજ બની શાહી બેઠો હતો. ત્યાં પ્રતિહારે આવીને વિનંતી કરી કે હે સ્વામી ! શાહાનુશાહીનો દૂત આવ્યો છે. જલ્દી અંદર બોલાવો. ત્યારે અંદર બોલાવ્યો, આપેલ આસન ઉપર બેઠો. અને દૂતે ભેટ આપી. તે જોઈ નવી વર્ષા ઋતુનાં આકાશ જેવુ મોઢું કાળુ ડિબાંગ બની ગયું. તે દેખી સૂરીએ વિચાર્યું કે શાહી જુદા જ ભાવ કરતો કેમ દેખાય છે? કારણ કે સ્વામીના પ્રસાદે આવેલું ભેટલું જોઈ “વાદળા જોઈ મોર હર્ષ ઘેલાં બને છે, તેમ સેવકો ખુશ થાય છે.” ત્યારે એમનું તો મુખ કાળું થઈ ગયું છે તેથી આનું કારણ પુછું ?
આ દરમિયાન જ્યારે શાહીનાં પુરુષે બતાવેલાં દૂતાવાસમાં ધૂત ગયો, ત્યારે સૂરિએ પુછયું “સ્વામીની કૃપા આવવાં છતાં તમે ઉદાસ કેમ દેખાઓ છો ?” શાહીએ જવાબ આપ્યો કે હે ભગવાન્ ! આ સ્વામીનો પ્રસાદ નહિ પરંતુ ક્રોધ આવ્યો છે. અમારાં સ્વામી જેનાં ઉપર ક્રોધિત બને છે, તેને નામાંકિત મુદ્રાવાળી છુરી મોકલે છે. તેથી કોઈક કારણથી ક્રોધે ભરાઈ આ છુરી મોકલી છે. આનાથી જાતનો ઘાત કરવાનો છે. આ સ્વામી ઉગ્ર દંડવાળો હોવાથી તેની આજ્ઞામાં કોઈ જાતનો વિચાર કરી શકાય નહિં. સૂરીએ કહ્યું તારા એકલા ઉપર રુઠ્યો છે કે અન્ય ઉપર પણ ? શાહીએ કહ્યું મારા સિવાય અન્ય પંચાણું શાહી ઉપર રૂઠ્યો લાગે છે, કારણ કે આ છરી ઉપર છન્નુમો આંક દેખાય છે. સૂરિએ કહ્યું તો પછી મરવાનું રહેવા દો. શાહીએ કહ્યું - શાહાનુશાહી ગુસ્સે થાય પછી કુલક્ષય થયા વિના રહેતો નથી. તો પણ દૂત મોકલી પંચાણું