________________
મૂળશુદ્ધિ ભાગ-૧
કાલકાચાર્ય કથા
૧૨૯
શાહીઓને અહીં બોલાવી દો. અને આપણે બધા હિંદુ દેશમાં જઈએ. જેથી તમારો કે તમારાં કુલનો પણ નાશ થશે નહિં. શાહાનુશાહીનાં દુત પાસે અન્ય પંચાણુંનાં નામ જાણી પોતાનો દુત મોકલી કહેવડાવ્યું કે તમે પ્રાણ ત્યાગ કરતાં નહિં પણ બધા અહીં આવી જાઓ. હું બધું સંભાળી લઈશ. ત્યારે પ્રાણોનો ત્યાગ ઘણી અઘરી ચીજ હોવાથી તેઓ સર્વ સામગ્રી ભેગી કરી ત્યાં જલ્દી આવી ગયા. ત્યારબાદ શાહીએ સૂરિને પૂછ્યું હવે અમારે શું કરવાનું છે ? તે ફ૨માવો! સૂરિએ કહ્યું સૈન્ય સાથે સિંધુ નદી ઉતરી હિંદુ દેશમાં ચાલો. પછી વહાણમાં બેસીને સૌરાષ્ટ્રમાં આવ્યા. આ દરમ્યાન વર્ષાઋતુ શરૂ થઈ એટલે માર્ગો દુર્ગમ થયા. તેથી સૌરાષ્ટ્ર દેશમાં ઢંક પર્વતની પાસે છન્દુ ભાગ પાડીને રહ્યાં
આ અરસામાં જેમ મોટો રાજા શોભાશાળી પ્રધાનવાળા હોય તેમ સુંદર સફેદ કમલવાળો, જેમ મોટા યુદ્ધનાં સમયે ઘણા. રાજાઓ ઉછળતા હોય, તેમ ઘણાં ગોવાળો ચંચલ બની રહ્યા છે. નવો વર્ષા કાળ જેમ ધોધ વાદળાવાળો (બગલાવાળો) દેખાય છે, તેમ ધોળા બગલાઓ દેખાય છે. જેમ ભગવાન શ્રેષ્ઠ રાજાઓથી સેવાય છે, તેમ રાજહંસ ચોતરફ ફરી રહ્યા છે. શ્રેષ્ઠ મહેલમાં જેમ સુંદ૨ ઝરોખાં પ્રત્યક્ષ થાય છે, તેમ મત્તહાથીઓ ચોતરફ દેખાય છે, એવો શરદ કાળ આવ્યો. અને તે કાળે સજ્જનની મનોવૃત્તિ જેવી નદીઓ ચોખ્ખી થઈ. શ્રેષ્ઠ કવિની વાણી જેવી દિશાઓ નિર્મળ બની પરમ યોગીના શરીર જેવું ધૂળ વગરનું ગગનમંડલ થયું.
જેમ મુનિઓ શુદ્ધ મનથી શોભે છે, તેમ સપ્તચ્છદના વૃક્ષો પુષ્પોથી શોભે છે. શ્રેષ્ઠ કારીગરે ઘડેલી દેવકુલની પંકિતઓ સુંદર ચમકતી હોય છે. તેમ સુંદર તારલાઓવાળી રાત્રીઓ શોભી રહી છે.
પાકેલા ધાન્યવાળી પૃથ્વી ઘણી શોભવા લાગી. વળી હર્ષ ભરેલાં ગાયનાં સમુદાયમાં રહેલાં અભિમાની બળદો ઢેકારો કરવા લાગ્યા. (૩૨) અમૃતનાં પૂર સમા ચંદ્રનાં કિરણો રાત્રે આખાએ મૃત્યુલોકને વિશેષ સ્નાન કરાવી ઢાંકી રહ્યા છે. જેમાં વળી શાલિવનનું રક્ષણ કરવા તૈયાર થયેલી ભીલડીઓનાં મુખેથી ગવાતા મધુર ગીતોમાં આસક્ત બનેલાં મુસાફરો માર્ગથી ભ્રષ્ટ થાય છે. આવો સર્વ જીવોને સંતોષ આપનાર શરદ કાલ આવ્યે છતે ચક્રવાક-ચકવો જાણે સંસારના વિચિત્ર સ્વભાવને સિદ્ધ કરવાં સારુ શોકાતુર બન્યો.
આવી શરદકાલની શોભા જોઈ પોતાની ધારણા સિદ્ધ થવાની કામનાવાળા સૂરીએ તેઓને ઉજ્જૈની નગરી જીતવાનું કહ્યું અને ઉમેર્યું કે તેની સાથે મોટા ભાગનો માલવદેશ સંકળાયેલો છે. તેથી ત્યાં તમારો સારી રીતે નિર્વાહ (ગુજરાન) થઈ શકશે. અમે કરીએ પણ અમારી પાસે ભાથું નથી. કારણ કે આ દેશમાં તો અમને માત્ર ખાવા પુરતું જ મળ્યું છે. ત્યારે સૂરિએ યોગચૂર્ણની એક ચપટી નાંખી કુંભાર જ્યાં વાસણો પકવે તેવાં ઈંટનિભાડાને - કુંભારવાડાને સોનાનો કરી દીધો. રાજાઓને કહ્યું કે તમે આ ભાતું હાથ કરો.
ત્યારે સરખે ભાગે વહેંચી સર્વ સામગ્રી સાથે ઉજ્જૈની ભણી પ્રયાણ કર્યું. વચ્ચે આવતા