________________
૧૩૦
કાલકાચાર્ય કથા
મૂળશુતિ ભાગ-૧ લાટ દેશમાં રાજાઓને સ્વાધીન કરી ઉજજૈની દેશના સીમાડે પહોંચ્યા. ત્યારે શત્રુ સૈન્યને આવતું સાંભળી મોટા સૈન્ય સાથે ગઠભિલ્લ શરહદે આવ્યો. ત્યારે અભિમાને ચડેલી બંને બળવાન સેનાઓ વચ્ચે ભારે યુદ્ધ થયું.
યુદ્ધ વર્ણન : પડતાં તીક્ષ્ણ બાણ, અસર, ભાલા, વાવલ્લ બળથી રૌદ્ર, ફેંકાતા ચક્ર, તીણ ધારાવાળી બઈ, ઘણ, બાણથી ભયંકર, આ બધા વિશેષ પ્રકારના શસ્ત્ર છે. તેમાં તલવાર કુહાડી
ભાલા કુંગીના ઘર્ષણથી અનિના કણીયા ઉછળી રહ્યા છે, સુભટોનો પોત્કાર થઈ રહ્યો છે. 'ધૂળ ઉડવાથી સૂર્યનાં કિરણો કાઈ ગયા છે. આવું યુદ્ધ થતાં ગઠભિલ્લનું સૈન્ય વાયુથી વાદળા વિખરી જાય તેમ પણ માત્રમાં નાશી ભાગ્યું. તે દેખી પોતે પાછો વળી નગરમાં ભરાઈ ગયો. અને ચારે કોર સૈન્ય ગોઠવી દીધું (૩૯).
શત્રુસૈન્ય પણ નગરને ઘેરો પાળ્યો. અને દરરોજ પુસણ ખોરી કરે છે. ત્યારે એક વખત ઘુસવા જતાં | સામનો કરવા જતા કિલ્લો ખાલી જોઈ તેઓએ હાને પૂછયું ત્યારે સૂરીએ યાદ કરી જવાબ આપ્યો કે આજે આઠમ છે. તેથી ગઈભિલ્લ ઉપવાસ કરીને ગર્દભી મહાવિદ્યાને સાધી રહ્યો છે. તેથી કિલ્લાના ઉપરના ભાગે રહેલ ગધેડીની તપાસ કરો. તપાસ કરતાં ગધેડી દેખાઈ.
- સાધનાં પૂરી થતાં ગધેડી મોટો અવાજ કરશે. અને તેને જે શત્રુ સૈન્યના મનુષ્ય કે પશુ સાંભળશે તેઓ લોહી વમતા હેઠા પડશે, તેથી તે સર્વને બે ગાઉ દૂર લઈ જાઓ. અને એકસો આઠ શબ્દવેધી યોધાઓ અહીં મારી પાસે રાખો. એકસો આઠ શબ્દ વેધી યોદ્ધાઓને સૂરીએ કહ્યું કે જ્યારે ગધેડી શબ્દ કરવાં સારુ મોઢું ખોલે ત્યારે તે અવાજ કરે તેની પહેલાં જ તેનું મોટું બાણથી ભરી દે જો. જો અવાજ કર્યો તો તમે પણ પ્રહાર કરી શકશો નહિ. માટે સજાગ થઈ તીર તાણીને ઉભા રહો. તેઓએ પણ સૂરિનાં કહેવા પ્રમાણે કર્યું. ત્યારે કાન સુધી ખેંચાયેલા ધનુષ્યમાંથી છૂટેલાં બાણથી મોટું ભરાઈ જવાથી પીડાયેલી ગધેડી અવાજ કરી શકી નહીં. તેથી પ્રતિહત શક્તિવાળી ગર્દભીવિદ્યા તે સાધક ઉપર મૂતરી અને લાત મારીને જતી રહી. સૂરિએ શાહીઓને કહ્યું હવે આને પકડો બસ આનું આટલું જ બળ હતું. ત્યારે કિલો તોડી ઉજજૈનીમાં પ્રવેશ્યા. જીવતો જ ગર્દભિલ્લને પકડ્યો અને મુશ્કેટોટ બાંધી સૂરિ સમક્ષ હાજર કર્યો. સરિએ કહ્યું અને પાપિઇ ! દુષ્ટ ! નિર્લજજ ! અનાર્યકાર્ય કરવા તૈયાર થયેલાં ! મહારાજયથી ભ્રષ્ટ થયેલાં ! નહિ ઈચ્છતી સાધ્વીનો નાશ કર્યો અને સંઘનું માન્યો નહિ તેથી મેં આ કર્યું.
મહામોહથી મોહિત બની જે સાધ્વીના શીલનો નાશ કરે છે, તે માણસ જિન ધર્મ અને બોધિલાભનાં મૂળમાં અગ્નિ ચાંપે છે, નષ્ટ બોધિ લાભવાળો તું પણ અનંત દુઃખથી ભરપુર સંસારમાં ભમીશ. વળી આ જન્મમાં પણ બંધન, તાડન, અપમાન ઈત્યાદિ દુઃખને પામ્યો. તે તો સંઘ અપમાન રૂપ વૃક્ષનું ફૂલ છે. નરક તિર્યંચ હલ્કી જાતનાં મનુષ્ય તથા નીચકોટિના દેવમાં જઈ સંકટોથી પીડાતો અનંત ભવોમાં રખડપટ્ટી કરીશ તે તેનું કરુણ ફળ થશે. માન મદથી અક્કડ બનેલો જે થોડું પણ સંઘનું અપમાન કરે છે તે ભયાનક દુઃખ સાગરમાં જાતને ડુબાડે છે.