________________
મૂળશુદ્ધિ ભાગ-૧ કાલકાચાર્ય કથા
૧ ૨૭. દુષ્ટ વિચાર થયો-તેમાં આસક્ત બન્યો.
હા સુગુરુ ! ઓહ! ભાઈ ! ઓ પ્રવચનનાં નાથ ! હે કાલક મુનીન્દ્ર ! અનાર્ય રાજાવડે હરણ કરાતા મારાં સંયમનનું રક્ષણ કરો. આવી રીતે વિલાપ કરતી તેણીને અનિચ્છાએ બળજબરીથી અંતઃપુરમાં નાંખી દીધી. તે જાણી સૂરિએ રાજા પાસે જઈ કહ્યું કે રાજનું !
પ્રમાણમાં રહેલાંઓએ પ્રમાણોનું યત્નથી રક્ષણ કરવું જોઈએ. પ્રમાણમાં રહેલાં અવ્યવસ્થિત બને ત્યારે પ્રમાણો વિષાદ (નાશ) પામે છે. (મર્યાદામાં રહેલાઓએ ન્યાયોનું પ્રયત્નથી રક્ષણ કરવું જોઈએ. નહિ તો વેર વિખેર થયેલી મર્યાદાથી નીતિઓ લોપ થાય છે.) વળી તપોવન વિ. નું રાજાને રક્ષણ કરવાનું હોય છે. રાજાઓનાં ભુજાઓના પરાક્રમની છાયાનાં આશ્રયથી ઋષિ મુનિઓ સુખે રહે છે. અને નિર્ભય બની પોત પોતાની ધર્મ ક્રિયા કરે છે. તેથી આ સાધ્વીને છોડી દો. પોતાનાં કુલને કલંક ના લગાડો ! તે કહ્યું છે કે... જે પરદારાનું હરણ કરે છે, તે ગોત્રને ગંદુ કરે છે. ચારિત્રને મલિન કરે છે. સુભટપણાને હારી જાય છે. જગમાં સઘળે અપયશ ફેલાવે છે. અને કુલ ઉપર મેંશનો કુચો ફેરવે છે. (૨૦૯) તેથી મહારાજ ! શરીરમાંથી નીકળેલી પેશીઓની માફક આ વિરુદ્ધ છે. કામાતુર તથા ઉધી બુદ્ધિનાં લીધે રાજાએ કાંઈ માન્યું નહિ.
કેમ કે - સામે રહેલું દ્રશ્ય (આંખથી જોઈ શકાય તેવી) વસ્તુને અંધ માણસ દેખતો નથી, જ્યારે કામાંધ રાગાંધ તો જે છે તે તો દેખાતો નથી, અને જે નથી તેને દેખે છે. અને તેથી અશુચિથી ભરેલાં પ્રિયાનાં શરીરમાં ડોલરના ફૂલ, કમળ, પૂનમનો ચંદ્ર, કળશ, કાંતિ ભર્યા લતાનાં પાંદડાઓ વિગેરેનો આરોપ કરી હરખે છે, ક્રીડા કરે છે.
તેથી હે રાજનું ! આ તપસ્વિનીને છોડી દે. અન્યાય ન કરો, તેમ અન્યાય કરશો તો બીજો કોણ ન્યાયી બનશે. છતાં રાજા કેમે કરીને ન માન્યો. અને સંઘ પાસે કહેવડાવ્યું છતાં તેણે સંઘને પણ નકાર ભયો.
ત્યારે ક્રોધે ભરાઈ કાલાકાચાર્યે આ ઘોર પ્રતિજ્ઞા કરી કે સંઘનો વિરોધી, પ્રવચનનો ઘાતક, સંયમનો નાશ કરવામાં તત્પર એવાં માણસોની ઉપેક્ષા કરનારની જે ગતિ થાય તે ગતિ મારી થાય. તેથી નિર્લજજ આ રાજાને હું આ રાજયથી ભ્રષ્ટ કરીશ.
આવું કરવું જોઈએ એ વિષે આગમમાં પણ કહ્યું કે... સામર્થ્ય હોય તો આજ્ઞા ભંગ કરનારની ઉપેક્ષા ન કરવી જોઈએ, પણ અનુકૂળ કે પ્રતિકૂળ ઉપાયથી શિક્ષા આપવી જોઈએ. (૨)
તથા સાધુ અને ચૈત્યનાં શત્રુને તથા જિનશાસનનાં નિંદાખોરોને વિશેષે કરી સર્વશક્તિથી વારવા જોઈએ. ર૧રા
આવી પ્રતિજ્ઞા કરીને સૂરિએ વિચાર્યું આ ગઈભિલ્લ મહાપરાક્રમી અને ગર્દભી વિદ્યાનાં લીધે બલિષ્ઠ છે. માટે તેને ઉખેડવાનો કોઈ ઉપાય કરવો પડશે. એમ વિચારી કપટથી પાગલ બની ત્રણ રસ્તે ચાર રસ્તે ચોક વિગેરે જાહેર સ્થલમાં આ પ્રમાણે બકવા લાગ્યા. જો ગર્દભિલ્લા