________________
૧ ૨ ૨.
મૂળશુદ્ધિ ભાગ-૧
कल्लाणाणं महंताणं अणंताणं सुहाण य । भायाणं चेव जे जीवा ते तं भावेति भावाओं ॥५५॥
જે જીવો બહુમાનથી આગમને મનમાં ધારે છે, તેઓ મહાકલ્યાણ અને અનંતસુખનાં ભાજન બને છે. //પપ
अण्णाणं मंदपुण्णाणं णिसामंताण कत्थइ । कण्णसूलं समुप्पज्जे अमयं पि विसं भवे ॥५६॥
મંદભાગી, દુર્ભવ્ય અભવ્ય વિ. ને આગમ સાંભળતા કાનમાં શૂળો ભોકાય છે (ઉપડે) = દુઃખ ઉપજે છે. તેઓને અમૃત પણ વિષ બની જાય છે. //પદી આ અર્થમાં કથા કહે છે.
છેવસુદત્તકથા અહીં જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં જયપુર નામે નગર છે. તે નગર જેમ શ્રેષ્ઠ ગાંધર્વકલ સુંદર ધ્વનિવાળું, શબ્દશાસ્ત્ર સુંદર સ્વરવાળું, ધનુરનું શરીર સુંદર બાણવાળું હોય છે, તેમ આ નગરી સુંદર સરોવરવાળી છે. સર : સ્વર, શર, સન્ = તાવ ત્યર્થે જેમ તીણ તલવાર સુંદર પાની પાયેલી હોય છે. માનસરોવર સુંદર પાણીવાળું હોય, ઉત્તમ કવિનું વચન (કાવ્ય) સુંદર વાણીવાળું હોય છે, તેમ આ.નગર સુંદર વણિકવાળું છે. જેમ વાત્સલ્ય ભાવિત નર સમૂહ સુંદર શરણ રૂપ (રક્ષણ કરનાર) હોય છે, મહામતિનું હૃદય શ્રેષ્ઠ સ્મૃતિવાળું હોય, વાયુ શરીર સુંદરધ્વનિવાળું હોય છે. તેમ આ નગર સુંદર રસ્તાવાળું છે. જેમ સમુદ્રતલ સુંદર રત્નવાળું, કિરમજના રંગથી રંગાયેલું વસ્ત્ર સુંદર રંગવાળું, હાથીનું મુખ સુંદર દાંતવાળું હોય છે તેમ સુંદર નિર્માતા (કલાકાર) વાળું આ નગર છે.
- ત્યાં નમી રહેલાં સામંત રાજાઓના મુકુટ મણિની પ્રભાથી જેનાં ચરણકમલ કાન્તિવાળા થાય છે તેવા જિતશત્રુ રાજા છે. રૂપાદિગુણોથીયુક્ત ત્રણ જગતની સ્ત્રીઓને ફિકી પાડનારી તેને કુંદપ્રભા પટ્ટરાણી છે. ત્યાં સઘળાં શાસ્ત્રમાં નિપુણ રાજાને માનીતો ધનદત્ત નામે શેઠ છે. જેને વસુમતિ પ્રિયા સાથે પંચવિષયક સુખ ભોગવતાં પાછળી વયમાં વસુદત નામે પુત્ર થયો.
તે પુત્ર અનુક્રમે બોત્તેર કલામાં હોંશીયાર થયો, છતાં પણ ધર્મકલામાં અજાણ હતો. માબાપે સમજાવ્યું કે હે બેટા ! સર્વકલામાં પંડિત પણ ધર્મકળા વિના અપંડિત જ છે. વળી વિજ્ઞાન વિનય વિગેરે સર્વગુણો પણ ધર્મ વગર નકામા નીવડે છે. માટે ધર્મમાં પ્રયત્ન કર. તે કલાની પ્રાપ્તિ જિનાગમ સાંભળવાથી જ થાય છે. માટે સુગર પાસે જઈને સાંભળ.
આટ આટલું કહેવા છતાં ભારે કર્મના લીધે તે જરા પણ માનતો નથી. જયારે માતાએ શેઠને વાત કહી કે આ આપણો પુત્ર થઈ સંસાર વનમાં ભટકે તે સારું ન કહેવાય. તેથી કાંઈ યુક્તિ લગાડો જેથી આ જૈને સિદ્ધાંતને સાંભળે. ત્યારે પિતા આગ્રહ કરીને પુત્રને વ્યાખ્યાનમાં લઈ ગયો. પણ અભવ્યત્વનાં લીધે જેમ જેમ સાંભળે છે તેમ તેમ કાનમાં સોયો ભોંકાવા લાગી