________________
મૂળશુદ્ધિ ભાગ-૧
૧૨૧
તમે હકીકતથી અજ્ઞાત છો, કારણ તે આગમ તથા વિદ્યાઓ આ આગમમાંથી નીકળેલા
છે.
શ્રી
સિદ્ધસેન દિવાકર સૂરિએ કહ્યું છે કે - પરશાસ્ત્રમાં જે કાંઈ સુભાષિતો જાણવા મળે છે. તે પૂર્વરુપી મહાસમુદ્રમાંથી નીકળેલાં જિનવાક્ય રૂપ બિંદુઓ જ છે. આની અમને પાકી ખાત્રી છે. ।।પડ્યા અને વળી આ આગમ પ્રધાન ચિંતામણિ છે, એ માટે શ્લોકાર્ધ કહે છે - चिताईयंफलं देइ एसो चिंतामणी परो ( ५१ )
શ્લોકાર્થ → ધાર્યા કરતા ઘણુ ફળ આ-આગમ આપે છે, માટે આ પ્રધાન ચિંતામણિ રત્ન છે. આંગળી ચીંધીને કેટ કેટલા વિશેષણો આગમને આપીએ, એથી સમસ્ત આદેશનો સંગ્રહ કરવા ઉત્તરાર્ધ કહે છે.
मण्णे तं नत्थि जं नत्थि इत्थ तित्थंकरागमे (५१)
શ્લોકાર્થ :→ મન્યે એ આપ્તવાદનું સૂચન કરનાર છે, અને અવધારણ તો જણાઈ આવે છે. એટલે તે નથી જ કે જે આ જિનેશ્વરના આગમમાં ન હોય (૫૧) આગમના આદરવાળાએ જે કર્યુ તે કહે છે....
आगमं आयंतेण अत्तणो हियकंखिणा ।
तित्थणाहो गुरु धम्मो ते सव्वें बहुमण्णिया ॥५२॥
આત્મહિતની ઝંખનાવાળો આગમનો આદર કરે-પ્રમાણભૂત માને તો સાથોસાથ તીર્થંકર, સુગુરુ, ધર્મ તે સર્વનું બહુમાન થઈ જાય છે. ૫૨
बहुमाणेण एयम्मि नत्थि तं जं न मन्नियं ।
तेलोक्के मन्नणेज्जाणं वुत्तो ठाणं जओ इमो ॥५३॥
આગમમાં આંતરપ્રીતિ રાખવાથી તે નથી કે જેનું બહુમાન ન થયું (ત્રણલોકની સર્વશ્રેષ્ઠ વસ્તુઓનો આદર થાય છે) કારણ કે ત્રણ લોકમાં માનનીય પુરુષોનું આ આશ્રય સ્થાન છે.
114311
આગમનું પ્રામાણ્ય દર્શાવે છે.
न यागमं पमोत्तूणमन्नं मण्णंति सूरिणो ।
प्रमाणं धम्णमग्गम्मि दिट्ठतं बेंति केवली ॥५४॥
આગમને છોડી આચાર્યો ધર્મ બાબતમાં સાધક-સિદ્ધિ કરાવનાર તરીકે અન્યને પ્રમાણ કરતાં નથી. દ્રષ્ટાંત રૂપે જેના રાગ દ્વેષ નાશ પામી ગયા છે એવા પ્રત્યક્ષજ્ઞાની કેવલી ભગવંતો પણ આગમ દ્રષ્ટિથી શુદ્ધ આહાર વાપરે છે. ભલેને પછી તે આધાકર્મ દોષ કેવલીને દેખાતો હોય. પિRsનિર્યુક્તિ ગા. ૫૨૪માં કહ્યું છે કે
-
શ્રુતોપયોગવાળો શ્રુતજ્ઞાની જો અશુદ્ધ ગોચરી લાવે તો પણ કેવલી ભગવંતો વાપરે છે. નહિં તો શ્વેત અપ્રમાણ થઈ જાય.
૯