________________
મૂળશુદ્ધિ ભાગ-૧
૧ ૧૯ - લૌકિક સુખ – પાંચ ઈન્દ્રિયોના વિષયો જે રૂપાદિ તે ના ભોગજન્ય સુખ. ' - લૌકિક દુઃખ - તે વિષયોની અપ્રાપ્તિ વિ. - લોકોત્તર સુખ - વ્રત પર્યાયમાં ધૃતિ - સ્થિરતા રમણતા વિ. - લોકોત્તર દુઃખ - વ્રતપર્યાયમાં અરમણતા, અરતિ વિ. અનેક કહ્યું છે.
વ્રતમાં રક્તમુનિઓનો પર્યાય દેવલોકના સુખ સમાન હોય છે. અરકતનો પર્યાય મહાનરકતુલ્ય છે, (૧૮૪) શ્રાવકોને સુખ - પૌષધ વિ. અનુષ્ઠાન કરવા. દુઃખ - શંકા કક્ષા વિ.થી વ્યાકુળ થવું. સાધુ શ્રાવકનું સુખ મોક્ષ અને દુઃખ સંસાર. આ સર્વ બાબતનો બુદ્ધિશાળી પુરુષો આગમથી નિશ્ચય કરે છે. I૪૧૫
શ્રદ્ધાથી = સંયમ અનુષ્ઠાન કરતા સંવેગ-સાંસારિક સુખ જેઓને દુઃખ રૂપે લાગે એવા શ્રદ્ધાસવેગને પામેલાં, તથા શારીરિક માનસિક દુઃખોથી ભયભીત બનેલાં પ્રાણીઓ આગમમાં જણાવેલ ઉપાયોને આચરી ઉપેય એવા પરમપદને પામે છે. ૪રા
તેથી આ આગમ દુઃખથી બળેલાં પ્રાણિઓને શરણરૂપ છે. ll૪૩ પૂર્વાર્ધ, આ માત્ર શરણરૂપ છે, એટલું જ નહિ પણ આલમ્બન રૂપે પણ છે. તે માટે ઉત્તરાર્ધ કહે છે...
भवकूवे पडताणं एसो आलंबणं परं ॥४३॥ સંસાર કુવામાં ડુબતા પ્રાણિઓને બહાર નીકળવા માટે આગમ દોરડા સમાન છે. एसो णाहो अणाहाणं सव्वभूयाण भावओ । भावबंधू इमो चेव सव्वसोक्खाण कारणं ॥४४॥
અનાથ એવા સર્વ જીવોને આ આગમ પરમાર્થથી નાથ છે, જેમાં માલિક આશ્રિતનું રક્ષણ કરે છે. તેમ આગમ અહિંસાનું પ્રતિપાદન કરનાર વાક્યનાં આદેશથી/ઉપદેશથી સર્વ જીવોનું રક્ષણ કરે છે. અને સર્વ સુખોનું કારણ હોવાથી આ જ પરમાર્થથી ભાઈ છે.
જેમ કહ્યું છે કે... જેમ ભાઈ સારી શિક્ષા આપવા દ્વારા સુખનું કારણ બને છે, તેમ આગમ જ્ઞાનાદિ આપવા દ્વારા શિવસુખનું કારણ બને છે. I૪૪
આગમ દીવડા સમાન છે; તે ગાથાથી બતાવે છે. अंधयारे दुरुत्तारे घोरे संसारचारए । एसो चेव महादीवो लोया - ऽलोयावलोयणो ॥४५॥
અંધકારમય, દુઃખે નીકલી શકાય એવાં ભયંકર સંસારરૂપી કારાવાસમાં મોટા દીવડાની જેમ આ આગમ લોક-અલોકના સર્વ પદાર્થને પ્રકાશિત કરનાર છે. ૪પા
- આગમ આંખ છે તેના માટે ગાથા કહે છે. जेणं सग्गा - ऽपवग्गाणं मग्गं दाएई देहिणं । चक्खुभूओ ईमो तेणं सव्वेसि भव्वपाणिणं ॥ ४६॥ પ્રાણીઓને સ્વર્ગ-મોક્ષનો માર્ગ (જ્ઞાન દર્શનાદિ ચારિત્ર રૂ૫) દેખાડે છે. માટે આ આગમ