________________
મૂળશુદ્ધિ ભાગ-૧
૧ ૧૭. આબુગામ ભેગું થયેલું જોયું. “લો આ તો સારું થયું કે એક ઠેકાણે બધા ભેગા થયેલા જોવા મળ્યા.” એમ વિચારીને ઉતરીને ત્યાં ગાડું મૂક્યું. ઉચિત પ્રવૃત્તિ કરી તેમની સમક્ષ બેઠો, અને વિનંતી કરી કે હું તમારા ગામમાં વસવા ઈચ્છું છું. - જો તમે લાભ આપો તો (હાં પાડો તો)? હા પાડીને કહ્યું કે જલ્દી આવ ! ત્યારે ઉઠીને ગાડું જોતરે છે, ત્યારે એક ચક્ર ન દેખાયું. તે બોલ્યો તે ગ્રામજનો ! મારા ગાડાનું ચક્ર કોઈએ ચોરી લીધું હોવાથી હું કેવી રીતે જાઉં? ત્યારે તેઓ એક અવાજે બોલ્યા કે આ તો એકચક્રવાળા ગાડાથી આવ્યો છે. તેણે કહ્યું એક ચક્રે અવાય જ કેવી રીતે ? મેં જાતે જ તેલ લગાડી ગાડામાં જોડ્યું હતું. હાં ભાઈ ! આ ગાડું તો દેખાય જ છે પણ એક ચક્રવાનું જ છે. તમે જોતરીને આવતા હતા ત્યારે અમે એમ જોયેલું. તેથી તમને ભ્રમ થયો લાગે છે. જે અમારાં ઉપર વિશ્વાસ ન હોય તો તમારા આવવાના રસ્તે તળાવકાંઠે રમતા છોકરાઓને પૂછી લો. છોકરાને પૂછતાં તેઓ પણ તે પ્રમાણે જ બોલ્યા. “આટલા બધા કેવી રીતે ખોટું બોલે” “તેથી હું જ ભ્રમમાં પડ્યો હોઈશ.” એમ વિચારી ગાડું જોતરી ઉપર ચડી બળદો હંકાર્યા. ત્યારે ગ્રામજનોએ તેને બોલાવીને કહ્યું કે ભદ્ર ! નાનું બાળક પણ જાણે છે કે એક ચક્રથી ગાડું ન ચાલે. જયારે તું વિનંતી કરવામાં વ્યાકુલ (વ્યસ્ત) હતો, ત્યારે અમારામાંથી એક જણાએ પૈડું ચોરી ગાડું તેજ રીતે નિયંત્રિત કરી દીધું. પણ અમારો આ ગ્રામધર્મ છે કે “એક માણસે સારું કે નરસું કર્યું હોય તેમાં સર્વને હાં ભરવાની. તેથી જો તું આવા ગ્રામધર્મ દ્વારા સપરિવાર શાંતિથી જીવન ચલાવી શકે એમ હોય તો અહિ આવજે, અન્યથા નહિં. ત્યારે તેણે હર્ષપૂર્વક તેમની વાત સ્વીકારી. તો બોલ તારી અમે શું મદદ કરીએ. મારે કાંઈ ખોટ નથી. પણ મારું એક પૈડું આપો જેથી જઈને આવું, તેઓએ પૈડું આપ્યું. તે પોતાનાં ઘેર ગયો. પુત્ર, સ્ત્રી સાથે એક મત કરી કુટુંબકબીલા સાથે ત્યાં આવીને રહ્યો.
આવો લૌકિક ધર્મ છે. કારણ કે (એમાં સદ્ અસનો વિવેક નથી પણ ગ્રામવાસીઓ માટે સુખદાયી હોવાથી લોક અપેક્ષાએ ધર્મ કહેવાય. અને ધન્યપૂર ગામનો રિવાજ અધર્મ કહેવાય)
શ્રુતચારિત્ર રૂપ લોકોત્તર ધર્મ સાધુને સર્વથી, શ્રાવકને દેશથી છે. હિંસા વિદેશથી કે સર્વથી અધર્મરૂપે છે.
સ્વસ્ત્રી જ ભોગ્ય ગમ્ય છે. અને બહન વિ. અભોગ્ય છે. આ લૌકિક બાબત થઈ. અને લોકોત્તરમાં આર્યક્ષેત્ર ગમ્ય-વિહાર કરવા યોગ્ય છે અને અનાર્ય દેશ અયોગ્ય છે. - શ્રાવકોને સ્વસ્ત્રી ગમ્ય છે, પરસ્ત્રી અગમ્ય છે. - લૌકિકકાર્ય કરવા યોગ્ય કાર્ય નીતિપૂર્વક વ્યાપાર કરવો તે, - લોકોત્તર કાર્ય - સાધુઓને સદ્ અનુષ્ઠાન, અકાર્ય સામાચારીનો ભંગાદિ, * - શ્રાવકોને કાર્ય જિનપૂજા વિ., અકાર્ય લોક વિરુદ્ધ આચરણ વિ. - લૌકિક પીવા યોગ્ય - દુધ દ્રાક્ષારસ વિ.