________________
મૂળશુદ્ધિ ભાગ-૧
૧૧૫
પુનઃ નવાં બનાવવા કારણ કે
હોય કે અહિં જિનાલય હતું એવી નિશાની પણ ન હોય અને સંપૂર્ણ નાશ પામેલાં તેવાં જિનાલયને આ પૂર્વોક્ત પ્રવૃત્તિ મહાફળવાળી ને મોક્ષના હેતુભૂત છે. ।।૩૮।। બીજા સ્થાનકનું વિવરણ પુરું “જિનાગમ નામે ત્રીજું સ્થાન”
પૂર્વે જિનભવનનું મૃત્યુ કહ્યું તે આગમથી સંભવી શકે છે. માટે તે આગમનું સ્વરૂપ જાણવું જોઈએ. તેનાં માહાત્મ્યને બતાવનારી પ્રથમ ગાથા કહે છે......
देवाहिदेवाण गुणायराणं, तित्थंकराणं वयणं महत्थं ।
मोत्तूण जंतूण किमत्थि ताणं, असारसंसारदुहाहयाणं ? ॥३९॥
ગાથાર્થ—અસાર સંસારમાં જે દુઃખ છે તેનાથી હતપ્રભ બનેલાં-પીડાયેલા પ્રાણીઓને દેવાધિદેવ અને ગુણોની ખાણ એવાં તીર્થંકરોના મહાર્થવાળા વચનોને મૂકી અન્ય કોણ તારણહાર છે. ? તેઓ ગુણોની ખાણ સમા છે. કારણ કે જેમ ખાણમાંથી સોનું કાઢતા રહીએ તો પણ ખાલી થતી નથી. તેમ પ્રભુનાં ગુણો ગાતા રહીએ તો પણ ક્યારેય પુરા થતા નથી.
કહ્યું છે કે મતિ શ્રુતરૂપી વેગવાળા અશ્વોથી યુક્ત અવધિજ્ઞાનરૂપી મનોહર રથવડે જેનાં ગુણ સ્તુતિ રૂપ માર્ગનો ઈન્દ્રપણ પાર પામતો નથી. (૧૭૬)
અન્ય દેવો પણ આવા જ હશે એવો ભ્રમ દૂર કરવા મૂળગાથામાં તીર્થંકર શબ્દ મૂક્યો છે. તીર્થ જેનાથી તરાય. દ્રવ્યતીર્થ - નદી વિ.માં ઉતરવાનો આરો. અહીં દ્રવ્યતીર્થનો અધિકાર નથી. ભાવતીર્થ = એટલે સંસાર સાગર ઉતરવા સમર્થ ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણધર, આવા ભાવતીર્થને સ્થાપનારા તીર્થંકર કહેવાય છે. આવા તીર્થંકર ભગવાનનું વચન જ આગમ સમજવું. આ આગમ મહાઅર્થથી ભરેલ છે. કહ્યું છે કે...
સર્વ નદીઓની રેતી અને સર્વ સમુદ્રોના પાણીનું જે પ્રમાણ હોય તેનાથી એક આગમ સૂત્ર અનંતગુણ અર્થવાળું હોય છે. (૧૭૭) સાડાત્રણ ગાથાથી જે રીતે રક્ષણ થાય છે તે બતાવે છે. ૩૯
नज्जंति जं तेण जिणा जिणाहिया, भावा मुणिज्जंति चरा - ऽचरं जगं । સંસાર-સિી તહ તમ્બુબ્જાન્ઘુળા, तक्कारणाइं च अणेगहा तहा ॥४०॥
=
धम्मा-धम्मं गम्मा-गम्मं गम्मए आगमेणं,
कज्जा - कज्जं पेज्जा - ऽपेज्जं जं च भोज्जं न भोज्जं ।
ગુત્તા-ડબ્રુત્ત સારા-સાર માિમા-મંાિમ હૈં,
भक्खा - Sभक्खं सोक्खा - सोक्खं जेण लक्खति दक्खा ॥४१॥ सद्धासंवेगमावन्ना भीया दुक्खाण पाणिणो ।
कुणता तत्थ वुत्ताइं पावंति परमं पयं ॥४२॥