________________
મૂળશુદ્ધિ ભાગ-૧ સંપ્રતિ કથા
૧૧૩ જ શોભી રહી છે. એટલે રથયાત્રામાં એ ચિત્ર પ્રધાન-સારભૂત હતા. જેમાં વાંસળી, વિણા, સારંગીનો ધ્વનિ ગુંજી રહ્યો છે. જેમાં કાંસ્યાલ - વાદ્યવિશેષ કાંસીજોડાના તાલનો મંજીરાનો ઉત્કટ = ઉગ્ર-ઉત્તમ શબ્દ પ્રસરી રહ્યો છે. માણસોનાં ઘસારાથી શેરીઓ સાંકડી બની ગઈ છે. ઝાલરનાં ધ્વનિથી ગગન - આંગણું ભરાઈ ગયું છે. શણગાર સજેલી સ્ત્રીઓ નાચી રહી છે. મધુર ગીતોથી પુરુષ સમુદાય આશ્ચર્ય પામી રહ્યો છે. પુષ્પની શોભા – સજાવટથી જાણે નંદનવન લાગી રહ્યું છે. સેંકડો ઘોડાઓ જેમાં ઉછળી રહ્યા છે. સેંકડો રાસ- ગરબાથી વ્યાપ્ત નારીઓ ઉંચે અવાજે ધવલ ગીતો ગાઈ રહી છે. વારંવાર આરતી ઉતરી રહી છે. અર્થીઓને ભક્તિથી દાન અપાય છે. એ પ્રમાણે અનેક અતિશય ગુણોથી યુક્ત વરઘોડો સંપ્રતિ રાજાના ઘેર પહોંચ્યો. ત્યારે સંપ્રતિરાજા પણ વિકસિત મનવાળો મૂલ્યવાન, પૂજા સામગ્રી લઈને નીકળ્યો, રોમાંચિત થઈ રથને પૂજયો અને સામંતો સાથે રથની પાછળ પાછળ ચાલવા લાગ્યો. આ અદ્દભૂત રથાયત્રાને નિહાળી રાજાએ સર્વ સામંતોને કહ્યું. જો તમે મને માનતા હો તો તમે પણ પોતાના રાજ્યમાં આવું કરો. તેઓએ પણ તેમ કર્યું. આ અર્થની સાબિતીમાં નિશીથ સૂત્રની ગાથા છે.
જો તમે મને સ્વામી તરીકે માનતા (ઓળખતા) હો તો સુવિહિત સાધુઓને પ્રણામ કરો. મારે ધનનું કાંઈ કામ નથી, પણ સાધુઓને પ્રણામ કરો એજ મને પ્રિય છે. ઉદ્દેશો - ૧૬ ગાથા નં. // પ૭પપા.
સંપ્રતિ રાજાએ સર્વસામંતોને વિદાય કર્યા અને તેઓએ પોતાનાં રાજ્યમાં જઈ અમારિ ઘોષણા કરાવી. જિનાલયો બંધાવા લાગ્યા અને રથયાત્રાના કાર્યક્રમ ગોઠવવા લાગ્યા. અને નજીકના રાજ્યો સાધુના વિહાર યોગ્ય બન્યા. //પ૭પી
અણજાણે...” યાત્રામાં સઘળાં સામંતોથી પરિવરેલો તે રાજા પગપાળા ચાલે છે. રથમાં ફૂલો ચઢાવે છે. રથ આગલ પુષ્પવૃષ્ટિ કરે છે. તેમજ વિવિધ જાતના ફૂલ ખાજા | ખાદ્ય પદાર્થો મોટા કોડા, વસ્ત્ર વિ. ઉડાડે છે. ચૈત્યપૂજા કરે છે = અન્ય જિનાલયોમાં રહેલી પ્રભુ પ્રતિમાની પૂજા કરે છે. તે દેખી તે.સામંતો (પાડોશી- ખંડીયા રાજાઓ) પોતાનાં રાજ્યમાં તેમ કરવા લાગ્યાં. (૫૭૫૪ જિ.ભા.) (૧૭૧)
એકવાર રાત્રિના પૂર્વભાગમાં રાજાને વિચાર આવ્યો કે અનાર્ય દેશમાં પણ સાધુનો વિહાર ચાલુ કરાવું. એમ વિચારી તેણે અનાર્યોને કહ્યું... મારા પુરુષો જેવા પ્રકારનો કર માગે તેવો આપજો. અને સાધુ પુરુષધારી રાજપુરુષો ત્યાં મોકલ્યા. તેઓએ કહ્યું અમને બેંતાલીશદોષ વિનાની શુદ્ધ વસતિ, ભક્ત, પાન, વસ્ત્ર, પાત્ર વિ. આપો. અને આ આ ભણો તે રાજાને સારું લાગશે. અનાર્યો પણ રાજાના સંતોષ ખાતર તેમ કરવા લાગ્યા. અનુક્રમે અનાર્ય દેશો પણ સાધુ સામાચારીથી પરિચિત થઈ ગયા. ત્યારે ગુરુને વિનંતી કરી કે ગુરુદેવ ! અનાર્ય પ્રદેશમાં સાધુઓ કેમ વિચરતાં નથી. ગુરુ-તેઓને જ્ઞાન નથી. રાજા – જ્ઞાન કેમ થતું નથી. ? આચાર્ય મ.સા. - સાધુ સમાચારીને અનાર્યો જાણતાં નથી. રાજા - આપનાં સાધુને મોકલી અનાર્ય દેશોનું સ્વરૂપ જાણો. ત્યારે કેટલાક સાધુ સંઘાડાને ત્યાં મોકલ્યા. તેઓ પણ રાજપુરષો છે, એમ પોતાનાંથી બલવાન માની સામાચારી પ્રમાણે આપવાં લાગ્યા.