________________
મૂળશુદ્ધિ ભાગ-૧
સંપ્રતિ કથા
૧૦૩
જતાં ચંદ્રગુપ્તને ભૂખ લાગી ત્યારે વનમાં મૂકી ભોજન લેવા જતાં રસ્તામાં સર્વ અંગે ભૂષિત મોટા પેટવાળો બ્રાહ્મણ આવતો દેખાયો. ચાણક્યે તેને પૂછ્યું કેમ કોના ઘેર ભોજન છે ? તેણે કહ્યું એક યજમાનના ઘેર સારું ટાણુ છે, જ્યાં બ્રાહ્મણોને ઇચ્છા પ્રમાણે ભોજન અપાય છે. વળી શત્રુ મિત્રનો ભેદભાવ રાખ્યા વિના વિવિધપૂર - ભાત દહિનો કરંબો અપાય છે. તેથી તું પણ ત્યાં જા, તે દાતા અતિભક્તિવાળો છે. તેમાં વળી બ્રાહ્મણોની વિશેષ ભક્તિ કરે છે. એથી તું જા હું પણ અત્યારે જ ત્યાંથી જમીને આવું છું.
ગામમાં જતાં કોઈ ઓળખી જશે તો તેથી એણે હમણાં જ ભોજન કર્યું છે. એટલે ખરાબ નહિં થયું હોય એમ વિચારી તેનુ જ પેટ ફાડી પાત્ર વિશેષ ને કરંબાથી ભરી - પડિઓ ભરીને ચંદ્રગુપ્ત પાસે ગયો. તેને જમાડી આગળ ચાલ્યા. રાત્રે એક ગામમાં પહોંચ્યા, ત્યારે ત્યાં ભિક્ષા માટે ભમતા ભમતા મુખ્ય ભરવાડણના ઘેર ગયા.
તે અરસામાં તેણીએ છોકરાઓને તરત ઉતારેલી રાબ થાળીમાં પીરસી પણ ગરમ હોવાથી હાથ દાઝી જશે” એવું નહિં જાણતાં એક છોકરાએ થાળીની વચ્ચે હાથ નાંખ્યો, અને દાઢ્યો તેથી રડવા લાગ્યો. ત્યારે ભરવાડણ બોલી રે પાપિષ્ઠ ! બુદ્ધ ! તું પણ ચાણક્યની જેમ ઉતાવળીઓ છે/ અજ્ઞાની છે. ત્યારે સ્વનામ સાંભળી શું આ મારી વાત તો કરતી નથી ને ? એવી શંકા જાગી, શંકાશીલ બનેલાં ચાણક્યે તેણીને પૂછ્યું ઓ મા ! આ ચાણક્ય કોણ છે ? જેની તું ઉપમા આપે છે. તે બોલી કે બેટા ! બુદ્ધિશાળી કોઈ ચાણક્ય છે. જેણે ચંદ્રગુપ્તને રાજા બનાવ્યો અને સૈન્ય લઈ પાટલીપુત્રને ઘેર્યું. ત્યારે નંદ સાથે યુદ્ધ થતાં ચંદ્રગુપ્ત સાથે ભાગ્યો. તેથી તે મૂર્ખ છે. કારણ કે આટલું પણ જાણતો નથી કે પહેલાં આજુબાજુના પ્રદેશ ગ્રહણ કરવા જોઈએ. આસપાસનો પ્રદેશ ગ્રહણ થતાં નગર ગ્રહણ થઈ જ જાય છે. આ મારો પુત્ર પણ તેનાં જેવો જ છે. બાજુની રાબ લેવાને બદલે વચ્ચે હાથ નાંખે છે. બાળક પાસેથી પણ હિતવચન ગ્રહણ કરવું જોઈએ. બાલાર્ અપિ હિતં વાક્ય ગ્રાહ્યું' એવું નીતિ વાક્યને યાદ કરી ચાણક્યે તેણીનાં વચન સ્વીકાર્યા.
હિમવંત ફૂટ નામના ગિરિએ જઈ ત્યાંના રાજા પર્વત સાથે પ્રીતિ બાંધી (દોસ્તી કરી) અને કહ્યું આપણે પાટલિપુત્ર નગરને જપ્ત કરી, એને અડધું અડધું ખેંચી લઈએ. રાજાએ પણ સંમતિ આપી. ત્યારે મોટી સામગ્રીથી અન્ય દેશોને જીતતાં જીતતાં એક નગરને ઘેર્યું. ઘણો પ્રયત્ન કરવા છતાં નિશાનમાત્ર પણ લાગતું નથી, એટલે તે ગઢને કોઇ જાતની અસર થતી નથી. ત્યારે ચાણક્ય પરિવ્રાજકના વેશે નગરની વાસ્તુકલા જોવા નગરમાં ગયો. ત્યાં શુભમુહૂર્તે પ્રતિષ્ઠિત ઈન્દ્રકુમારિકાઓ દેખી નિર્ણય ર્યો કે આના પ્રભાવથી નગર પડતું નથી. લોકો પણ સ્વાધીન થઈ નગરના ઘેરાવાનું કારણ પુછવાં લાગ્યા.
ત્યારે માયા- પ્રપંચમાં નિપુણ ચાણક્યે કહ્યું, અરે લોકો ! તમે એવાં મુહૂર્તમાં ઈંદ્રકુમારિકાઓ સ્થાપન કરી છે જેનાં લીધે શત્રુ સૈન્યનો ઘેરો દૂર થતો નથી. ક્ષણબલથી મેં જાણ્યું છે કે આને દુર કરતાં ઘેરો દૂર થશે. એ એની સાબિતી છે. જ્યારે કુમારિકાઓને દૂર કરે છે ત્યારે પૂર્વસંકેત પ્રમાણે સૈન્યને