________________
૧૦૪
મૂળશુદ્ધિ ભાગ-૧
થોડું દૂર મોકલી દીધું. એમ ખાત્રી થતાં લોકોએ મૂળથી તેને ઉખેડી નાંખી. એ પ્રમાણે નગરને ભાંગી પાટલિપુત્ર ગયા. વચ્ચેથી કોઇ નીકળી ન જાય એવો ઘેરો લગાડીને રહ્યાં. નંદ રાજા રોજ રોજ મોટાપ્રમાણમાં યુદ્ધ કરે છે. એમ નંદ રાજા યુદ્ધ કરતાં ક્ષીણ થયો, ત્યારે ધર્મદ્વાર (ભાગી છૂટવાની અનુજ્ઞા) માંગ્યું. તેઓએ આપ્યું અને કહ્યું કે એક રથ વડે જેટલું લઈ શકો તેટલું લઈ જાઓ. ત્યારે નંદરાજા વિચારવા લાગ્યો. આ રાજ્ય લક્ષ્મીને ધિક્કાર હો ! જે લાંબી દ્રષ્ટિવાળી નથી. મુહૂર્ત માત્ર મનોહર દુર્જનસ્વભાવવાળી એક સાથે એકાએક જુના સ્વામીને ત્યજીને અન્યની બની જાય છે. ક્ષણમાત્ર રમણીય બની અચાનક કારણ વિના દુષ્ટ સ્ત્રીની જેમ શીઘ્ર આ બધું લુંટી લે છે. અરે રે કેવી કષ્ટકારી આ રાજ્યલક્ષ્મી !
નંદરાજા, બે રાણી, એક પુત્રી અને ઉત્તમરત્નોને રથમાં મૂકી નીકળ્યો. ત્યારે તે રાજકન્યા ચંદ્રગુપ્તને જોવા લાગી. ત્યારે નંદે કહ્યું અરે પાપિણી ! જેણે મારું સર્વરાજ્ય લઇ લીધું તેણે આ રીતે સ્નેહથી તું જુએ છે. તો તું જા એમ કહી રથથી ઉતારી મૂકી. ચંદ્રગુપ્તનાં રથમાં ચડતા રથનાં આરા ભંગાણા. આ તો અપશુકન થયું એમ માની કન્યાને ચંદ્રગુપ્તે ના પાડી. ત્યારે ચાણક્યે કહ્યું આને ના ન પાડ, નવપેઢી સુધી તારું રાજ્ય થશે. આ તો મહાશુકન છે. તેથી પોતાનાં રથમાં ચઢાવી. નગરમાં જઈ બધું સરખે ભાગે વેંચ્યું પણ કન્યા એક હતી. અને બંનેનો તેનાં ઉપર રાગ હતો. ત્યારે ચાણક્ય વિચાર્યું કે ‘શત્રુ કન્યા સારી નહિં.' એમ ચંદ્રગુપ્તને કહ્યું ‘આ પર્વત તારો મોટો ભાઈ છે એથી આ કન્યા ભલે એની થાય' એમ ચંદ્રગુપ્ત ને નિવાર્યો.
પર્વતરાજા સાથે કન્યાના લગ્ન લેવાં સારુ સર્વ સામગ્રીની તૈયારી થવાં લાગી અને ત્યાં તો વરવેદિકા ચણાઈ, અગ્નિકુંડની સ્થાપના થઈ, મંગલ વાજિંત્રનાં નાદથી આકાશ ભરાઈ ગયું. ઘી, મધથી સિંચાયેલો અગ્નિ વિષમ જવાલા સાથે બળવા લાગ્યો. જ્યોતિષીઓએ (ગોરમહારાજાઓએ) બલિ બાકળાની અંજલિ નાંખી. તાડપત્ર સરખા કાલા ધૂમથી આકાશે અંધારું છવાઈ ગયું. દિવ્યભંગીથી ગણિત સુવિશુદ્ધ મુહૂર્ત હોવા છતાં તે પળે નીચેનો મંગલગ્રહ ચંદ્રબિમ્બમાં સંક્રાંત થયો. અને એ વખતે રાજાએ કન્યાનો હાથ ગ્રહણ કર્યો. પણ હાથનો અગ્રભાગ વિષભાવિત હોવાથી ઘોરવિષ રાજામાં શીઘ્ર સંક્રાન્ત થયું.
વિષવેગથી પીડાતો રાજા હે ભાઈ ! હે ભ્રાતૃવત્સલ ! ચંદ્રગુપ્ત હું મરી રહ્યો છું. ત્યારે “વિષવેગ છે” એમ જાણી તેને રોકવા જેટલામાં ચંદ્રગુપ્ત રાજપુરુષોને આજ્ઞા કરે છે ત્યાં તો “અર્ધ રાજ્યને લેનાર મિત્રને જે હણતો નથી તે હણાઈ જાય છે.” એવું નીતિ વચન સ્મરણ કરતાં દુષ્ટચિત્તવાળા ચાણક્યે ભવાં ચઢાવ્યાં. તેનાથી ચાણક્યનાં ભાવ જાણી ચંદ્રગુપ્ત રાજા નિષ્ક્રિય જ બેઠો રહ્યો અને વેદનાથી વ્યાકુલ પર્વત રાજા મરણને શરણ થયો. ત્યારે બંને રાજ્યોમાં ચંદ્રગુપ્ત રાજા થયો.
આ બાજુ નંદરાજાના પુરુષો ચોરી કરવા લાગ્યાં. ચોરને પકડવા વેષ બદલી ચાણક્ય ભિક્ષા માટે ફરે છે. ત્યારે નલદામ વણકરને વસ વણતો જોયો. રમી રહેલાં તેનાં છોકરાને મંકોડાએ ચટકો ભર્યો તેણે રડતાં રડતાં બાપને વાત કરી. તેથી ક્રોધે ભરાયેલાં નલદામે દર ખોદી અંગારા નાંખી સર્વ