________________
૧૧o
મૂળશુદ્ધિ ભાગ-૧ સ્મરણ કરું છું.
અરિહંતને નમસ્કાર હો, સર્વ સિદ્ધને નમસ્કાર હો, આચાર્ય ઉપાધ્યાયને નમસ્કાર હો, સર્વ સાધુઓને નમસ્કાર હો.
એવાં શુભપરિણામવાળો ચાણક્ય દેવલોકનાં વિમાનમાં શ્રેષ્ઠ દેવરૂપે ઉત્પન્ન થયો. અવસર જોઈ સુબંધુએ ચાણક્ય ના ઘરની માગણી કરી, રાજાએ હા પાડી, સુબંધુ ત્યાં ગયો. પણ આખું ય ઘર શૂન્ય હતું. પણ ત્યાં એક બંધ હારવાળો ઓરડો જોયો. તેણે ચિંતવ્યું આમાં જ બધો સાર હશે. ખોળીને જોયું તો એક પેટી દેખાઈ ! અરે ! આમાં શ્રેષ્ઠ રત્નો હશે ? તેથી તાળાઓ તોડી પેટી ઉઘાડી. તેમાં મઘમઘતી ગંધવાળો ડાભડો દેખાયો. હું ! હું ! આમાં હીરા હશે એમ ધારી ડાભડો ખોળ્યો તેમાં સુગંધમય એક પત્ર દેખ્યો. ગંધ લઈને પત્ર વાંચ્યો અને તેમાં લખ્યું હતું કે... આ ગંધને સુંધી જે શીતલ પાણી પીશે, મનોજ્ઞ ભોજન અને ઉત્તમ ખાદિમ સ્વાદિમને જમશે. સુગંધિ પુષ્પ કપૂર વિ. ને સુંઘશે, ચિત્ર વિ.માં રહેલા સુંદર રૂપ નિહાળશે, વિણા વાંસલીના ધ્વનિને, કોયલના મધુર ગીતોને સાંભળશે.
સ્ત્રી શય્યા તકીયો વિ. કોમલ પદાર્થને અડકશે એટલે કે પાંચે ઈન્દ્રિયોના મનોજ્ઞ વિષયોને જે ભોગવશે તે યમનાં ઘેર જશે. (મૃત્યુ પામશે) એમાં કોઈ સંદેહ નથી.
દાઢી, મુંછ અને માથાના વાળનું મુંડન કરાવી. હલ્દી જાતનાં અન્ન પાનથી જીવન ચલાવનાર સાધુની જેમ જે રહેશે તે જીવી શકે, નહિ તો મરશે. એવું વાંચી સુબંધુ વિચારવા લાગ્યો. મારી બુદ્ધીને ધિક્કાર હો, કે જેના મદથી ચાણક્યને માર્યો. આ જીવલોકમાં શ્રેષ્ઠમતિવાળો તો ચાણક્ય છે. કે જેણે મરવા છતાં પણ મને જીવતો છતાં મરેલો બનાવી દીધો. ખાત્રી કરવા માટે અનાથપુરુષને ગંધ સુંઘાડી મનોહર વિષયો ભોગવવાં આપ્યા. તે મર્યો, તેથી જીવવા ખાતર સાધુ રૂપે રહેવા લાગ્યો. પરંતુ અભવ્યત્વને લીધે ભાવવગરનો હોવાથી ભવાટવીમાં તીણ દુઃખોને સહન કરતો ભમશે.
બિંદુસારની પૃથ્વીતિલકા પત્નીને લાલપત્રમાં સમૂહવાળાં, છાયા રેળાવતાં, પુષ્પથી શોભતાં, અનેક લોકોને આનંદ આપતાં અશોકવૃક્ષ જેવો અશોક શ્રી નામે પુત્ર થયો. યૌવનવયે ઉભેલો તે કલાકલાપમાં નિપુણ હતો. તેથી રાજાએ યુવરાજપદે સ્થાપ્યો. પિતાનાં મૃત્યુ પછી મંત્રી સામંતોએ તેને રાજા બનાવ્યો. રાજયધુરા સંભાળતા તેને કુણાલ નામે પુત્ર થયો. બાલ્યાવસ્થામાં જ યુવરાજપદે સ્થાપી સ્વમાતા મૃત્યુ પામી હોવાથી સાવકીમા ના ભયના કારણે કુમારભક્તિમાં (આજીવિકા માટે) ઉજ્જૈની નગરી આપી. કુણાલને શ્રેષ્ઠ મંત્રી પરિજન સાથે ઉજૈની મોકલી દીધો.
અતિસ્નેહના લીધે રાજા દરરોજ સ્વહસ્તે ટપાલ લખીને મોકલે છે. એક વખત કુમારને ભણવા માટે યોગ્ય જાણી માહંતોને = પ્રધાનોને ઉદ્દેશીને લખ્યું કે “અધીયતાં કુમાર” એ પત્રને ફરી વાંચ્યો પણ હજી અક્ષર ભીનાં હોવાનાં કારણે ખુલ્લો મૂકીને રાજા શરીર શંકા નિવારવા ઉક્યો. રાજા પાસે બેઠેલી કુમારની સાવકી માતાએ વિચાર્યું રાજા આટલા આદરથી પત્ર કોને લખે છે, તેથી તેણીએ પત્ર વાંચ્યો. પણ રાજય પોતાના પુત્રને મળે તેવી ઈચ્છાના કારણે “અ” કાર ઉપર બિંદુ મૂકી દીધું. પત્રને તેજ સ્થાને પાછો મૂકી દીધો. “હાથે મૂકેલો પત્ર ફરીથી વાંચેલો હોય છતાં પણ એકવાર પુનઃ વાંચવો