________________
૧૦૮
મૂળશુદ્ધિ ભાગ-૧ બસ આટલા નામમાત્રથી સંતુષ્ટ થઈ ગયો. શું આ પ્રમાદથી સંસાર તરી જઈશ? જેથી આ દુષ્કાળમાં બે સાધુને પણ નિભાવી શકતો નથી. એટલા માટે જ તો સર્વ સાધુઓને મેં અન્ય ઠેકાણે મોકલ્યા છે, પણ આ તો પાછા ફરી ગયા. તો આવા પ્રકારનાં પાપારંભનું અન્ય શું ફળ તને થશે? કહ્યું છે કે..
જેનું યથોચિત દાન યતના યત્ન)થી યતિઓ ગ્રહણ કરતા નથી, તે શું ગૃહસ્થ છે? તેનું તો ઘરવાસમાં રહેવું નકામું છે. (૧૬૭)
દાનાદિ રૂપ જ્યાં સાધુ સેવા નથી થતી ત્યાં “ત્યાં તળાવમાં પાણી, (પશુઓ માટે) તૃણ અને અણુ જેટલું અન્ન પણ ઉપર (માલીયામાં સંગ્રહસ્થાને) અડતું નથી. વાદળ (કદાચ દેખા દે તો) ભૂલા પડેલા જાણવા. પરંતુ પાણીનુ બિંદુ વરસાવે નહિ.
આ સાંભળી ચાણક્ય શરમાયો...
હે ભગવન્! અનુશાસનને ઈચ્છું છું. આપે ડૂબતાં એવા મને સંસાર સમુદ્રમાંથી પ્રેરણારૂપી શ્રેષ્ઠ માનદ્વારા બહાર કાઢ્યો છે. પ્રાસુક એષણીય અમારા માટે બનાવેલાં ભક્તપાનનો મારે ઘેર દરરોજ લાભ આપી મારા ઉપર ઉપકાર કરો. મેં આપને ઠપકો આપ્યો. તેની મને ક્ષમા કરો. (મારા ગુનાને માફ કરો) એમ કહી ચાણક્ય ઘેર ગયો.
અને વિચારવા લાગ્યો ક્ષુલ્લક સાધુની જેમ કોઈ વૈરી અદ્રશ્ય થઈ ઝેર ભેળવી દે તો ઘણું ખરાબ થઈ જાય. તેથી આવો કોઈ ઉપાય કુરુ જેથી વિષપ્રયોગથી પણ ભય ન રહે. પછી સહન કરી શકે તેટલુ વિષથી મિશ્રિત આહાર ચંદ્રગુપ્તને જમાડવાનું શરુ કર્યું. - રાજાને ધારિણીની નામે પટ્ટરાણી છે. તેણીને પ્રધાન ગર્ભનાં પ્રભાવે દોહલો ઉત્પન્ન થયો કે. તે માતાઓ ધન્ય છે, કતાર્થ છે, જેઓ રાજા સાથે એક સિંહાસને બેઠેલી એક જ થાળીમાં ભોજન કરે. જેઓ રાજા સાથે એક થાળીમાં ભોજન કરતી નથી, તેઓનું જીવન તથા ગર્ભને ધારવો વ્યર્થ છે. એવો દોહલો પૂર્ણ ન થવાનાં કારણે પાતળી પડી ગઈ. તે દેખી રાજાએ પૂછ્યું. હે પ્રિયે ! હું પણ સ્વાધીન હોવા છતાં તારું શું નથી પુરાતું (એટલે તારે શેની અધુરપ છે?) અથવા તો શું કોઈ દુર્જને દુષ્ટ વચનો
ક્યાં છે, હે દેવી ! શું તારી આજ્ઞાનું કોઈએ ખંડન કર્યુ છે. આજે સહસા કોનાં ઉપર યમરાજા અકાળે ક્રોધે ભરાણો છે? ધારિણીએ જવાબ વાળ્યો હે નાથ ! આવું કશું જ થયું નથી. પરંતુ ગર્ભનાં પ્રભાવથી થયેલો “રાજા સાથે જમવાન” મારો દોહલો પૂર્ણ થતો નથી. ત્યારે રાજાએ કહ્યું તું સ્વસ્થ બન, હું આ દોહલો પૂરીશ. તેથી બીજા દિવસે ભોજન કરતા રાજાએ રાણી સાથે બેસવાની વાત કરી તેણે પણ કબુલ્યું ત્યારે ચાણક્ય કહ્યું કે રાજન્ ! તારો આહાર વિષ યુક્ત છે, માટે ન આપીશ. એમ રોજ માંગવા છતાં ચાણક્યનાં ભયથી તેણીને આહાર આપતો નથી. પણ એક દિવસ ચાણક્યની ગેરહાજરીમાં તેણે એક કોળીયો રાણીને આપ્યો. એટલામાં મોઢામાં રહેલો કોળીઓ ચાવે છે તેટલામાં ચાણક્ય આવ્યો તેણે રાણીને કોલીઓ ગળતી દેખી અરે રે ! ખોટું થયું ખોટું થયું એમ બોલતો છુરીથી પેટ ફાડી ગર્ભ કાઢ્યો અને ઘી વિગેરે માં શેષ દિવસો પૂર્યા. માતા દ્વારા ચવાઈ રહેલો તે કવલનો એક બિંદુ ગર્ભના માથે પડ્યો.તેથી તેનું બિંદુસાર નામ પાડ્યું તે કાયા અને કલાકલાપથી વૃદ્ધિ પામ્યો.