________________
મૂળશુદ્ધિ ભાગ-૧ સંપ્રતિ કથા
૧૦૯ રાજાની મૃત્યુ બાદ તે રાજા થયો. રાજાએ કહ્યું તું ચાણક્યને બરોબર અનુસરજે. તે પણ તે રીતે કરવા લાગ્યો. પણ એક વખત એકાંતમાં નંદ તરફી પ્રધાન સુબંધુએ કહ્યું કે હે દેવ ! જો કે તમે અમારા ઉપર ખુશ નથી પણ આ પટ્ટાલંકાર (રાજાના ઉત્તરદાયી)નું હિત અમારે કહેવું જોઈએ. આ જે ચાણક્ય મંત્રી છે, તે ઘણો જ શુદ્ર છે, કે જેણે રોક્કલ કરતી તમારી માતુશ્રીનું પેટ ફાડીને મારી નાંખી હતી. તેથી તમે પણ યત્નથી જાતને સાચવજો. તેથી રાજાએ અંબાધાત્રીને પૂછ્યું કે હે મા ! શું આ વાત સાચી છે? ધાત્રીએ કહ્યું વાત તો સાચી જ છે. તેથી ચાણક્ય ઉપર રાજા ગુસ્સે થયો. તેથી તેને આવતો દેખી પોતે મુખ ફેરવી લીધું. બીજો કોઈ ચાડીયુગલખોર અંદર ઘુસી ગયો લાગે છે. એમ જાણી ચાણક્ય ઘેર પાછો
ફર્યો
સ્વજનવર્ગમાં ઉચિત રીતે દ્રવ્ય વહેંચી એક ઓરડામાં પેટીની અંદર ગંધનો દાભડો એક પત્ર સાથે મૂક્યો. અને બધે તાલા લગાડી નગર બહાર જઈ બકરીની લીંડી વચ્ચે ઈગિત મરણ રૂપ અનશન સ્વીકાર્યું. અંબાધાત્રીએ કહ્યું કે પુત્ર ! તે મહામંત્રીનો તિરસ્કાર કર્યો તે સારું નથી કર્યું. આના આધારે તો તને રાજય અને જીવન મલ્યું છે. એમ કહી પૂર્વની બીના કહી સંભળાવી. તેથી માફી માંગીને તેને પાછો લાવ. તેને લાવવા રાજા સપરિવાર ચાણક્ય પાસે ગયો. ખમાવીને કહ્યું કે મહેરબાની કરી ઘેર આવો. ચાણક્ય બોલ્યો. મેં સર્વ ત્યાગ કરી લીધો છે. કારણ કે મેં અનશન સ્વીકાર્યું છે. આનો નિશ્ચય જાણી ખમાવી અને વંદન કરી બિંદુસાર રાજમહેલમાં પાછો વળ્યો “જો આ કદાચ પાછો ફરે તો મારું નિકંદન કાઢી નાંખશે.” એવું વિચારી સુબંધુએ રાજાને વિનંતી કરી હે દેવ ! અત્યારે ચાણક્ય શત્રુ મિત્ર ઉપર સમભાવના કારણે દેવરૂપ જ છે, માટે તેમની હું પૂજા કરું ! રાજાએ કહ્યું કરો. ત્યારે માયાથી પૂજા કરી ધૂપ ઉપાડી સંધ્યાકાળે લીંડી વચ્ચે અંગારો મુકી પોતાનાં ઘેર આવી ગયો. ચાણક્ય પણ આગથી દાઝતો છતાં સહન કરે છે. બહુ પિત્ત, મુત્ર અને રુધિરથી ભરેલાં એવાં અશુચિમય અને દુર્ગધી દેહ ઉપર રે જીવ તું રાગ રાખીશ નહિ, પુણ્ય અને પાપ એ બેજ જીવની સાથે જાય છે. શું આ શરીર કોઈ પણ સ્થાનથી સાથે ચાલ્યું છે ખરું? (૮૩).
પશુનાં ભાવમાં ઘણી વેદનાઓ સહન કરી તેને યાદ કરતો રે જીવ ! આ વેદનાને સહન કર રે જીવ ! નરકમાં જે વિવિધ દુઃખો તે સહયાં, અત્યારે તેમને યાદ કરતો આ વેદનાને સહન કર (૮૫) વળી જ્યાં સુધી આ દેહમાંથી પ્રાણને છોડું નહિ, ત્યાં સુધી આ નીચેનાં જિનવચનો પ્રસન્ન મને સ્મરણ કરું.
જીવ એકલો જાય છે, મરે છે અને ઉપજે છે. તથા સંસારમાં એકલો ભમે છે. અને એકલો સિદ્ધિવધૂને વરે છે. જ્ઞાન દર્શન ચારિત્રમાં આ શાશ્વત આત્મા સદા રહેલો છે. શેષ દુર્ભાવોને જીવન પર્યન્ત વોસિરાવું છું. હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ, રાત્રિભોજનથી વિરમું છું. અને આહાર પાણી વિગેરેના ત્રિવિધ ત્રિવિધ પચ્ચકખાણ કરું છું. જે જે સ્થાનોમાં મારા અપરાધ થયાં હોય તેઓને જિનેશ્વરો જાણે છે. તે સર્વની સમભાવથી ઉપસ્થિત થયેલો હું આલોચના કરું છું. છદ્મસ્થ મૂઢ મનવાળા આ જીવને કેટલું યાદ આવવાનું? જે યાદ ન આવે તેનું પણ હું “મિચ્છામિ દુક્કડમ્” આપું છુ. અત્યારે મરણ સમય નજીક આવેલો હોવાથી આત્મહિત કરવું યોગ્ય છે. તેથી અરિહંત પરમાત્માનું