________________
८४
મૂળશુદ્ધિ ભાગ-૧ , ત્યારે તે કઠિયારો કહે “હે પાપિણિ યાફૂટી! આપણો સંધ્યાકાળ થઈ ગયો છે અને તું માથું ખાય છે.” તને મંદિર જોવાની પડી છે. એમ કહી લાકડાનો ભારો ઉપાડ્યો નગરમાં ગયા. બીજા દિવસે નવો (વાટકો) કળશ લાવી નદીની રેતીમાં છુપાવી જંગલમાં ગઈ. પાછા ફરતાં વસ્ત્રાંચલમાં પુષ્પો લઈ વિસામો લેવા ત્યાં આવ્યા. અને ધન્યાએ કહ્યું કે નાથ ! ચાલો આપણે દેવને વાંદવા જઈએ. જુઓ મેં આ કમલપત્રો લાવ્યા છે. અને આ સામે નદીનું પાણી રહ્યું. તેથી સ્નાન કરી દેવને પૂજીને વંદન કરીએ. કારણ કે આવા દેવની પૂજાદિ આલોક અને પરલોકમાં કલ્યાણકરનાર થાય છે. તેણે કહ્યું અરે નિર્લક્ષણા ! શું મને પણ તારી જેમ ગ્રહો લાગ્યા છે? શું મારુ પણ ફરી ગયું છે? આવું સાંભળી તે બોલી તમને એવું લાગે તેવું બોલો અને કરો ! પણ હું તો દેવના ચરણયુગલ વાંદ્યા પહેલાં આવીશ નહીં, આ મારો નિર્ણય છે. તેણીનો નિશ્ચય જાણી તેણે કહ્યું તને જે ગમે તે કર. ત્યારે ધન્યા ચાલી નદીમાં ચરણ કમલ પખાળ્યાં, પાણીનો કળશ (લઘુઘટ) ભર્યો. દેવગૃહમાં પ્રતિમાનો પ્રક્ષાલ કર્યો. પૂજા કરીને પૂર્વક્રમથી વાંદ્યા. ત્યાર પછી ભગવાનને હૃદયમાં વહન કરતી સ્વસ્થાને ગઈ. એ પ્રમાણે દરરોજ કરવા લાગી.
- એક વખત પૂર્વકર્મ દોષથી તેનાં શરીરમાં ભારે રોગ થયો. પીડા ભોગવતાં તે ચિંતા કરવા લાગી કે હું તો કમભાગી છું કે જેથી આજે દેવને વાંદવા જઈ શકતી નથી. આવી પરિસ્થિતિમાં મારું શું થશે? તે હું જાણી શકતી નથી. તેથી હવે આલોક અને પરલોકમાં મારે તેજ ભગવાન શરણભૂત છે.
એમ ધ્યાન ધરતી મરીને આ હું તમારી પુત્રી તરીકે જન્મી છું. આજે વળી આ જિનેશ્વરનું બિલ્બ જોઈને મને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેના કારણે મેં તમને એ પ્રમાણે કહી સંભળાવ્યું. જો વળી પિતાશ્રીને ખાત્રી થઈ ન હોય તો ભગ્ગલિક કઠિયારાને બોલાવો. ત્યારે રાજાએ કોટવાલને પૂછયું અરે ! આ નગરમાં ભમ્મલિક નામે કઠિયારો રહે છે. તેણે કહ્યું હાં રાજાસાહેબ, રાજાએ કહ્યું જલ્દી બોલાવો, કંપતા અંગવાળા કઠિયારાને જલ્દી ત્યાં લાવવામાં આવ્યો. રાજાએ અભયદાનાદિ વડે આશ્વાસન આપી પૂછયું. તારે કોઈ પત્ની છે. અત્યારે કોઈ નથી, પણ પહેલાં ધન્યા નામની પત્ની હતી. જેણે મર્યાને પંદર વર્ષ થઈ ગયા છે. તને શું તે પત્ની દેખાય છે ? તેણે કહ્યું શું મરેલાઓ કાંઈ દેખાય ખરા? રાજાએ કહ્યું દેખાય જ છે. જો આ ઉભી છે તે તારી સ્ત્રી છે. રાજાસાહેબ ! આ તો મારી પત્ની નહિ, પરંતુ આપની પુત્રી છે. ત્યારે રત્નપ્રભા બોલી અરે મૂર્ખ ! તેજ હું ધન્યા નામની સ્ત્રી છું. સર્વદેવોના અધિપતિ ઇન્દ્રોવડે વંદિત ચરણવાળા ચિંતામણિ કલ્પવૃક્ષથી અધિક પ્રભાવશાળી આ ભગવાનની પૂજાદિના પ્રભાવથી સર્વકલા કલાપ વિ. ગુણોયુક્ત રાજપુત્રી થઈ છું. એકાંતમાં હાસ્યક્રીડા વિ. કરેલી તે સર્વ સાક્ષી સહિત કહી બતાવ્યું. તેથી કઠિયારાએ કહ્યું આ મારી પૂર્વની પત્ની સંભવી શકે છે. કારણ કે આ મારી પત્ની સંબંધી રહસ્યો જાણે છે. રાજપુત્રીએ કહ્યું કે પહેલાં મારા કહેવા છતાં ન સ્વીકાર્યું. તો પણ અત્યારે જિનાદિ ધર્માનુષ્ઠાનને કર, જેથી જન્માંતરમાં આવાં દુઃખ ન ભોગવવા પડે. છતાં તે કઠિયારો ભારેકર્મી હોવાનાં કારણે કાંઈ પણ ધર્મ સ્વીકારતો નથી.
અહો ! કેવી અશુભકર્મની પ્રવૃત્તિ - પરિણતિ છે. જેના લીધે આવી સાક્ષાત્ પ્રતીતિ હોવા છતાં આ ધર્મને સ્વીકારતો નથી. એમ વિચારી રાજપુત્રીએ તેને ઉચિત દાન આપ્યું અને રવાનો કર્યો. અને ઘણાં લોકોને ધર્માભિમુખ કરીને રાજપુત્રી ઉભી થઈ. અને રાજાદિ સર્વ લોકો પણ સ્વ સ્વ સ્થાને ગયા.