________________
૯૨
મૂળશુદ્ધિ ભાગ-૧ मेरु व्व तुंगाइँ सतोरणाई, विसालसालासबलाणयाइं । सोपाण-णाणामणिमंडियाई, माणेक्क-चामीकरकुट्टिमाई ॥२८॥
ગાથાર્થ – મેરુ જેવાં ઉંચા તોરણવાળા, વિશાળ પટ્ટશાળાયુક્ત, જગતીથી નીકળવાના દ્વારવાળા તેમજ ચંદ્રકાંત વગેરે વિવિધ મણિઓથી મંડિત પગથીયા, મહારત્ન અને સોનાની ફરસવાળા (ભૂમિનળવાળા).
विचित्तविच्छित्तिविचित्तचित्त, सच्छत्त-भिंगार-स(सु)चामराई । ससालाभंजी-मयरद्धइंध, वाउद्भुयाणेयधयाउलाई ॥२९॥
ગાથાર્થ – વિવિધલા-રચના તથા શોભતા ચિત્રવાળા જેમાં છત્ર (ત્રણ છત્રો પ્રભુત્રણે લોકના સ્વામી છે એવું સૂચન કરે છે,) શૃંગાર = કળશ (જેને હાથીના મોઢા જેવું નાળચું હોય છે) સ્નાત્રમાં ઉપયોગી ભાજન વિશેષ તથા સુંદર ચામરો વિદ્યમાન છે, એવા અને પુતળીયો તથા મકરધ્વજનાં ચિહ્ન વાળા, (અહીં કામદેવનું નિશાન કામનાં જય નું સૂચન કરે છે.) પવન દ્વારા ઉડતી-ફરકતી અનેક દેવકુલિકાની નાની નાની ધજાઓથી વ્યાપ્ત.
કહ્યુ છે કે છત્તત – (૧૪૦)
અર્થ - પ્રભુની ઉપર ત્રણ છત્ર ઇંદ્ર હાથમાં ધારણ કરીને રહેલ છે, તેનો જે સુવર્ણ નો દંડ છે, તે છત્રની ચારે બાજુ ચંચલહારમાળા લટકી રહી છે, “ત્રણ જગતના ધ્યેય આ જ દેવાધિદેવ છે, બીજા કોઈનો એવો અતિશય નથી,” આવું નિશ્ચયથી છત્રત્રય પ્રગટ કરે છે, તે માનવો ! એમાં તમે સંશય ન કરો.
(૧૪૧) આ ઈન્દ્રધ્વજનું વર્ણન ચાલે છે, જેનો દંડ તપીને એકદમ ચોખ્ખા થયેલા અતિશય સુંદર વર્ણવાળા શ્રેષ્ઠ સુવર્ણમાંથી નિર્મિત છે, જેમાં સફેદ ધજા/વસ મંદપવનથી ફરકી રહી છે. એવો દેવોથી ગ્રહણ કરાયેલ મોટો ધ્વજ અરિહંતની નિશાની તરીકે આગળ વધે છે. જગતને જિતનારો ભડવીર યોદ્ધો એવાં દુર્જય કામદેવને પણ જે અરિહંત પ્રભુએ જિત્યો છે. એવું સૂચવે છે.
(સર્વવિજયી હોવાથી મોટો ધ્વજ રાખેલ છે.) પવનથી ઉંચે લહેરાતી ધ્વજ-પતાકાસમૂહવાળા !
देवंग-पट्टेसुय-देवदूसउलोयरायंतनिरंतराई । विलोलमुत्ताहल-मल्लमालापालंबओउलकुलाऽऽकुलाइं ॥३०॥
પ્રધાન વસ્ત્ર, રેશમના દોરાથી બનેલું પટોળુ (પાંશુ) અને દેવદૂષ્ય વડે શોભતાં ચંદરવાવાળા, લટકતા ચંચલ મુક્તાફળ અને પુષ્પમાળાઓના ઝુલતા (મુકી પ્રમાણ કુલોમાં રહેલ) પુષ્પ ગુચ્છાના સમૂહથી વ્યાપ્ત = ચાર કોર ભરેલાં.
પૂ-ભૂથિ-વસ્તુદી-તરત-સંબં-શુંશુમાdf | डझंतकालागरुसार धूयणीहारवासंतदिगंतराइं ॥३१॥
કપૂર, કસ્તુરી, કુંદુરુફક = સુગંધિ દ્રવ્ય વિશેષ, સીહલક-આ પણ સુગંધિ દ્રવ્ય છે, શ્રેષ્ઠચંદન અને કેશરનો બનેલો બળતો કાલાગ ધૂપની મહાગંધથી દિશાઓને સુવાસિત કરનારા.