________________
મૂળશુદ્ધિ ભાગ-૧
૯૫
તેમાં તે સંકાશ શ્રાવક દ૨૨ોજ પ્રભુભક્તિ કરે છે. વ્યાજ વિગેરે થી દ્રવ્યની વૃદ્ધિ કરે છે. નામુ પણ જાતેજ કરે છે. હિસાબ-કિતાબ પોતે જ કરે છે. આ વિશ્વાસુ માણસ છે. એમ સમજી કોઈપણ તેને દ્રવ્યાદિ બાબતમાં પૂછપરછ કરતું નથી. એમ કેટલોક સમય વીતતાં અશુભ કર્મને વશ થઈ સંકાશે દેવદ્રવ્યનું ભક્ષણ કર્યું. પ્રમાદ અને વિષયવૃદ્ધિનાં કારણે પશ્ચાતાપ પણ ન થયો. અને આલોચના, નિંદા, ગર્હા પણ ન કરી. (પ્રાયશ્ચિત્ત લઈને આદર્યુ નહિં.) પ્રતિકારનાં અભાવે તેનાં નિમિત્તે તેણે ઘણું અશુભકર્મ બાંધ્યું.
આયુષ્યની દોરી તૂટતાં તે કર્મનાં લીધે ચારે ગતિમાં ભટક્યો, હંમેશને માટે અંધારાથી અવરાયેલ, ચરબી, મજ્જા, માંસ, પરું થી કાદવવાળા (ખરડાયેલ), મૃત માણસનાં કોહવાઈગયેલાં કલેવર સરખી નાક-માથુ ફાટી જાય તેવી ગંધવાળા, જાણે મનુષ્યના પુણ્યસમૂહનો ઘાત કરાતો હોય તેવાં કરુણા શબ્દથી વ્યાસ, કોઠાના વૃક્ષ જેવાં સ્પર્શવાળા તથા અનિષ્ટ રૂપ-૨સવાળા નરકાવાસમાં તીક્ષ્ણ છુરી ભાલથી છેદાતો ને ભેદાતો, કુંભીઓમાં પકાતો, શૂળી ઉપર પરોવાતો, આગથી ધગધગતી લોઢાની નારી સાથે સ્પર્શ કરાવાતો, ધોબી જેમ વસ્ત્રોને શિલા ઉપર પટકે તેમ તેનાં અંગે અંગ શિલા ઉપર પછડાઈ રહ્યા છે. તપેલી રેતીના માર્ગ ઉપર જ્વાલાથી વ્યાપ્ત લોઢાનાં રથમાં જોતરાતો, વળી તરસ્યાં થતાં શીશું તાંબુ અને લોઢાના રસોને બળજબરીએ પરમાધામીઓ તેને પીવડાવે છે. તે કરવત તથા યંત્ર વિ.થી જુના લાકડાની જેમ કપાય છે. પાડાની જેમ આગમાં નંખાય છે. વૈતરણી નદી, અસિપત્રવાળા વનમાં ઘણાં દુઃખ સંકટ પ્રાપ્ત કરતો એવા તેણે ઘણો કાળ પસાર કર્યો. ।।લા
તિર્યંચ યોનિમાં વનદાહ વિ.થી બળ્યો, કાન, નાક વિ. ઉપર ચિહ્નો કરાયા. છેદાયો, ભેદાયો, નાકમાં છિદ્ર કરી નાથવામાં આવ્યો. લાકડી, ચાબુક વિ.ના પ્રહાર પડ્યા. ભારવહન કર્યો. ચુંકણ નાનો પાતળો ખીલો ઘોબાયો, અકાલે મરણ પામ્યો, ઇન્દ્રિયોનું દમન કરાયું - ખસી કરાઇ, ભુખ્યો તરસ્યો રહ્યો, ઠંડી ગરમી સહન કરી, અને ગાઢ બંધને બંધાયો, ઇત્યાદિ નરક જેવાં ભારે દુઃખો તેણે સહન કર્યા.
=
મનુષ્યગતિમાં હાથ, પગ, જીભ, તથા નાસિકાનો છેદ થયો, જેલમાં સપડાવું, અપરાધ વિના પણ નેત્રો ખેંચાવા તથા વધને પામવું, મહાભયંકર રોગ શોક દારિદ્રથી પીડાતો તેમજ આગની જવાલાથી દાઝેલાં અંગવાળો, સર્વ ઠેકાણે તિરસ્કારને પાત્ર, દીન-લાચાર બનીને રહ્યો.
દેવગતિમાં કિલ્બિષિકપણું, (હલ્કીકોટિના દેવો) ઈર્ષ્યા, વિષાદ,ભય, અન્યની આજ્ઞાનું પાલન વિ. વિષમ દુઃખોને તેણે સહન કર્યા.
ત્યાર પછી આ જંબુદ્વીપમાં તગરા નગરીમાં ઈલ્યપુત્ર તરીકે ઉત્પન્ન થયો. શેષ રહેલાં અશુભ કર્મના કારણે પિતાનું પણ નિધન થયું. “આ કમભાગી છે.” એમ લોકો તેને નિંદવા લાગ્યા. પિતાના મૃત્યુ પછી ઘણી જાતનાં ધંધા કરવા છતાં રોટલા જેટલું પણ રળી શકતો નથી. તેથી જ્યાં જ્યાં હાથ નાખે ત્યાં આંગળી દાઝે છે. તેથી તે ખૂબજ ખિન્ન થયો.
એક વખત ત્યાં કેવલી ભગવંત પધાર્યા. દેવતાઓએ સુવર્ણ કમલ રચ્યું. નગરજનો વંદન માટે