________________
મૂળશુદ્ધિ ભાગ-૧
સંપ્રતિ કથા
ચાણક્ય જોયું અરે ! આ તો પિયરથી આવી છતાં ખિન્ન-ગમગીન મનવાળી દેખાય છે. એને ખેદનું કારણ પૂછ્યું, પણ તે કાંઈ બોલી નહિં, આગ્રહથી પૂછતા તે બોલી કે હું દરિદ્ર એવાં તમારે પનારે પડી છું. જેથી મા-બાપે પણ તિરસ્કાર કર્યો. તેથી મને અકૃતિ-ખેદ થયો. ત્યારે ચાણક્યે વિચાર્યું આ વાત તો સાંચી છે. કારણ અર્થ - ધન જ ગૌરવને યોગ્ય છે, ગુણો નહિં.
કહ્યું છે કે.. “ઉત્તમજાતિ ધરતીમાં જાઓ, ગુણસમૂહ તેમાંથી પણ નીચે ઉતરો, શીલ, સદાચાર પર્વતથી પડો. અભિજનો - સ્વજનો (કુલ) અગ્નિથી બળી જાઓ, શૌર્ય રૂપ વૈરી ઉપર વજ્રઘાત થાઓ, અમને તો માત્ર પૈસા મળી જાય તો બસ છે. કારણ કે તેનાં એકના વગર આ સર્વે ગુણો તણખલા તુલ્ય છે.’’ તથા.
22
ધનથી નીકુલવાળો ઉચ્ચકુલવાળો થઈ જાય છે. ધનથી જ માણસો પાપથી નિસ્તાર પામી જાય છે. (ગુન્હો કર્યા પછી પૈસા ખવડાવી જેલ વિગેરેથી બચી જવાય છે.) લોકમાં ધનથી અધિક વધારે કશું જ નથી, માટે ધનને ઉપાર્જિત કરો.
વળી જ્ઞાન અને ગુણથી ભરપુર પણ ધન વગરનો માણસ પૂજા પામતો નથી. ધનવાન નીચ (ખરાબ આદતોવાળો ઈત્યાદિ) પણ લોકમાં ગૌરવને મેળવે છે. નિર્ધન માણસના કુલ, શીલ, શૌર્ય, સુંદરતા, બોલવાની કુશલતા, મીઠા વચનો, આ સર્વે નાકામા નીવડે છે. ધનવાનનું કડવું વચન પણ અમૃતની જેમ ગ્રહણ કરાય છે, જ્યારે નિર્ધનનું કલાકલાપવાળુ વચન પણ સ્વીકારાતું નથી. (૨૪)
જેની પાસે ધન હોય, લોકો પણ તેનાં થાય છે. ધનવાનનાં ઘણાં ભાઇઓ બની જતાં હોય છે. (તેમની સાથે ઘણા માણસો સ્વજન જેવો વ્યવહાર કરવા લાગે છે.) ત્યારે નિર્ધન માણસ દાસ સમાન બને છે. સમસ્ત ભુવનમાં સમર્થ સંસાર છોડેલા એવાં મુનિનાથની જેમ આ અર્થને વિદ્વાન માણસો પૂજે છે. આ (ધન) આવવાથી નહિં રહેલાં પણ ગુણો આવે છે. અને તેનાં જવાથી રહેલાં ગુણો પણ જતાં રહે છે. સર્વગુણસમૂહ સાથે આ લક્ષ્મી જોડે છે. તેથી તે લક્ષ્મી જય પામો. તેથી સર્વપ્રકારે-કોઈ પણ હિસાબે ધન પેદા કરવું જોઈએ.
પાટલીપુત્ર નગરમાં નંદ નામે રાજા છે. તે બ્રાહ્મણોને સોનું આપે છે. તેથી હું ત્યાં જાઉં એ પ્રમાણે મનમાં ધારી ચાણક્ય ત્યાં ગયો. દિવ્ય / દૈવ યોગે દ્વારપાલોના પ્રમાદથી તે રાજસભામાં પહોંચી ગયો. ત્યાં રાજા માટે તૈયાર થયેલું સિંહાસન જોયું. તેનાં ઉપર બેસી ગયો. એટલામાં સ્નાન કરી સર્વ અલંકારોથી ભૂષિત થઈ નૈમેત્તિક સાથે રાજા ત્યાં આવ્યો. ચાણક્યને જોતાં નૈમેત્તિક બોલ્યો કે રાજન્ ! આવાં પ્રકારના મુહૂર્તમાં આ રાજસિંહાસન ઉપર બેઠો છે જે મુહૂર્તમાં તે નંદવશંની છાયાનો તિરસ્કાર કરી સ્થિત થયો છે. (નંદવંશની કાંતિને દબાવીને બેઠો છે.) આને ઠંડા કલેજે સમજાવીને વિનયથી ઉઠાડવો જોઈએ. ત્યારે રાજાએ અન્ય આસન અપાવ્યું અને નોકરે કહ્યું આ તો રાજસિંહાસન છે. માટે ઉઠીને અહીં બેસો. ત્યારે ચાણક્યે વિચાર્યું અન્યે નહિં આપેલા આસન ઉપર બેસવું તે અજુગતું કહેવાય, પણ આસનથી ઉઠી જવું તો સાવ હલકું કહેવાય. એમ વિચારી કહે છે, ભલે, તો અહીં મારી કુણ્ડિકા બેસશે (પડી રહેશે) એથી ત્યાં કુણ્ડિકા મૂકી (નોકરોએ લાવેલા) અન્ય રચેલા સિંહાસન ઉપર