________________
મૂળશુદ્ધિ ભાગ-૧
૯૧ જિનપ્રવચનવૃદ્ધિ કરનાર છે, - એટલે દેવદ્રવ્ય તેની સંતાન પરંપરાને અવિચ્છિન્ન ચલાવનાર હોવાથી, મુડી હોય તો વંશજો મંદિર સુધારી | સમારી શકે અને દર્શન વંદનથી જિનધર્મમાં જ રત રહે, નહિતો મંદિરના અભાવે અન્ય ધર્મી પણ થઈ જાય. એથી તે દ્રવ્યનો નાશ કરવામાં મહાન દોષ થાય છે.
કહ્યું છે કે – દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્યનો જે મૂઢમતિ ભક્ષણ કરે છે તે “ધર્મને - નિઃસ્પૃહતા નામના ધર્મને” અને “તેનાં ભક્ષણથી કેવું ફળ ભોગવવું પડશે તે જાણતો નથી.” અથવા તેણે દેવદ્રવ્યનો દ્રોહ કરતા પહેલાંજ નરકાદિનું આયુષ્ય બાંધેલુ હોય છે. શ્રાવકે તો શું સાધુએ પણ તેનાં વિનાશમાં ઉપેક્ષા નહિ કરવી જોઈએ.
જેથી ઉપદેશપદમાં કહ્યું છે કે...
સ્વપક્ષ કે પરપક્ષ દ્વારા મંદિરનો નાશ થયો હોય કે મંદિર માટે ઉપયોગી કાષ્ઠ, ઉપલેપ (સિમેન્ટ-ચુનો) વિ. ઉપયોગી દ્રવ્ય બે પ્રકારનું હોય છે. નવીન અને લાવ્યા પછી ઉખાડી નાંખેલું અથવા થાંભલા કુંભી વગેરે મૂલ ઉપયોગી દ્રવ્ય છે. અને છત વિ. ઉત્તર ઉપયોગી દ્રવ્ય સમજવું. તેનો નાશ થતો હોય તેની ઉપેક્ષા કરે તો સાધુ અનંત સંસારી થાય છે.
સાધ્વીના શીલનો ભંગ કરવો, ચૈત્યદ્રવ્યનો વિનાશ, પ્રવચન ઉડાહ અને ઋષિઘાત આ ચાર સમકિતનાં મૂળિયાને બાળવામાં અગ્નિ સમાન છે. અને મૂલ પ્રાયશ્ચિત્તના હેતુ છે.
વર્ધન : વ્યાજ વિ.થી દ્રવ્યની વૃદ્ધિ કરવી, કહ્યું છે કે..
જિનપ્રવચનની વૃદ્ધિ કરનાર, જ્ઞાન દર્શન ગુણોની પ્રભાવના કરનાર, જિનદ્રવ્યને વધારનાર, જીવ તીર્થંકરપણાને મેળવે છે. ચૈત્ય, કુલ, ગણ અને સંઘનો જે આશંસા વિના ઉપકાર કરે છે. તે પ્રત્યેક બુદ્ધ, ગણધર કે તીર્થકર થાય છે. જે નિસ્પૃહ ચિત્તથી દેવદ્રવ્યની વૃદ્ધિ કરે છે તે ઉચ્ચકોટિની લક્ષ્મી ભોગવીને શાશ્વત સ્થાનને પ્રાપ્ત કરે છે. રદી રેન્ન – રત્ આ ક્રિયાનો સંબંધ સ્નાન, પ્રતિષ્ઠા વગેરે બધા સાથે કરવાનો છે, વળે તિ = તિ પદ પ્રકરણની પરિસમાપ્તિના અર્થમાં છે.
_ “પ્રથમ સ્થાનકનું વિવરણ પૂરું” જ “જિનભવન નામે દ્વિતીય સ્થાન )
હવે અનુક્રમે આવેલાં બીજા સ્થાનની શરૂઆત કરાય છે. આને પૂર્વ સાથે આ પ્રમાણે સંબંધ છે. અંજનશલાકા દ્વારા પ્રતિષ્ઠિત જિનબિમ્બ માટે જિનગૃહની જરૂર પડે છે. માટે જિનભવનનું વિધાન આ બીજા સ્થાનક દ્વારા કહેવામાં આવે છે.
जिणिदयंदाण य मंदिराई, आणंदसंदोहणिसंदिराई । रम्माई रुंदाणि य सुंदराई, भव्वाण सत्ताण सुहंकराई ॥२७॥
ગાથાર્થ - જિનેન્દ્ર ચંદ્રના આનંદ ધોધને ઝરાવતા, રમ્ય, વિશાળ, સુંદર મંદિરો ભવ્યજીવોને સુખ અથવા કલ્યાણ કરનારા છે. ll૨૭ળી
વાસ્તુ શાસ્ત્રોક્ત પ્રમાણવાળા, સુંદર જિનાલયને દેખીને પ્રાણી આનંદ વિભોર અને પ્રફુલિત હૃદયવાળા થાય છે. માટે જિનાલયનું નિર્માણ કરવું જોઈએ. “આ કર્મ =જિનાલય | અને ક્રિયાનો = કરવા જોઇએ” નો ૩૬ મી ગાથા સુધી સંબંધ છે. ભવ્યનું અહીં ગ્રહણ કર્યું છે તે અભવ્યના નિષેધ માટે છે. કા.કે. તેઓને પાલકવિગેરેની જેમ જિનેશ્વરને સાક્ષાત દેખવા છતાં આનંદ જાગતો નથી.