________________
મૂળશુદ્ધિ ભાગ-૧ દીવેહિં : અંધકારને દૂર કરનાર વાટ અને તેલના સંયોગથી પ્રજ્વલિત અગ્નિશિખા તે દીપ કહેવાય. તેનાથી (દીપકથી) પૂજા કરવાની, કહ્યું છે કે -
પૂજાવિધિમાં સ્વચ્છ વાટ અને સુગંધી તેલના લીધે ઉછળતી પ્રભાથી દેવાલયનાં અંધકારને દૂર કરનાર એવાં દીવડાને ધન્યજનો નિર્મલ ભક્તિભાવથી જિન સમક્ષ પેટાવે છે. (૧૦૨)
૮૬
અક્ષએહિં : અષ્ટમંગલાદિની રચના કરવામાં ઉપયોગી અખંડ ડાંગર વિ. ઉત્તમજાતનાં ચોખાથી અક્ષતપૂજા કરવી.
કહ્યું છે કે - શંખ અને કુન્દ્રપુષ્પ જેવા શ્વેત,પાણીથી પ્રક્ષાલિત, ઉત્કટ સુગંધવાળા વિશાલ, અખંડિત, અક્ષતોથી પંડિત પુરુષોએ ભક્તિથી પ્રભુની પૂજા કરવી જોઇએ. (૧૦૩)
તથાણાણાફલેહિં - અનેક જાતનાં પાકથી પવિત્ર એવાં કેરી વિ. ફળોથી ફળપૂજા કરવી. કહ્યું છે
કે -
પાકેલાં ઉજ્જવલ વિવિધ વર્ણવડે શોભતા, નેત્રને સારા લાગનારા-આનંદ અર્પનારા, જેની સુગંધ લેવી ગમે તેવાં વિવિધ ફળો અને સુંદર જાતિના કન્દ, અને મૂળથી ધન્યપ્રાણીઓ પ્રભુ સામે પૂજા કરે છે. અર્થાત્ પૂજા નિમિત્તે પ્રભુ આગળ ધરે છે. (૧૦૪)
ઘએહિં = સુંદર જાતનાં ઘી વડે,
–
કહ્યું છે કે - સ્વચ્છ, ઇન્દ્રિયોને ઘણાં જ સુખકારી, સદ્ભાજનમાં અર્પણ કરાયેલા (મુકાયેલા), સુગંધ-સુવર્ણયુક્ત, સર્વ દોષ દૂર કરનાર, એવાં ઘીથી હરખાયેલા હૃદયવાળા ધન્યજીવો, રાગદ્વેષ અને મદરૂપી ઉદ્ધતશત્રુને જિતનાર એવાં પરમાત્મા સમક્ષ સદ્ભક્તિથી પૂજા કરે છે. (૧૦૫)
બધી પૂજા નિત્ય કરવી કેમકે સ્તોક પણ પુણ્ય પ્રતિદિન કરવાથી વૃદ્ધિ પામે છે. મધમાખીના મુખનાળથી એકઠું કરાયેલ મધ સેંકડો ઘડા જેટલું થાય છે. (૧૦૬) તત્ત્વ = નિત્ય (ખિન્ન) આ વિશેષણ બધી પૂજામાં જોડવાનું છે, એટલે દરેક પૂજા દરરોજ કરવાની છે. “પાળીય પુળેદિ ય ભાવળેદિ' આ બે પદ વચ્ચે ય= ચકાર છે, તેથી બન્ને નો જુદો જુદો અર્થ લેવાનો હશે” આવી શંકા સંભવે એમ છે, માટે ટીકાકાર ખુલાસો કરે છે કે અહીં ય વ્યવહિતનો સંબંધ કરનાર હોવાથી બન્ને પદ જોડીને અર્થ કરવો.
જલપૂજા : સુગંધી સ્વચ્છ શીતલજલ ભરેલ ભાજનો (થી પખાલ કરવા દ્વારા) ધરવા વડે પૂજા
કરવી.
કહ્યું છે કે - નિર્મલ ઉજ્જવલ જલથી શોભિત એવાં પૂર્ણ ભરેલાં પાત્ર સમૂહને આદરપૂર્વક વિકસિત રોમરાજીવાળો, ગૃહસ્થ (વેશ્મભાગ) સદા જિન સમક્ષ મૂકે. (૧૦૭)
એકવીશમી ગાથામાં કહેલ ચકાર અણકહેલાંનાં સમુચ્ચય માટે છે. તેથી નૈવેદ્ય, વસ્ર, આભરણ, વિલેપન વિ. પૂજાનો આ આઠપૂજામાં અંતર્ભાવ કરવો ॥૨૧॥
પૂજાનું સ્વરૂપ કહ્યું. હવે તથા પ્રકારનાં વિશેષણ યુક્ત પ્રાણી જિનપૂજામાં પ્રવૃત્ત થયેલો જેવાં દુઃખોથી મુક્ત રહે છે તે બે ગાથા વડે ગ્રંથકાર દર્શાવે છે. કે....
पूर्व कुतो बहुमाणवतो, उदारचित्तो जिणभत्तिजुत्तो । નાશિક-લોયા-કુાંતનુવા-યુવળ-ટુ-યુવવાનું રા