________________
७४
મૂળશુદ્ધિ ભાગ-૧ વિજ્ઞાન, જ્ઞાન, બળથી ગર્વિત, આસન કરવામાં દક્ષ, યુદ્ધ નિયુદ્ધમાં પ્રધાન, અનેક રાજ્યમાં જયને વરેલાં છે. તે બધામાં પ્રધાન, ઘણાં રાજાને ખુશ કરનારો રંગાયણ નામે મલ્લ છે. ત્યાં વિચરતાં ધર્મરથસૂરિ પધાર્યા. તેઓશ્રીને વાંદવા રાજા વિ. બધા નગરજનો ગયા. અને મલ્લ (ગામનો મુખિયો) પણ જલ્દી ગયો. સૂરીશ્વરને વાંદી યથાસ્થાને બેઠા.
આચાર્યશ્રી પણ જિનેશ્વરે ઉપદેશેલ ધર્મ કહેવા લાગ્યા. મિથ્યાત્વ પાણીથી ભરપૂર, કષાયરૂપી પાતાળ કળશથી અગાધ, કુગ્રહરૂપી જલચરના સમૂહવાળા, મોહરૂપી આવર્તવાળા, મહાભયંકર, અનેક જાતના રોગરૂપી તરંગો જ્યાં ઉછળી રહ્યા છે. આપત્તિરૂપ કલ્લોલ શ્રેણીથી યુક્ત, મદનાગ્નિરૂપ વડવાનલવાળા, એવાં સંસાર સમુદ્રમાં ડુબતા ભવ્ય જીવોનો ઉદ્ધાર (વિસ્તાર) કરવામાં જહાજ સમાન, આ જિનધર્મ છે. તેથી શિવસુખનાં ફળ માટે તેમાં જ મહેનત કરો. તે સાંભળી કેટલાએ પ્રવ્રજયા ગ્રહણ કરી. તેમજ કેટલાક શ્રાવક થયા. રંગાયણ પણ પાંચ અણુવ્રત સ્વીકારી ઘેર ગયો. માલકલ્પપૂર્ણ થતાં સૂરીએ અન્યત્ર વિહાર કર્યો.
રાજાએ ચામુંડાની મોટી યાત્રા પ્રારંભી. રાજાએ સર્વ મલ્લોને આવવાની આજ્ઞા કરી. ત્યારે મલ્લોએ રંગાયણને કહ્યું ચાલો તૈયાર થાઓ, આપણે યાત્રાએ જઈએ. તેણે કહ્યું તમે જાઓ મારે નથી આવવું. તેઓ બોલ્યા અમે પણ ન જઈએ. ત્યારે ગણાભિયોગ જાણી ઈચ્છા વિના તેમની સાથે ગયો. અને નૃત્ય કર્યું. તેથી રાજા ઘણો જ ખુશ થયો. અને રંગાયણને કહ્યું તને જે ગમે તે માંગ. જો આમ જ હોય તો તે પૃથ્વીધર ! જાવજજીવ મને અન્યતીર્થે ન લઈ જવો. રાજાએ હા પાડી. ઘેર જઈ બ્લેક રહિત ધર્મનું પાલન કરી અંતે અનશન કરી એકાવતારી પહેલાં દેવલોકે દેવ થયો.
“રંગાયણ મલ્લ કથા સમાપ્ત” હવે બળાભિયોગનો આગાર બતાવે છે...
બળ એટલે બલાત્કારે કોઈ બલવાન કાંઈક કામ કરાવે તો અતિચાર ન લાગે. તેના વિશે જિનદેવની કથા કહે છે..
( જિનદેવની કથા) આ ભરતક્ષેત્રમાં શંખવર્ધન નામે ગામ છે. ત્યાં શ્રાવકકુલમાં જન્મેલો જીવાદિ તત્ત્વમાં વિચક્ષણ સામાયિક વિ. અનુષ્ઠાનમાં નિરત, મેરુની જેમ નિશ્ચલ સમક્તિવાળો, જિનદેવ નામે શ્રાવક છે.
તે કોઈના પણ આગ્રહથી ધર્મ વિરુદ્ધ આચરણ કરતો નથી. તેણે ક્યારેક બીજા ગામ ભણી પ્રયાણ કર્યું. રસ્તામાં મહામિથ્યાત્વી પોતાનો સાળો મહેશ્વરદત્ત મળ્યો, તેને કહ્યું છે જિનદેવ! ક્યાં જાઓ છો? પુત્રી લેવા વસંતપુર જાઉં છું. જિનદેવે જવાબ વાળ્યો. તો ચાલો હું પણ ત્યાં જ જાઉં છું. બંને સાથે જતાં રસ્તામાં ધર્મ ચર્ચા થઈ. જિનદેવે તેને નિરુત્તર કર્યો. તેથી મહેશ્વરદત્તને માઠું લાગ્યું. આગળ જતા મહાનદીના તટે એક લૌકિક દેવકુલને દેખીને મહેશ્વરે કહ્યું કે આ સ્વયંભૂ મંદિર પરમતીર્થ છે, તેથી ચાલો વંદન કરીએ. જિનદેવે કહ્યું હું તો થાકી ગયો છું. માટે અહિં આરામ કરું છું. ત્યારે તેનો અભિપ્રાય જાણીને આનું વ્રત ભંગાવું. એમધારી મહેશ્વરદત્ત મહાબળથી બાહુથી પકડી ત્યાં લાવ્યો અને