________________
મૂળશુદ્ધિ ભાગ-૧
रायाभियोगो य गणाभियोगो, बलाभियोगो य सुराभियोगो । તારવિજ્ઞી મુખિહો ય, છ કિડિયાઓ બિળસાસમ્મિ ર્ા ગાથાર્થ : રાજાભિયોગ, ગણાભિયોગ, બલાભિયોગ, દેવાભિયોગ, કાંતારવૃત્તિ અને વિડલોનો આગ્રહ આ છ આગાર જિનશાસનમાં દર્શાવેલ છે.
૭૨
રાજાની આજ્ઞાથી અકલ્પ્ય પણ આચરતા સમકિતમાં અતિચાર ન લાગે, કારણ કે આગાર રૂપે હોવાથી તેમ કરવાની છૂટ છે. અહિં તેનાં ઉપર કાર્તિક શેઠનું દ્રષ્ટાંત કહે છે. અભિયોગ એટલે
પરવશતા.
કાર્તિકશેઠની કથા
આ ભરતક્ષેત્રના કુરુક્ષેત્રમાં હસ્તિનાપુર નગર છે. ત્યાં પોતાના પ્રતાપથી જેણે અભિમાની રાજાઓને પરાસ્ત કરી દીધા છે અને સમસ્ત સદ્ગુણરૂપી રત્નનો સાગર એવો જિતશત્રુ નામે રાજા છે. ત્યાં એકહજાર વ્યાપારીઓનો સ્વામી જીવાદિ તત્ત્વને જાણનાર કાર્તિક નામે શેઠ છે. તેને દેવ પણ જિનશાસનથી ચલિત ન કરી શકે એવો તે દ્રઢ સમકિતધારી છે. અને સંવેગથી ભાવિત છે. તેવાજ ગુણવાળો ઋદ્ધિથી કુબેર સમાન બીજો ગંગદત્ત નામે શ્રેષ્ઠી છે. ત્યાં એક વખત કેવલજ્ઞાન ના કિરણ સમૂહથી ધરણિતળને ઉદ્યોદિત કરનારા, ગામ નગરાદિમાં વિચરતાં, શ્રમણસંઘથી પરિવરેલાં, ઈન્દ્ર પણ જેમનાં ચરણ ચૂમી રહ્યાં છે એવા મુનિસુવ્રતસ્વામી હસ્તિનાપુર નગરમાં પધાર્યા. દેવોએ સમવસરણ ૨ચ્યું. પરમાત્મા તેમાં બિરાજમાન થયા.
તેટલામાં તો સુરાસુરનર અને પશુ-પંખીઓથી સમવસરણ (છલોછલ) હેકડેઠઠ થઈ ગયું. ભગવાને પણ નૂતન વાદળા સરખા અવાજે ધર્મ દેશના આપી. તે સાંભળી ઘણાં ભવ્યજીવો પ્રતિબોધ પામ્યા. ત્યારે ગંગદત્ત શેઠ પણ ભવસમુદ્રથી ઉદ્વેગ પામ્યો,
રોમાંચિત દેહે જિનેશ્વરને વાંદી વિનંતિ કરવા લાગ્યો કે ભગવંત ! જેટલામાં પ્રથમપુત્રને ઘરબાર સોંપું તેટલામાં આપની પાસે મોક્ષ સુખનો અર્થી હું પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ. મોડું ના કરીશ .એમ જિનેશ્વરે કહ્યુ છતે ઘેર જઈ પુત્રને પરિવાર સોંપી પાલખીમાં બેસી ઠાઠમાઠથી (બનીઠનીને) પરમાત્મા પાસે જઈ દીક્ષા લઈ પોતાનાં શરીર ઉપર પણ અપેક્ષા વગરનો અને તપ વિશેષ અનુષ્ઠાનથી થાતીકર્મ ખપાવી કેવલજ્ઞાન મેળવી કાયકવચને મૂકી મોક્ષે ચાલ્યો ગયો. । ૧૪ ।
ત્યાં એકઅનેકજાતના કષ્ટતર તપથી શુષ્ક અંગવાળો, પદ્રિાજક ક્રિયામાં ઉદ્યમશીલ જે શાસ્ત્રમાં નિપુણ છે / શાસ્ત્રમાં દર્શાવેલ તપ વિશેષને કરનાર છે. લોકો તેની પૂજા કરે છે. એવો પદ્વ્રિાજક આવ્યો. અતિશય ગર્વને વહન કરતો તે મહીના - મહીનાના ઉપવાસ કરે છે. તેથી આખુંય નગર તેનું ભક્ત બની ગયું. અને નગરમાં ચાલે ત્યારે લોકો તેનાં આદર માટે ઉભા થાય છે. પરંતુ કાર્તિક શેઠ નિર્મલસમકિતી અને જિનધર્મમાં રક્ત હોવાથી પૂજા આદર વિગેરે કરતો નથી. તે દેખી ઈર્ષ્યારૂપી પવનથી ભડકે બળતાં ક્રોધાગ્નિથી પોતે ઘણો જ દાઝવા લાગ્યો છે. તેનાં ગુણથી રંજિત રાજાએ પગે પડી તેને પોતાનાં મહેલમાં પારણું કરવાનું આમંત્રણ આપ્યું. ઈર્ષ્યાવશથી તેણે કહ્યું જો કાર્તિક શેઠ મને પીરસે તો હું આવું ! ભક્તિવશથી પૂર્ણ ભરેલાં રાજાએ તે પ્રમાણે સ્વીકાર કર્યો. ॥૨૨॥