________________
મૂળશુદ્ધિ ભાગ-૧ ત્યારે ઘણાં લોકોએ જિનધર્મ સ્વીકાર્યો. એ પ્રમાણે જિનશાસનનો જયજયકાર કરી તે દેવ ઉછળીને આકાશ માર્ગે દેવલોકમાં ગયો.
(જિનદાસકથા સમાપ્ત). માટે પ્રથમથી પાખંડીઓનો પરિચય ન કરવો. એ પ્રમાણે દૂષણદ્વાર પુરું થયું. lલા લિંગ દ્વારા જણાવવા ગાથા કહે છે. सुहावहा कम्मखएण खंती, संवेग णिव्वेय तहाऽणुकंपा । अत्थित्तभावेण समं जिणिंदा, सम्मत्तलिंगाइमुदाहरंति ॥१०॥
ગાથાર્થ કર્મક્ષય કરી સુખને આપનારી ક્ષાન્તિ તે સમકિતનું લિંગ છે. તેમજ “સંવેગ નિર્વેદ અનુકમ્પા અને આસ્તિક્ય ને જિનેશ્વરે સમકિતના લિંગ હ્યાં છે.” સમ્યગ્બોહનીયના દળીયાનું વેદન કરતા આત્માનો એવો ક્ષમારાખવાનો સ્વભાવ બની જાય તેવા સ્વભાવથી કર્મના અશુભ વિપાકને જાણી અપરાધી ઉપર ક્યારે ક્રોધ ન કરવો તે ઉપશમ કહેવાય. કષાયના કારણે બંધાયેલ કર્મોનો એવો અશુભ વિપાક છે કે અન્તર્મુહર્ત માત્ર કષાય કરવાથી કોડાકોડી સાગરોપમ સુધી દુ:ખ ભોગવવું પડે, એમ જાણીને, સર્વ ગુણોનો આધાર હોવાથી ક્ષમાને સુખાવહ કહી છે.
કહ્યું છે કે... ક્ષાન્તિ જ મહાદાન છે. ક્ષત્તિ મહાતપ છે. ક્ષાન્તિ મહાજ્ઞાન છે. ક્ષમા મહાન દમ છે. ક્ષત્તિ મહાશીલ છે. ક્ષમા એ જ મહાન ઉત્તમકુલ છે. ક્ષમા જ મોટી શક્તિ છે. ક્ષમા જ મોટું પરાક્રમ છે. ક્ષમાજ સંતોષ છે. ક્ષમા જ ઈન્દ્રિયોનો નિગ્રહ છે. ક્ષમાજ પવિત્રતા (શૌચ) છે, ક્ષમા મહાન દયા છે. ક્ષમા મહા-શ્રેષ્ઠ = આદરરૂપ છે. ક્ષમા પરમ બ્રહ્મ અને મહા સત્ય છે. ક્ષમા એ જ મહાબળ છે, ક્ષમા મહાઐશ્વર્ય અને પૈર્ય છે, ક્ષમા જ મોટી મુક્તિ છે, ક્ષમા સર્વ અર્થને સાધી આપનાર છે. ક્ષમા એ જ વિશ્વવંદ્ય છે, ક્ષમા જગતમાં સર્વશ્રેષ્ઠ છે. ક્ષમા જગતનું હિત કરનાર છે. ક્ષમા કલ્યાણને આપનાર છે. ક્ષમા જગતમાં પૂજ્ય છે. ક્ષમા પરમ મંગલ છે. ક્ષમા જ સર્વ રોગને નાશ કરનાર સુંદર ઔષધ છે. ક્ષમા શત્રુનો નાશ કરનાર ચતુરંગ સૈન્ય સમાન છે. ઘણું કહેવાથી શું ? બધુ ક્ષમામાં જ પ્રતિક્તિ છે. ઈત્યાદિ સર્વ ગુણો ક્ષમામાં રહેલાં છે આ પ્રથમ લિંગ થયુ.
૨. સંવેગ : મોક્ષાભિલાષ, સુરનર ના સુખને દુઃખરૂપે માનતા સંવેગથી મોક્ષને મૂકી અન્ય કાંઈ માંગે નહિ. (ધર્મ. ૮૦૯).
૩. નિર્વેદ સંસાર પ્રત્યે ઉદ્વેગ, કહ્યું છે કે તત્ત્વને જાણતા હોવાથી મમત્વરૂપ વિષ વેગ રહિત હોવા છતાં જેણે સઅનુષ્ઠાન આચર્યા નથી તે આત્મા ચારગતિ રૂપ સંસારમાં દુઃખપૂર્વક વસે છે. (૮૧૦)
૪. અનુકંપા : દુઃખી જીવોની દયા કરવી. કહ્યું છે કે.. .
ભયંકર ભવસાગરમાં દુ:ખી પ્રાણીઓને દેખી સ્વ-પરનો ભેદભાવ રાખ્યા વિના દ્રવ્ય અને ભાવથી પણ શક્તિ પ્રમાણે અનુકંપા કરવી. (૮૧૧)
૫. અસ્તિત્વભાવ : એટલે જીવાદિ પદાર્થની વિદ્યમાનતા સ્વીકારે કહ્યું છે કે જે ભગવાને કહ્યું તેણે કાંક્ષા વિશ્રોતસિકા રહિત શુભ પરિણામથી નિશંક પણે સ્વીકારે (૮૧૨) ૧ના
હવે શ્રદ્ધાદ્વારનું પ્રતિપાદન કરવા ગાથા કહે છે.