________________
મૂળશુદ્ધિ ભાગ-૧
अत्थी य णिच्चो कुणई कयाई, सयाइँ वेइए सुहा - सुहाई । णिव्वाणमत्थी तह तस्सुवाओ, सम्मत्तठाणाणि जिणाहियाणि ॥१३॥
ગાથાર્થ - જીવ છે, નિત્ય છે, કર્મને કરે છે તે શુભાશુભ કર્મને વેદે છે મોક્ષ છે અને તેનાં ઉપાય છે. આ જિનેશ્વરે કહેલાં સમકિતનાં સ્થાનો છે.
૭૭
ચકાર અવધારણ માટે છે એથી “જીવ છે જ” એમ જણાય, તેનું-જીવનું પ્રતિપાદન કરનારા ચિહ્નો વડે જીવ જણાઈ આવે છે. કહ્યું છે કે.
ચિત્ત, ચેતન, સંજ્ઞા, વિજ્ઞાન, બુદ્ધિ, ઈહા, મતિ, વિતર્ક આ જીવનાં લક્ષણો છે. “હું શરીરમાં નથી” એવું જે વિચારે છે તેજ જીવ છે. સંશય ઉત્પાદક જીવ સિવાય અન્ય કોઈ નથી.
ઈત્યાદિ રીતે જીવનાં અસ્તિત્વનું મનન કરવું. આદિ પદથી નિર્જીવને પત્થર મારતાં કશી બુમાબુમ કરતો નથી. ત્યારે સજીવને પત્થર મારતા બુમાબુમ કરે છે. બસ તેજ જીવની હયાતીની નિશાની છે. શરીરમાં કોઈ દુ:ખ ન હોવા છતાં શોક વિગેરેના કારણે “હું દુઃખી છું.” આવું પોતે અનુભવે છે, હવે આ અનુભવ કરનાર કોણ ? શરીરતો એ.સી.માં મોજ કરી રહ્યું છે, માટે દેહમાં રહેલ બીજો કોઈ પદાર્થ હોવો જોઇએ તે જ આત્મા. આ પ્રથમ સ્થાનક થયું.
આના વડે નાસ્તિક મતનો નિરાસ કર્યો. ‘કોઈ દિવસ પણ નાશ નહિં પામનાર, જે ક્યારેય ઉત્પન્ન થતું નથી. તેમજ સ્થિર અને સદા એક રૂપે જ રહે છે.” આવી નિત્યની વ્યાખ્યા અન્યમતની જાણવી. જૈન સિદ્ધાંત પ્રમાણે તો “પરિણામ બદલવા છતાં જે દ્રવ્યરૂપે સદાકાળ રહે” તે નિત્ય. આત્માનો દેવનરાદિ રૂપે પરિણામ બદલાય છે. તે આત્માસર્વથા ક્યારેય નાશ પામતો નથી. તેથી જ તો પૂર્વે કરેલ કાર્યાદિનું સ્મરણ થઈ શકે છે. નહિં તો ચૈત્રે કરેલું મૈત્રને યાદ આવતું નથી. તેમ પૂર્વ આત્માથી ઉત્તર આત્મા અત્યંત અલગ માનતાં તેણે કશું જ યાદ ન આવે. આના વડે ક્ષણિકવાદી એવા બૌદ્ધ મતનો નિરાસ થયો. આ બીજું સ્થાનક થયું.
–
તેજ જીવ શુભાશુભ કર્મને કરે છે, જો અન્યકર્તા માનીએ કૃતનાશ - કરેલા કર્મનો ભોગવ્યા વગર છુટકારો થઈ જવો, જેમ જો આત્મા ક્ષણિક હોય તો હિંસા કરનાર આત્મા જુદો હતો. અને તે આત્મા તો તે હિંસાજન્ય કર્મને ભોગવ્યા વગર જ નાશ પામી ગયો. એટલે તે કર્મથી છુટકારો પામી ગયો. અકૃતાગમ - નહિં કરેલા કર્મની પ્રાપ્તિ થવી. જેમ ઉત્તર આત્માએ તો હિંસા કરી નથી છતાં તેણે તે કર્મ વિપાક ભોગવવો પડે છે. આ રીતે બૌદ્ધને આ બે દોષ લાગી શકે છે.
તેમજ કપિલમત – સાંખ્યો પ્રકૃતિને કાર્ય કરનાર માને અને આત્મા તેને ભોગવે છે, માટે તેમને (સાંખ્ય)ને (પણ) એ બે દોષ લાગે છે. “માટે કર્તા અને ભોક્તા આત્મા જ છે.” એમ માનવું આનાથી સાંખ્યમતનો નિરાસ થયો આ ત્રીજું સ્થાન થયું.
પોતે કરેલા કર્મો પોતે જ ભોગવે છે. એટલે સુખ દુઃખ પુણ્ય પાપથી જન્ય છે. આનાથી જીવ અકર્તા છે. તે મતનો નિરાસ કર્યો આ ચોથું સ્થાન.
સકલ કર્મથી મુક્ત બની જીવનું એક સ્થાને રહેવું (અવસ્થાન) તે મોક્ષ છે. આના વડે દીવો જેમ ઉપર નીચે જતો નથી. દિશા કે વિદિશામાં જતો નથી. પણ ક્ષય થવાથી માત્ર શાંત થઈ જાય છે. તેમ જીવ ઉપર નીચે ક્યાંય ન જતાં માત્ર કલેશના ક્ષયથી શાન્તિ (અભાવ) ને પામે છે. આ પ્રમાણે સર્વ