________________
૭૮
મૂળશુદ્ધિ ભાગ-૧ અભાવ પ્રતિપાદક દુર્નયનો (બૌદ્ધમતનો) નિરાસ કર્યો. તે પાંચમું સ્થાન,
તે મોક્ષના સમ્યફ દર્શન, જ્ઞાન, ચારિત્ર ઉપાય છે. આનાથી મોક્ષ ઉપાયનો અભાવ પ્રતિપાદન કરનાર દુર્નયનો નિરાસ થયો આ છઠું સ્થાન. * એટલે આ છ સ્થાન હોય તો જ સમકિત ટકી શકે. એવો હાર્દ છે. એટલે આ છ સ્થાન ના આધારે સમક્તિ રહેલું છે. આ સ્થાનો જિનેશ્વરે પ્રતિપાદન કરેલ છે. તેનો માહાત્મ બતાવનારી બે ગાથા ગ્રંથકાર કહે છે.
मूलं इमं धम्ममहादुमस्स, दारं सुपायारमहापुरस्स । पासायपीढं व दढावगाढं, आहारभूयं धरणी व लोए ॥१४॥ पहाणदव्वाण य भायणं व, माणिक्क - णाणामणिमाइ - मुत्ता। सिल-प्पवाला-ऽमललोहियक्ख-सुवण्णपुण्णं व महाणिहाणं ॥१५॥
ગાથાર્થ : - “આ સમકિત ધર્મરૂપી મહાવૃક્ષનું મૂળ છે. મહાનગરરૂપી જૈન ધર્મનું દ્વાર છે. દ્રઢ અવગાહીને રહેનાર મહેલના પાયાની જેમ ધર્મને દ્રઢ બનાવે છે. જેમ ધરણિતલ સર્વલોકનો આધાર છે, તેમ ધર્મનું આધારભૂત, પ્રધાન દ્રવ્ય ના ભાજનની જેમ ધર્મરાશિનું ભાજન છે. માણિક્ય વિવિધ મણિ તેમજ સુવર્ણથી ભરેલાં મહાનિધાનની જેમ મોક્ષાદિસુખનું સાધન છે. ૧૪ . તથા દ્રઢમૂળવિનાનું વૃક્ષ પવનનાં ઝપાટાથી પડી જાય છે. તેમ સમકિત વિનાનું ધર્મવૃક્ષ દ્રઢ બની શકતું નથી. જેથી મોહરૂપી પવનના ઝટાપાથી પડી જાય. ઉડે સુધી ગયેલા મૂળવાળું વૃક્ષ પણ દ્રઢ થાય છે. જેમઢાર વગરનું નગર કોઈ પણ કામ કરવા સમર્થ બની શકતું નથી. (ચીજ વસ્તુ લાવી કે મોકલી શકાતી ન હોવાથી) તેમ સમકિત રૂપ ધાર વગરનું ધર્મનગર પણ નિરર્થક જાણવું (જે નેત્ર અને મનને પ્રસન્ન કરે તે પ્રાસાદ) જેમ પાણી સુધી ભરેલા પાયાવાળો મહેલ દ્રઢ બને તેમ સમકિત સહિતનો ધર્મ પણ દ્રઢ બને છે.
જેમ ભૂતલ સર્વ પ્રાણીઓનો આધાર તેમ સમકિત ધર્મનો આધાર છે. જેમ કુંડ-તપેલી, થાળી, ટોપ વિગેરે પાત્ર વિના સર્વ વસ્તુ નાશ પામી જાય છે. તેમ સમકિતરૂપ પાત્ર વિના વિવિધ ધર્મરાશિ નાશ પામી જાય. (૮૧) મણિ-ચંદ્રકાન્ત મણિ. આદિ શબ્દથી હીરામોતી વિ. ગ્રહણ કરવું, સૂર્યકાન્ત મણિ વિ. મુક્તા - મુક્તાફળો વિ. શિલા - સ્ફટિકપત્થર, પરવાલા - વિદ્ગમ - મુંગો નિર્મલ લાલરત્ન, માણિક્ય અને નાનામણિ ઈત્યાદિનો દ્વન્દ સમાસ છે.
જેમ વિવિધ મણિ હીરામોતીથી પૂર્ણ નિધિ જીવને અનેક સાંસારિક સુખનું કારણ બને છે. તેમ નાના ધર્મથી યુક્ત સમતિ પણ આત્યંતિક – જેનો ક્યારેય અંત ન આવે એવા નિરુપમ મોક્ષ સુખનું સાધક બને છે. ૧૪ો ઉપા
હવે આવા દુષ્પાપ્ય સમકિતને પ્રાપ્ત કરી શું કરવું જોઈએ તે જણાવે છે. एयं महापुण्णफलं सहावसुद्धिएँ लभ्रूण अलद्धपुव्वं । जिणाणमाणाएँ पयट्टियव्वं, विसेसओ सत्तसु ठाणएसु ॥१६॥