________________
૫૮
મૂળશુદ્ધિ ભાગ-૧ તે વિકસેલા લીંબડાને પણ ના ચાહે, તાડના અને બેહડાના (ભરૂચ અને કચ્છ દેશના) વૃક્ષના ફેલાયેલા = ઉંચા જતા ફૂલોના કેસરામાં લીંપાયેલા શરીરવાળા ભમરાનું બોરડીના વનમાં મન બિસ્કુલ વિશ્રાંત થતું નથી, ખીલેલા કમલની પુષ્ટ ગંધમાં જેનું મન જામી ગયું હોય, શું તે ભમરો ખીલેલા પલાશમાં વિલાસપૂર્વક સ્પર્શે ખરો ? જેણે કાંઠાને પણ શીતલ કરી દીધો છે, એવા રેવા નદીના જલમાં જે હાથી મસ્તીથી મજ્જન (સ્નાન) કરે છે તે (નદી સુકાઈ જતા પાણી માટે કરાયેલો ખાડો તે વિયડો) વિયડામાં નજર પણ નાંખે ખરો ? ગંગાના ઉજ્જવલ જલને જે પીએ છે, તે હંસ શોભા વગરનું અન્ય નદીનું પાણી પીએ ખરો ? પ્રકામ કામવાળી પ્રૌઢ પરણેલી સ્ત્રીમાં જે ઘણો રત હોય તે કામદેવથી મોહિત થયેલો વેશ્યામાં મન કરે ખરો? લીલાછમ વૃક્ષવાળા (ગિરનાર) કૈલાસ પર્વત ઉપર રહેનારો નીલા અને વિશાળ કંઠવાળો શંકર ઝાડ વગરના મરુસ્થલને યાદ કરે ખરો ? વાદળાના સમૂહ જેવા કાળા ફળના રસથી | પરાગથી સુવાસિત બનેલ મલય પર્વત ઉપર જે હરણ વસ્યું છે, તેને બીજા પર્વત ઉપર ગમે ખરું ? એ પ્રમાણે છે વીર ! હે ધીર ! હે માનને હરનારા ! જેને તારાં ચરણારવિંદમાં નમસ્કાર કર્યો હોય તે સુખસમૂહનો નાશ કરનારા વિષ્ણુ અને શંકરના પગમાં પડે ખરો ? જિનેશ્વરના નિરુપમ વચનામૃત પીવામાં-પાન કરવાથી પાલન પોષણ પામેલ હોય તેને બાકીના કુનયમય કાંજીમાં શાંતિ મળે ખરી.
એવી જ રીતે હે વીર જિનેશ્વર ! દુઃખ રૂપી અંધકારને દૂર કરવામાં સૂર્યસમાન ! જેમને આપના (વીરનાં) ચરણકમણ ચંખ્યા-ચૂમ્યાં હોય, તે સુવિચક્ષણ ! (અંબડ પ્રત્યે) તે કામની કોટડીની કાળી મેશથી કાલાભમ્મર વિષ્ણુ શંકર વિગેરેને કેવી રીતે પ્રણામ કરે ? હવે અંબડ (લસાની મધુરવાણીથી પ્રશંસા કરી પૂછીને સ્વસ્થાને ગયો.
- આ બાજુ સમક્તિમાં દ્રઢ સુલસી ક્રમશઃઅંતિમ વય જાણી અમોધશક્તિશાળી સંલેખના કરે છે, ઈદ્રો પણ જેને માન આપે છે એવાં વીરનું ચિત્તમાં ધ્યાન ધરતી, પંચપરમેષ્ઠીની સ્તુતિ અને સ્મરણ કરતી, સર્વજીવોને ખમાવતી, અનશન કરી દુર્ગધ દેહને છોડી મોહ વગરની સુલસા સ્વર્ગે સીધાવી.
ત્યાંથી ચ્યવીભાવી ઉત્સર્પિણીમાં અપરિમિત જ્ઞાન - ચારિત્ર અને સત્ત્વવાળા પંદરમાં "નિર્મમનામે તીર્થકર થશે. ભવ્યજીવોને પ્રતિબોધ પમાડી જગતનાં મોખરે રહેલી સિદ્ધિગતિને પામશે. આ પુરુષાર્થમાં પ્રશંસા પાત્ર અધ્યાય દેવચંદ્રસૂરીએ પૂરો કર્યો. એ પ્રમાણે ઘણાં ગુણથી ભૂષિત, જિનેશ્વરોએ જેની પ્રશંસા કરી છે એવું સુલસાનું ચરિત્ર સાંભળતા ધર્માર્થીઓને અને ભણનારા, તેમજ ભક્તિમાં પ્રસક્ત મોક્ષાર્થિઓને મોક્ષ આપો.
ઈતિ સુલસા કથાનક સમાપ્તમ્ ગુણો પ્રશસ્ત = મંગલનું ઘર છે, કુશળતા વગેરે સમકિતના ભૂષણ છે, “હ” એવકાર અર્થમાં છે, આજ ભૂષણ, અન્યનહીં, કારણ કે એઓને જ સમકિતના ભૂષણ તરીકે શાસ્ત્રમાં બતાવ્યા છે વિશેષથી શોભાવે તે વિભૂષણ કહ્યું છે કે –
રૂપવાન, સુર નર જાનવરો પણ આભૂષણો વડે, વિશેષ શોભિત બને છે. તેમ સુંદર દર્શન ૧. સમવાયાંગ સૂત્રમાં સોળમાં ચિત્રગુપ્ત નામે તીર્થંકર થવાના છે એમ જણાવેલ છે.